+

KKR vs PBKS : T20 ક્રિકેટના ઇતિહાસમાં જે ક્યારેય ન બન્યું તે પંજાબે કરી બતાવ્યું

KKR vs PBKS : શું તમે કરન અર્જુન ફિલ્મ જોઇ છે તેમા એક ગીત તે સમયે ખૂબ જ ફેમસ થયુ હતું, જેના બોલ હતા “ઈન્સાન મરા કરતે હૈ, વિશ્વાસ નહીં…

KKR vs PBKS : શું તમે કરન અર્જુન ફિલ્મ જોઇ છે તેમા એક ગીત તે સમયે ખૂબ જ ફેમસ થયુ હતું, જેના બોલ હતા “ઈન્સાન મરા કરતે હૈ, વિશ્વાસ નહીં મરતા હૈ, નામુમકિન કો ભી મુમકિન ભગવાન કિયા કરતા હૈ…” કઇંક આવું જ ગઇકાલે શુક્રવારે કોલકતા નાઈટ રાઈડર્સ-પંજાબ કિંગ્સ (KKR vs PBKS) ની મેચમાં જોવા મળ્યું હતું. એક એવો ટાર્ગેટ કે જેને અત્યાર સુધીમાં કોઇ ટીમ ચેઝ કરી શકી નથી તેને પંજાબ કિંગ્સ (Punjab Kings) ની ટીમે ચેઝ કરી બતાવ્યો હતો. આ મેચમાં બંને ટીમના બોલરો (Bowlers) ની ખૂબ ધોલાઈ કરવામાં આવી હતી. તો આવો જાણીએ આ મેચમાં કેવી રીતે પંજાબ કિંગ્સ (Punjab Kings) ની ટીમે મેળવ્યો આ અસંભવ ટાર્ગેટ…

ટોસ જીતી પંજાબે પસંદ કરી બોલિંગ

ઈડન ગાર્ડન્સમાં રમાયેલી IPL 2024 ની 42 મી મેચ કોલકતા નાઈટ રાઈડર્સ-પંજાબ કિંગ્સ (KKR vs PBKS) રમાઈ હતી. જેમા ટોસ જીતી પંજાબ કિંગ્સની ટીમે ટોસ જીતી કોલકતાની ટીમને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. KKR ટીમના બેટ્સમેનેઓ પ્રથમ બેટિંગમાં એવી ઇનિંગ રમી કે તે સમયે પંજાબ કિંગ્સને તેમના નિર્ણય પર અફસોસ થવા લાગ્યા હતો. કોલકતા તરફથી ફિલ સોલ્ટ અને સુનિલ નારાયણે ઓપનિંગમાં આવીને પંજાબના બોલરોની શરૂઆતથી જ ધોલાઈ કરવાનું શરૂ કરી દીધું હતું. બંનેએ મળીને 138 રનની પાર્ટનરશીપ કરી ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. તે બંનેના આઉટ થયા બાદ વેંકટેશ ઐયર 23 બોલમાં 39 રનની ઝડપી ઇનિંગ રમી હતી. તે પછી રસલે પણ પોતાના મસલની તાકાત બતાવી અને 12 બોલમાં 24 રન બનાવ્યા હતા. જેમા 2 ચોગ્ગા અને 2 છક્કા ફટકાર્યા હતા. રસલના આઉટ થયા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરે પણ ઝડપી રમતા 10 બોલમાં 1 ચોગ્ગા અને 3 છક્કાની મદદથી 28 રન બનાવ્યા હતા. અને આમ ટીમે 20 ઓવરમાં 261 રન બનાવી દીધા હતા.

પંજાબે કર્યો સફળ રન ચેઝ

કોલકતાની ટીમે પોતાની ઇનિંગમાં પંજાબને 262 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 262 રનના લક્ષ્યાંકના જવાબમાં પંજાબ કિંગ્સે સારી શરૂઆત કરી હતી. પ્રભસિમરન સિંહ અને જોની બેરસ્ટો વચ્ચે પ્રથમ વિકેટ માટે 93 રનની ભાગીદારી થઈ હતી. પ્રભસિમરન સિંહે 20 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી. જોકે તે રન આઉટ થયો હતો. તે પછી મેદાનમાં રિલે રૂસો આવ્યો હતો જેણે 16 બોલમાં 26 રન બનાવ્યા અને તે પછી તે આઉટ થયો હતો. આ પછી જોની બેરસ્ટો અને શશાંક સિંહ વચ્ચે 37 બોલમાં 84 રનની અણનમ ભાગીદારી થઈ હતી. જોની બેરસ્ટો 48 બોલમાં 8 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 108 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. શશાંક સિંહે 28 બોલમાં 8 છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સે માત્ર 18.4 ઓવરમાં 2 વિકેટે 262 રન બનાવીને મેચ જીતી લીધી, જે T20 ક્રિકેટમાં સૌથી સફળ રન ચેઝ બની ગઈ છે.

21 વર્ષ બાદ તૂટ્યો રેકોર્ડ

આ પહેલા સાઉથ આફ્રિકાએ ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ સામે 18.5 ઓવરમાં 259 રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો. 2003માં પ્રથમ વખત T20 ક્રિકેટ મેચ રમાઈ હતી અને લગભગ 21 વર્ષ બાદ 26 એપ્રિલ 2024ના રોજ પ્રથમ વખત કોઈ ટીમે 262 રનના લક્ષ્યાંકનો પીછો કરીને T20 ક્રિકેટમાં હલચલ મચાવી દીધી હતી. IPL 2024માં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ તૂટી ગયો છે, જ્યારે ટીમે સાત વખત 260 પ્લસ સ્કોર કર્યો છે. આ સીઝન પહેલા 250 પ્લસનો સ્કોર માત્ર 2 વખત જ બન્યો હતો.

IPLમાં સૌથી વધુ લક્ષ્યનો પીછો

262 રન: KKR vs PBKS (2024)*
224 રન: RR vs KKR (2024)
224 રન: RR vs PBKS (2020)
219 રન: MI vs CSK (2021)
215 રન: RR vs DC (2008)
215 રન: SRH vs RR (2023)
215 રન: MI vs PBKS (2023)

પંજાબની જીત બાદ Points Table માં શું બદલાવ આવ્યો?

કોલકાતા નાઈટ રાઈડર્સની આ હારથી તેમને ખાસ ફરક પડ્યો નથી. ટીમ હવે 8માંથી 5 મેચ જીતી છે અને 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જોકે, સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ 10-10 પોઈન્ટ સાથે ત્રીજા અને ચોથા સ્થાને છે. KKRની હારનો ફાયદો આ ટીમોને મળી શકે છે. બીજી તરફ પંજાબ કિંગ્સને જીતનો ફાયદો મળ્યો છે. ટીમે અત્યાર સુધી 9માંથી 3 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં 8માં સ્થાને પહોંચી ગઈ છે. આ જીત પહેલા પંજાબ 9મા સ્થાને હતું.

IPLમાં સૌથી વધુ 200 રન ચેઝ

7 – પંજાબ કિંગ્સ
5 – મુંબઈ ઈન્ડિયન્સ
3 – રાજસ્થાન રોયલ્સ
3 – ચેન્નાઈ સુપર કિંગ્સ
3 – કોલકાતા નાઈટ રાઈડર્સ
3 – લખનૌ સુપર જાયન્ટ્સ

પુરુષોની T20 મેચમાં સૌથી વધુ છગ્ગા

42 – KKR vs PBKS, કોલકાતા, IPL 2024
38 – SRH vs MI, હૈદરાબાદ, IPL 2024
38 – RCB vs SRH, બેંગલુરુ, IPL 2024

IPL ની એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા

24 – PBKS vs KKR, કોલકાતા, 2024
22 – SRH vs RCB, બેંગલુરુ, 2024
22 – SRH vs DC, દિલ્હી, 2024
21 – RCB vs PWI, બેંગલુરુ, 2013

IPLમાં આવું પહેલીવાર બન્યું છે

મેચમાં બંને ટીમના ઓપનિંગ બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. IPLના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે બંને ટીમના ઓપનરોએ ફિફ્ટી ફટકારી હોય. કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર ફિલ સોલ્ટ (75) અને સુનીલ નારાયણ (71) જ્યારે પંજાબ કિંગ્સના પ્રભસિમરન સિંહે 54 અને જોની બેયરસ્ટોએ 108 રન બનાવ્યા હતા.

પંજાબે તમામ મેચ જીતવી પડશે

જો પંજાબ કિંગ્સ પ્લેઓફમાં સ્થાન મેળવવા માંગે છે, તો તેણે કોઈપણ કિંમતે તેની તમામ મેચ જીતવી પડશે. આ સિવાય ટીમને અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડી શકે છે. રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધી 8માંથી 7 મેચ જીતી છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. બીજી જીતથી ટીમને પ્લેઓફમાં ટિકિટ મળી શકે છે. જોકે, સંજુ સેમસન ટેબલ ટોપર રહેવાનો પ્રયત્ન કરશે.

આ પણ વાંચો – KKR vs PBKS Match 2024: જોની બેયરસ્ટોએ IPL ની ગાથામાં પંજાબને પહેલા પાના પર સ્થાન અપાવ્યું

આ પણ વાંચો – Dubai : જીત બાદ પાકિસ્તાની એથ્લેટે લહેરાવ્યો ભારતીય તિરંગો, Video જોઈને દરેક વ્યક્તિ દિવાના થઈ ગયા…

Whatsapp share
facebook twitter