+

Ireland T20 WC squad :T20 World Cup માટે આયરલેન્ડે કરી ટીમની જાહેરાત

Ireland T20 WC squad : આયરલેન્ડે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં 1 જૂનથી શરૂ થતા T20 World Cup માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમની કેપ્ટનશીપ પોલ સ્ટર્લિંગને સોંપવામાં…

Ireland T20 WC squad : આયરલેન્ડે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં 1 જૂનથી શરૂ થતા T20 World Cup માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમની કેપ્ટનશીપ પોલ સ્ટર્લિંગને સોંપવામાં આવી છે જે લાંબા સમય બાદ ટીમની કેપ્ટનશીપ સંભાળશે. એન્ડ્ર્યુ બાલબિર્ની 2020 થી ટી-20 ફોર્મેટમાં આયરલેન્ડની (Ireland Squad)કેપ્ટનશીપ કરી રહ્યો હતો. પરંતુ તેને આગામી વર્લ્ડકપ માટે કેપ્ટનશીપ પદેથી હટાવી દેવામાં આવ્યો છે. જ્યોર્જ ડોકરેલ, ક્રેગ યંગ સહિત ઘણા અનુભવી ખેલાડીઓને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. વર્લ્ડ કપની ટીમમાં સામેલ જોશુઆ લિટલ હાલમાં IPLમાં ગુજરાત ટાઇટન્સની ટીમનો ભાગ છે. આથી આયરલેન્ડે પાકિસ્તાન સામેની શ્રેણી અને નેધરલેન્ડમાં યોજાનારી ત્રિકોણીય શ્રેણી માટે 14 ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

 

કોચને વિશ્વકપની ટીમમાં વિશ્વાસ છે

ટીમની જાહેરાત બાદ આયરલેન્ડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હેનરીક મલાને કહ્યું, “અમે છેલ્લા 18 મહિનાથી આ ટીમ પર કામ કરી રહ્યા છીએ અને અમે તેમાં સુધારો પણ કર્યો છે. અમારી પાસે જે કૌશલ્ય છે તેનાથી અમે વાકેફ છીએ.” જોશુઆ લિટલને આઈપીએલમાં રમવાની પરવાનગી આપવામાં આવી છે તે વર્લ્ડ કપ પહેલા આયરલેન્ડની ટીમ સાથે જોડાશે.

T20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન સામે સિરીઝ રમાશે

આયર્લેન્ડની ટીમમાં પોલ સ્ટર્લિંગ, એન્ડ્ર્યુ બાલબિર્ની અને જ્યોર્જ ડોકરેલ જેવા અનુભવી ખેલાડીઓનો સમાવેશ થાય છે. IPLમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા જોશ લિટલને પણ તક મળી છે. તે IPLમાં આખી સિઝન રમશે અને IPL પછી આયર્લેન્ડની ટીમ સાથે જોડાશે. આયર્લેન્ડની ટીમમાં અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં ભાગ લેનારા મોટાભાગના ખેલાડીઓને તક મળી છે. આયરલેન્ડની ટીમ પાકિસ્તાની ટીમ સામે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમશે. આ શ્રેણી 10 મેથી 14 મે સુધી ચાલશે. ત્યારબાદ આયર્લેન્ડની ટીમ નેધરલેન્ડ અને સ્કોટલેન્ડ સાથે ત્રિકોણીય શ્રેણીમાં ભાગ લેશે.

 

T20 વર્લ્ડ કપ માટે આયરલેન્ડની ટીમ

પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), માર્ક એડેર, રોસ એડેર, એન્ડ્રુ બાલબર્ની, કર્ટિસ કેમ્ફર, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, ગ્રાહમ હ્યુમ, બેરી મેક્કાર્થી, જોશ લિટિલ, નીલ રોક, હેરી ટેક્ટર, લોરકાન ટકર , બેન વ્યાટ, ક્રેગ યંગ

આ  પણ  વાંચો – DC VS RR : કાંટેદાર મેચમાં આખરે દિલ્હીની ટીમે મારી બાજી, RR ને મળી ત્રીજી હાર

આ  પણ  વાંચો T20 WC 2024 IND Vs PAK : ભારત-પાકિસ્તાન મેચની ટિકિટના ભાવ પહોંચ્યા આસમાને

આ  પણ  વાંચો – T20 World Cup Anthem : ક્રિકેટના તાલે ઝૂમવા થઇ જાઓ તૈયાર, ICC એ લોન્ચ કર્યું નવું એન્થમ

Whatsapp share
facebook twitter