+

Viral Video News: અમીરીની વટાવી બધી હદ, ભેંસોના તબેલામાં મૂકાવ્યા AC

Viral Video News: આ કાળઝાળ ગરમીથી બચવા માટે માણસો શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે. કેટલાક તેમના રૂમમાં એસી લગાવી રહ્યા છે જ્યારે કેટલાક કૂલરની મદદથી ગરમી ઓછી કરી રહ્યા…

Viral Video News: આ કાળઝાળ ગરમીથી બચવા માટે માણસો શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે. કેટલાક તેમના રૂમમાં એસી લગાવી રહ્યા છે જ્યારે કેટલાક કૂલરની મદદથી ગરમી ઓછી કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને અમીર લોકોને પણ શરમ આવવી જોઈએ.

  • સોશિયલ મીડિયામાં અનોખો વીડિયો વાયરલ

  • વ્યક્તિએ ભેંસોના તબેલામાં એસી લગાવ્યા

  • લાખો લોકોએ કર્યા અનોખા કાર્યના વખાણ

સામાન્ય રીતે લોકો ગરમીથી બચવા માટે એસી લગાવે છે, ત્યારે એક વ્યક્તિ એવી છે કે જેણે પોતાની ભેંસને ગરમીથી બચાવવા માટે તેમના તબેલામાં બે એસી લગાવ્યા છે. આ વ્યક્તિની સંપત્તિની જોઈને લોકો તેના વખાણ કરતાં થાકતા નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક ભેંસો અને તેમના બાળકો એક તબેલામાં બાંધેલા છે. તેઓ ગરમીથી પીડાય નહીં તેની ખાતરી કરવા માટે તેમના માલિકે ખૂબ જ વિસ્તૃત વ્યવસ્થા કરી છે.

 

View this post on Instagram

 

A post shared by manjeet malik (@manjeetmalik567)

આ પણ વાંચો: Terrorist Basit Dar Dead: TRF અને લશ્કર-એ-તૈયબાના કમાન્ટરને ભારતીય સૈનિકોએ કર્યો ઠાર

વિડીયો જોયા બાદ લોકો તેની દાતારી વ્યક્તિના વખાણ કરી રહ્યા

પોતાના પશુઓને બચાવવા માટે માલિકે તબેલામાં બે એસી લગાવ્યા છે. આ સાથે તેણે ફેન્સ પણ લગાવ્યા છે. ઠંડા તાપમાનને કારણે ભેંસ અને તેમના બાળકો આરામ કરી રહ્યાં છે. વાસ્તવમાં ઘણા સારા દિલના લોકો છે જેઓ લાચાર પશુઓને ગરમીથી બચાવવા માટે પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા કરે છે. વિડીયો જોયા બાદ લોકો તેની દાતારી વ્યક્તિના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Japan Unique Festival: લોકો પોતાના અંતિમ સંસ્કાર જોવાના પૈસા આપી રહ્યા

આ વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે

વાયરલ થઈ રહેલા આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી લાખો લોકો તેને જોઈ ચૂક્યા છે અને લાઈક કરી ચૂક્યા છે. જ્યારે આ વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે. કોમેન્ટ કરતા મોટાભાગના લોકો કહે છે કે પૈસા હોય તો આટલા બધા હોવા જોઈએ. તે જ સમયે, કેટલાક લોકોએ કહ્યું – ભાઈ, તમે ખૂબ સારું કામ કર્યું છે, તેમાં મારો ખાટલો પણ લગાવો, હું તમારી ભેંસોને ચારો આપીશ.

આ પણ વાંચો: 23 વર્ષની શિક્ષિકાનો 13 વર્ષના વિદ્યાર્થી સાથે અનૈતિક સંબંધ…!

Whatsapp share
facebook twitter