+

IPL AUCTION : આવતીકાલે IPL 2024 ની AUCTION, જાણો ક્યાં અને કેવી રીતે તમે LIVE STREAMING ને FREE માં નિહાળી શકશો

હવે થોડાક જ મહિનામાં IPL 2024 ની શુરુઆત થનાર છે. ત્યારે આવતીકાલે દુબઇ ખાતે ખિલાડીઓ માટેની હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ઉલ્લેખનીય વાત એ છે કે પ્રથમ વખત દેશની…

હવે થોડાક જ મહિનામાં IPL 2024 ની શુરુઆત થનાર છે. ત્યારે આવતીકાલે દુબઇ ખાતે ખિલાડીઓ માટેની હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ઉલ્લેખનીય વાત એ છે કે પ્રથમ વખત દેશની બહાર હરાજી થઈ રહી છે. 77 જગ્યાઓ માટે આ IPL ઓક્શનમાં કુલ 333 ખેલાડીઓ સામેલ થવાના છે. જેમાંથી 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડીઓ છે. ચાહકો આ હરાજી ક્યાં લાઈવ જોઈ શકે છે, કયું પ્લેટફોર્મ તેને મફતમાં બતાવશે. આ ઉપરાંત, તે કયા સમયે શરૂ થશે, ચાલો તમને બધી માહિતી આપીએ.

ભારતમાં કેટલા વાગે શુરુ થશે હરાજી 

IPL 2024 ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં છે. હરાજી સ્થાનિક સમય અનુસાર સવારે 11:30 વાગ્યે અને ભારતીય સમય અનુસાર બપોરે 1:00 વાગ્યે શુરુ થવાની છે.

ક્યાં નિહાળી શકશો LIVE હરાજી

IPL 2024 લાઇવ ઓક્શન ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. તે જ સમયે, JIO સિનેમા ભારતમાં તેને મફતમાં લાઇવ સ્ટ્રીમિંગ કરશે. ઓનલાઈન જોઈ રહેલા લોકો આ એપ કે વેબસાઈટ પર જઈને લાઈવ જોઈ શકે છે.

કઈ ટીમ પાસે કેટલી રકમ બાકી 

Image

ગુજરાત ટાઇટન્સ રૂ. 38.15 કરોડ

સનરાઇઝર્સ હૈદરાબાદ રૂ. 34 કરોડ

કોલકાતા નાઇટ રાઇડર્સ રૂ. 32.7 કરોડ

ચેન્નાઇ સુપર કિંગ્સ રૂ. 31.4 કરોડ

પંજાબ કિંગ્સ રૂ. 29.1 કરોડ

દિલ્હી કેપિટલ્સ રૂ. 28.95 કરોડ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રૂ. 23.25 કરોડ

મુંબઇ ઇન્ડિયન્સ રૂ. 17.75 કરોડ

રાજસ્થાન રોયલ્સ રૂ. 14.5 કરોડ

લખનૌ સુપર જાયન્ટ્સ રૂ. 13.15 કરોડ

તમામ ટીમોના જાળવી રાખેલા RETAINED પ્લેયર્સની યાદી

ચેન્નાઈ સુપર કિંગ્સઃ અજય મંડલ, અજિંક્ય રહાણે, દીપક ચહર, ડેવોન કોનવે, મહેશ તીક્ષણા , મતિશા પાથિરાના, મિશેલ સેન્ટનર, મોઈન અલી, એમએસ ધોની, મુકેશ ચૌધરી, નિશાંત સિંધુ, પ્રશાંત સોલંકી, રાજવર્ધન હંગરકર, રવિન્દ્ર જાડેજા, ઋતુરજ ગાયકવાડ , શિવમ દુબે, સિમરજીત સિંહ, તુષાર દેશપાંડે.

દિલ્હી કેપિટલ્સ: અભિષેક પોરેલ, એનરિક નોર્ટજે, અક્ષર પટેલ, ડેવિડ વોર્નર, ઈશાંત શર્મા, કુલદીપ યાદવ, લલિત યાદવ, લુંગી એનગીડી, મિશેલ માર્શ, મુકેશ કુમાર, પ્રવીણ દુબે, પૃથ્વી શો, ઋષભ પંત, ખલીલ અહેમદ, વિકી ઓસ્તવાલ, યશ ધૂલ .

ગુજરાત ટાઇટન્સ: અભિનવ સદરંગાની,  સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, ડેવિડ મિલર, જયંત યાદવ, જોશુઆ લિટલ, કેન વિલિયમસન, મેથ્યુ વેડ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, નૂર અહેમદ, આર સાઈ કિશોર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, શુભમન ગિલ, વિજય શંકર, રિદ્ધિમાન સાહા.

કોલકાતા નાઈટ રાઈડર્સઃ આન્દ્રે રસેલ, અનુકુલ રોય, હર્ષિત રાણા, જેસન રોય, નીતિશ રાણા, રહેમાનુલ્લા ગુરબાઝ, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, સુનીલ નારાયણ, સુયશ શર્મા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, વેંકટેશ ઐયર.

લખનૌ સુપર જાયન્ટ્સ: અમિત મિશ્રા, આયુષ બદોની, દીપક હુડા, દેવદત્ત પડિકલ, કે ગૌતમ, કેએલ રાહુલ, ક્રુણાલ પંડ્યા, કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઇનિસ, માર્ક વૂડ, મયંક યાદવ, મોહસીન ખાન, નવીન ઉલ હક, નિકોલસ પૂરન, પ્રેરક માંકડ, ક્વિન્ટન ડી કોક, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, યુદ્ધવીર .

મુંબઈ ઈન્ડિયન્સ: આકાશ મધવાલ, અર્જુન તેંડુલકર, ડેવાલ્ડ બ્રુઈસ, ઈશાન કિશન, જેસન બેહરેનડોર્ફ, જસપ્રિત બુમરાહ, કુમાર કાર્તિકેય સિંહ, તિલક વર્મા, નેહલ વાઢેરા, પીયૂષ ચાવલા, રોહિત શર્મા, રોમારીયો શેફર્ડ, શમ્સ મુલાની, સૂર્ય કુમાર યાદવ, ડેવિડ ટિમ. વિષ્ણુ વિનોદ, હાર્દિક પંડ્યા

પંજાબ કિંગ્સ: અર્શદીપ સિંહ, અથર્વ તાયડે, હરપ્રીત બ્રાર, હરપ્રીત ભાટિયા, જીતેશ શર્મા, જોની બેરસ્ટો, કાગિસો રબાડા, લિયામ લિવિંગસ્ટોન, નાથન એલિસ, પ્રભસિમરન સિંહ, રાહુલ ચહર, ઋષિ ધવન, સેમ કુરાન, શિખર ધવન, શિવમ સિંહ, સિકંદર રઝા , વિદાવથ કાવરપ્પા

રાજસ્થાન રોયલ્સ: એડમ ઝમ્પા, અવેશ ખાન, ધ્રુવ જુરેલ, ડોનોવન ફરેરા, જોસ બટલર, કુલદીપ સેન, કૃણાલ રાઠોડ, નવદીપ સૈની, પ્રસિદ્ધ કૃષ્ણ, આર અશ્વિન, રાયન પરાગ, સંદીપ શર્મા, સંજુ સેમસન, સિમરન હેટમાયર, ટ્રેન્ટ બોલ્ટ, યશસ્વી જયસ્વાલ , યુઝવેન્દ્ર ચહલ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ આકાશદીપ, અનુજ રાવત, દિનેશ કાર્તિક, ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ, હિમાંશુ શર્મા, કર્ણ શર્મા, મહિપાલ લોમરોર, મનોજ ભંડાગે, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, રાજન કુમાર, રજત પાટીદાર, રીસ ટોપલી, સુયશ પ્રભુદેસાઈ, રજત પટેલ કોહલી, વિશાક વિજય કુમાર, વિલ જેક્સ, કેમેરોન ગ્રીન.

સનરાઈઝર્સ હૈદરાબાદ: અબ્દુલ સમદ, અભિષેક શર્મા, એડન માર્કરામ, અનમોલપ્રીત સિંહ, ભુવનેશ્વર કુમાર, ફઝલહક ફારૂકી, ગ્લેન ફિલિપ્સ, હેનરિક ક્લાસેન, માર્કો જેન્સન, મયંક અગ્રવાલ, મયંક માર્કંડે, નીતિશ કુમાર રેડ્ડી, રાહુલ ત્રિપાઠી, સનવીર સિંહ, શાહબાઝ અહેમદ, ટી. નટરાજન, ઉમરાન મલિક, ઉપેન્દ્ર સિંહ યાદવ, વોશિંગ્ટન સુંદર.

આ પણ વાંચો — Rohit Sharma : રોહિત શર્માને સુકાનીપદેથી હટાવ્યાના એક કલાકમાં જ મુંબઈ ઈન્ડિયન્સને મોટું નુકસાન થયું!

 

Whatsapp share
facebook twitter