+

કોહલીના નિશાના પર તેંડુલકરનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ

વિરાટ કોહલીએ ભલે સચિન તેંડુલકરનો ODI ક્રિકેટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હોય, પરંતુ હવે તે વધુ મુશ્કેલ રેકોર્ડ પર નિશાન સાધી રહ્યો છે. એક કેલેન્ડર વર્ષમાં…

વિરાટ કોહલીએ ભલે સચિન તેંડુલકરનો ODI ક્રિકેટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હોય, પરંતુ હવે તે વધુ મુશ્કેલ રેકોર્ડ પર નિશાન સાધી રહ્યો છે. એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. 1998માં સચિન તેંડુલકરે સૌથી વધુ 9 સદી ફટકારી હતી. જ્યારે વિરાટ કોહલીએ 2023માં વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ સુધી કુલ 6 સદી ફટકારી છે. એટલે કે તેને હવે સચિનના રેકોર્ડની બરાબરી કરવા માટે 3 સદી અને રેકોર્ડ તોડવા માટે 4 સદીની જરૂર છે.

2023માં વિરાટ વધુ કેટલી ODI મેચ રમી શકશે?

હવે સવાલ એ ઊભો થાય છે કે વિરાટના હાથમાં હજુ કેટલી મેચ બાકી છે જેમાં તે સદી ફટકારી શકે અને એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સદીનો સચિનનો વર્લ્ડ રેકોર્ડ તોડી શકે. ન્યૂઝીલેન્ડને હરાવીને ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી ગઈ છે. એટલે કે વર્લ્ડ કપની એક મેચ હજુ બાકી છે. આ પછી, ભારતીય ક્રિકેટ ટીમ ડિસેમ્બર મહિનામાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમશે. આ ત્રણેય મેચ 17, 19 અને 21 ડિસેમ્બરે રમાશે. એટલે કે એકંદરે, આગામી 6 અઠવાડિયામાં, વિરાટ કોહલી કુલ 4 વધુ ODI મેચ રમી શકે છે, જેમાં તેણે દરેક મેચમાં સદી ફટકારવી પડશે, તો જ તે સચિનનો સૌથી વધુ સદીનો વર્લ્ડ રેકોર્ડ તોડી શકશે.

શું વિરાટ કોઈના રેકોર્ડની બરાબરી કરી શકશે ?

જો વિરાટ કોહલી આ વર્ષે રમાનારી આગામી ચાર ODI મેચોમાંથી કોઈપણ બેમાં સદી ફટકારે છે તો તે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સદી ફટકારવાના સૌરવ ગાંગુલી, રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના ખેલાડી ડેવિડ વોર્નરના રેકોર્ડને તોડી નાખશે. રોહિત શર્મા, સૌરવ ગાંગુલી અને ડેવિડ વોર્નરના નામે 7 સદી છે અને વિરાટે આ વર્ષે 6 સદી ફટકારી છે. જો વિરાટ ચારમાંથી કોઈપણ એક મેચમાં સદી ફટકારે છે તો તે રોહિત શર્મા, સૌરવ ગાંગુલી અને ડેવિડ વોર્નરના 7 સદીના રેકોર્ડની બરાબરી કરશે. વિરાટનો એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ 6 છે, જે તેણે 2023 પહેલા 2017 અને 2018માં પણ બનાવ્યો હતો.

આ પણ વાંચો – World Cup 2023 : PCB ના અધ્યક્ષ ઝકા અશરફ અમદાવાદ પહોંચ્યા, વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોશે

આ પણ વાંચો – રોહિત અને વિરાટ, બંનેના નામ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં નોંધાશે, પરંતુ કારણો હશે અલગ

આ પણ વાંચો – WC Final : ફાઈનલને ભવ્ય બનાવવાની તૈયારીઓ, મેચ જોવા આવી શકે છે PM મોદી અને ધોની, મેચ પહેલા એર શો યોજાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Whatsapp share
facebook twitter