+

11 વર્ષ બાદ આખરે ભારતનું ICC ટ્રોફી જીતવાનું સપનું થશે સાકાર! ખાસ સંયોગોનો સમજો ઈશારો

ICC T20 WORLD CUP 2024 : ભારતીય ટીમ હાલ અમેરિકા અને વેસ્ટ ઇન્ડીસમાં ચાલી રહેલ T20 વિશ્વકપમાં જીત તરફ અગ્રેસર છે. ભારત હાલ પોતાના ગ્રુપમાં 7 પોઈન્ટ સાથે ટોપ ઉપર…

ICC T20 WORLD CUP 2024 : ભારતીય ટીમ હાલ અમેરિકા અને વેસ્ટ ઇન્ડીસમાં ચાલી રહેલ T20 વિશ્વકપમાં જીત તરફ અગ્રેસર છે. ભારત હાલ પોતાના ગ્રુપમાં 7 પોઈન્ટ સાથે ટોપ ઉપર છે અને ભારતની ટીમ સુપર 8 માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો હવે ટીમ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બને અને વિશ્વકપ ઘરે લઈને આવે તેવી આશા રાખી રહ્યા છે. ત્યારે ભારતીય ટીમ સાથે એક ગજબ સંયોગ વર્ષ 2007 ના વિશ્વકપ સાથે થયો છે, જેને જોઈને હવે લાગે છે ભારત વર્ષ 2007 ની જેમ વર્ષ 2024 માં પણ આ ચેમ્પિયન બનશે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

વર્ષ 2007 અને વર્ષ 2024 વચ્ચે ગજબ સંયોગ

ગઈકાલે કેનેડા સામે T20 વર્લ્ડ કપ 2024 ની ભારતની અંતિમ ગ્રુપ મેચ ખરાબ આઉટફિલ્ડને કારણે એક પણ બોલ રમ્યા વિના રદ કરવામાં આવી હતી. મેચ રદ થવાના કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો હતો. જેના સાથે ભારતના ચાર મેચમાં ત્રણ જીત અને એક મેચ રદ થવાને કારણે 7 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંકે છે. ભારતીય ટીમે છેલ્લે 2007માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. અહી સંયોગ એમ છે કે, વર્ષ 2007 ના ટુર્નામેન્ટમાં પણ ભારતની એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. ગ્રુપ રાઉન્ડમાં ભારતનો સામનો સ્કોટલેન્ડ સામે થવાનો હતો. પરંતુ વરસાદના કારણે મેચ રમાઈ શકી ન હતી. હવે 17 વર્ષ બાદ ટી20 વર્લ્ડ કપમાં ભારતની કોઈપણ મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ છે. હવે આ સંયોગનો ઈશારો શું ભારતના ચેમ્પિયન બનવા સાથે છે કે નહીં તેનો જવાબ તો સમય જ આપશે.

11 વર્ષથી ભારતને ICC ટ્રોફીની રાહ

ભારતીય ટીમ વર્ષ 2013 મહેન્દ્ર સિંહ ધોનીની સુકાનીમાં છેલ્લી વખત ICC ટ્રોફી જીતી હતી. વર્ષ 2013 માં ભારતે ઇંગ્લૈંડને ફાઇનલમાં હરાવીને ચેમ્પિયનસ ટ્રોફી જીતી હતી. તે પહેલા વર્ષ 2011 ભારત વન ડે વિશ્વકપ જીત્યો હતો. વર્ષ 2013 બાદ ભારત 5 વખત ફાઈનલ મેચ હારી ચૂક્યું છે. આમાં 2014 T20 વર્લ્ડ કપ, 2017 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2023 ODI વર્લ્ડ કપ તેમજ 2021 અને 2023 ટેસ્ટ ચેમ્પિયનશિપની ટાઇટલ મેચોનો સમાવેશ થાય છે. હવે ભારતને આઇસીસી ટ્રોફી જીત્યાને 11 વર્ષ થઈ ગયા છે. ત્યારે સૌ લોકો ભારત આ વર્ષે ટ્રોફી પોતાના નામે કરે તેવી આશા સેવી રહ્યા છે.

આ પણ વાંચો : T20 World Cup 2024 માં અત્યાર સુધી 10 ટીમો થઈ બહાર, આ સૌથી નબળી ટીમ સુપર-8માં પહોંચી

Whatsapp share
facebook twitter