+

BIHAR : પટના પાસે ગંગા દશેરાના દિવસે જ બોટ ગંગામાં ડૂબી, 17 લોકો ડૂબ્યા

પટનામાંથી હવે મોટા અકસ્માતની ઘટના સામે આવી રહી ગંગા નદીમાં બોટ પલટી જતાં 17 લોકો ડૂબ્યા લોકો ઉમાનાથ ઘાટ પર ગંગા સ્નાન કરવા ગયા હતા આજે ગંગા દશેરા હોવાના કારણે…
  • પટનામાંથી હવે મોટા અકસ્માતની ઘટના સામે આવી રહી
  • ગંગા નદીમાં બોટ પલટી જતાં 17 લોકો ડૂબ્યા
  • લોકો ઉમાનાથ ઘાટ પર ગંગા સ્નાન કરવા ગયા હતા
  • આજે ગંગા દશેરા હોવાના કારણે હતી વધારે ભીડ

BIHAR : બિહારના  (BIHAR) પટનામાંથી હવે મોટા અકસ્માતની ઘટના સામે આવી રહી છે. પટના નજીક બાધ વિસ્તારમાં ગંગા દશેરાના દિવસે ગંગા નદીમાં બોટ પલટી જતાં 17 લોકો ડૂબી ગયા હતા. જેમાંથી 11 લોકો તરીને બહાર આવ્યા હતા. હાલમાં 6 લોકો ગુમ થયાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર, આ લોકો ઉમાનાથ ઘાટ પર ગંગા સ્નાન કરવા ગયા હતા.નોંધનીય છે કે, આજરોજ ગંગા દશેરા હોવાના કારણે ગંગા સ્નાન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અહીં ગંગાના બંને કાંઠે ભક્તોની ભીડ હતી.આ દરમિયાન એક હોડી કાબૂ બહાર ગઈ અને ગંગાની વચ્ચે ડૂબી ગઈ.

બચાવ કાર્યની ટીમ ડૂબેલા લોકોનના બચાવ કામમાં લાગી

બિહારના (BIHAR) પટના બાજુ કો ઉમાનાથ ઘાટ પર ગંગા દશેરાના દિવસે હોળી પાણીમાં ડૂબતા સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી.બોટ ડૂબવાની ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શરૂઆતમાં સ્થાનિક ડાઇવર્સ ડૂબી ગયેલા લોકોને શોધવામાં વ્યસ્ત હતા, બાદમાં SDRF ટીમને બોલાવવામાં આવી હતી. હાલ બધી ટીમો ડૂબી ગયેલા લોકોના બચાવ કામમાં લાગી છે.

આ પણ વાંચો : JAMMU & KASMIR : આતંકીઓની હવે ખેર નહીં! NSA અજીત ડોભાલ, IB અને RAW ચીફ સાથે અમિત શાહની ખાસ બેઠક

આ પણ વાંચો : SLEEPER VANDE BHARAT TRAIN : હવે સ્લીપર વંદે ભારત ટ્રેન પણ થશે લોન્ચ, આધુનિક સુવિધાઓથી હશે સજ્જ

Whatsapp share
facebook twitter