+

KARNATAKA: 20 કલાકની મહેનત રહી સફળ, બોરવેલમાં પડેલા માસૂમ બાળકનો બચાવ

KARNATAKA: કર્ણાટક લાચયાન ગામમાં આવેલા એક બોરવેલમાં 2 વર્ષનું બાળક પડી ગયું હતું. મળતી વિગતો પ્રમાણે 20 કલાકની લગાતાર મહેનત બાદ આજે ગુરુવારે બાળકને બહાર કાઢી લેવામાં આવ્યું છે. SDRF…

KARNATAKA: કર્ણાટક લાચયાન ગામમાં આવેલા એક બોરવેલમાં 2 વર્ષનું બાળક પડી ગયું હતું. મળતી વિગતો પ્રમાણે 20 કલાકની લગાતાર મહેનત બાદ આજે ગુરુવારે બાળકને બહાર કાઢી લેવામાં આવ્યું છે. SDRF અને NDRFના જવાનોએ બાળકને સફળતાપૂર્વક બચાવી લીધું છે. ઘટનાના વિડિયોમાં લોકો ઉજવણી કરી રહ્યાં છે તે વચ્ચે રેસ્ક્યૂ ટીમ બાળકને બોરવેલમાંથી બહાર કાઢતી જોવા મળે છે.

SDRF અને NDRFના જવાનોએ બાળકને બચાવી લીધું

નોંધનીય છે કે, કાદવમાં ઢંકાયેલા બાળકને તાત્કાલિક સ્ટ્રેચર પર એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો જે તબીબી ટીમ સાથે સ્થળ પર હાજર હતી. આ પહેલા રેસ્ક્યુ ટીમ બોરવેલમાં બાળક સુધી પહોંચવામાં સફળ રહી હતી અને બાળક જીવિત હોવાની પુષ્ટિ કરી હતી. આ ઘટના મામલે પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, બાળકના પિતા સતીશ મુજાગોંડની 4 એકર જમીનમાં બોરવેલ ખોદવામાં આવ્યો હતો.

બાળક ઘર પાસે રમતા રમતા કૂવામાં લપસી ગયું હતું

મળતી વિગતો પ્રમાણે દોઢ વર્ષનું માસુમ બાળક લગભગ 16 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયું. આ દરમિયાન ત્યાંથી પસાર થતા લોકોએ બોરવેલમાંથી રડવાનો અવાજ સાંભળ્યો હતો. જેથી ઘટનાની જાણ થતાની સાથે બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. વિજયપુરા જિલ્લામાં બુધવારે એક બે વર્ષનું છાકરો તેના ઘર પાસે રમતા રમતા કૂવામાં લપસી ગયું હતું. અનુમાન લગાવવામાં આવ્યું હતું કે સાત્વિક મુજાગોંડ નામનો બાળક 15 થી 20 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ ગયો હશે. સવારે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન તેને રડવાનો અવાજ સંભળાયો હતો.

બચાવ કાર્યમાં આ અધિકારીઓ પણ હાજર રહ્યા

તમને જણાવી દઈએ કે, બચાર કાર્ય બુધવારે સાંજે 06:30 વાગે શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બાળકને બહાર કાઢવા માટે પોલીસ ટીમ, રેવન્યૂ અધિકારી, પંચાયતના સભ્યો, ફાયર વિભાગ અને ઈમરજન્સી સર્વિસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે માહિતી આપી હતી કે બાળકને ઓક્સિજન પહોંચાડવા માટે કૂવામાં પાઇપ નાખવામાં આવી છે. બચાવ કામગીરી ઝડપી બનાવવા માટે ટ્યુબવેલ ડ્રિલિંગ કામદારોને પણ બોલાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Karnataka : રમતા રમતા 16 ફૂટ ઊંડા બોરવેલમાં દોઢ વર્ષનો માસૂમ બાળક પડ્યો, બચાવ કામગીરી ચાલુ…

આ પણ વાંચો: Agni Missile : બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ પ્રાઇમનું સફળ પરીક્ષણ, રક્ષા મંત્રીએ અભિનંદન પાઠવ્યા…

Whatsapp share
facebook twitter