+

લંડનમાં ભારત અને પાકિસ્તાનના Businessman આમને-સામને, જાણો શું કારણ છે?

London Businessman: બ્રિટેનની રાજધાની લંડનમાં મેયરના પદ માટે દિલ્હીના મૂળના ઉદ્યોગપતિ પણ રેસમાં આવ્યા છે. નોંધનીય છે કે, આગામી 2 મે ના રોજ બ્રિટનમાં લોકો મતદાન કરવાના છે. મેયર પદની…

London Businessman: બ્રિટેનની રાજધાની લંડનમાં મેયરના પદ માટે દિલ્હીના મૂળના ઉદ્યોગપતિ પણ રેસમાં આવ્યા છે. નોંધનીય છે કે, આગામી 2 મે ના રોજ બ્રિટનમાં લોકો મતદાન કરવાના છે. મેયર પદની રેસમાં સામેલ ભારતીય મૂળના ઉમેદવાર તરુણ ગુલાટીનું કહેવું છે કે લંડનના નાગરિકોને તમામ પક્ષોએ નિરાશ કર્યા છે. એટલા માટે તે લંડનની જવાબદારી લેવા માંગે છે જેથી તે અનુભવી સીઈઓની જેમ શહેરનું સંચાલન કરી શકે. તમને જણાવી દઈએ કે તરુણ ગુલાટી લેબર પાર્ટીના નેતા અને પાકિસ્તાની મૂળના સાદિક ખાન સામે ચૂંટણી લડી રહ્યા છે.

63 વર્ષીય ગુલાટી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે

લંડનના અત્યારના મેયરની વાત કરવામાં આવે તો સાદિક ખાન પહેલા મુસ્લિમ મેયર જ નહીં પરંતુ યૂરોપિયન યૂનિયનમાં કોઈ દેશની રાજધાનીના પહેલા મુસ્લિમ મેયર છે. ઉલ્લેખનીય છે કે, તેમણે 2016માં તેમના હરીફ અને કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર જેક ગોલ્ડસ્મિથને હરાવ્યા હતા. પરંતુ અત્યાર ભારત મૂળના એક વ્યક્તિ આ ચૂંટણીમાં જંપલાવી રહ્યા છે. દિલ્હીમાં જન્મેલા ઉદ્યોગપતિ તરૂણ ગુલાટીનું કહેવું છે કે, તે લંડનમાં ખૂબ જ જરૂરી અને આકર્ષક રોકાણ કરીને શહેરની કિસ્મતને પુનર્જીવિત કરવા માંગે છે. 63 વર્ષીય ગુલાટી 2 મેના રોજ યોજાનારી ચૂંટણી માટે અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા છે. તેમના સિવાય કુલ 13 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

તમે બધા મારી યાત્રાનો હિસ્સો બનશોઃ તરૂણ ગુલાટી

ગુલાટીએ તાજેતરમાં આપેલા ચૂંટણીલક્ષી ભાષણમાં કહ્યું કે, ‘”હું લંડનને એક અનન્ય વૈશ્વિક શહેર તરીકે જોઉં છું જ્યાં વિવિધ સંસ્કૃતિઓ ખીલે છે.’ તેમણે રેલીમાં લંડનવાસિયોને સંબોધિત કરતા કહ્યું કે, ‘મેયર તરીકે, હું રોકાણકારો માટે શ્રેષ્ઠ પસંદગી કરવા માટે લંડનની બેલેન્સ શીટનું પુનર્ગઠન કરીશ. તમામ લંડનવાસીઓની સલામતી અને સમૃદ્ધિનું રક્ષણ કરવામાં આવશે. હું અનુભવી સીઈઓની જેમ લંડનને સારી દિશામાં બદલીશ અને ચલાવીશ. લંડન એક એવું શહેર હશે જ્યાં નફો એટલે સૌની સુખાકારી. તમે બધા મારી યાત્રાનો હિસ્સો બનશો.’

જાણો કોણ છે તરૂણ ગુલાટી?

તરૂણ ગુલાટીનો જન્મ દિલ્હીમાં થયો હતો પરંતુ તેઓ છેલ્લા 20 વર્ષથી લંડનમાં રહે છે. લંડનમાં મેયર પદ માટે અપક્ષ ઉમેદવાર તરીકે ગુલાટીને શહેરના રાજકારણીઓ અને પક્ષો પ્રત્યે ભારે નારાજગી છે. તેઓનું કહેવું છે કે, તેઓ લંડનવાસીઓ માટે કંઈક ખાસ કરવામ માંગે છે. તેમનો એવો દાવો પણ કર્યો છે કે, વર્તમાન મેયરે લંડનને સંપૂર્ણ રીતે સ્થગિત કરી દીધું છે અને જો તેઓ ચૂંટણી જીતશે તો તેઓ રાજધાનીની શેરીઓમાં સંપૂર્ણ કાયાપલટ કરશે. તેમણે ચૂંટણીને તેમની મુખ્ય પ્રાથમિકતા “લંડનને ફરીથી ખસેડવાનું” બનાવ્યું.

જાણો કોણ છે સાદિક ખાન?

તરુણ ગુલાટીએ વર્તમાન મેયર અને પાકિસ્તાની મૂળના સાદિક ખાનને ચૂંટણીમાં પડકાર ફેંક્યો છે. તેમણે વર્તમાન લેબર પાર્ટીના ઉમેદવાર સાદિક ખાન પર શહેરમાં અપ્રિય નીતિઓ આગળ ધપાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે શહેરના રસ્તાઓ પર લોકોની સુરક્ષા તેમના માટે પ્રથમ પ્રાથમિકતા છે. વચનોમાં મહિલાઓ માટે રાત્રિના સમયે રસ્તા પર ચાલવા માટે સલામત બનાવવા, લૂંટારુઓ અને ચોરો સામે કડક કાર્યવાહી અને રાત્રિ પેટ્રોલિંગને મજબૂત બનાવવા વગેરેનો સમાવેશ થાય છે. તરુણ ગુલાટી મેયર પદ માટે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર સુસાન હોલથી પણ એટલા જ નારાજ છે.

આ પણ વાંચો: London: વિદેશમાં રહીને પણ BJP ને સમર્થન, લંડનની ગલીઓમાં મોદી-મોદીના નારા

આ પણ વાંચો: JUSTICE FOR NEHA : ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ નેહાના ન્યાય માટે પ્રદર્શન

આ પણ વાંચો: Pakistan: શું બર્ગર કોઇનો જીવ લઈ શકે? પાકિસ્તાનમાં બની ચોંકાવનારી વારદાત

Whatsapp share
facebook twitter