+

Update : China માં ભારે વરસાદને કારણે હાઈવે તૂટી પડ્યો, 36 લોકોના મોત…

દક્ષિણ ચીન (China)માં ભારે વરસાદને કારણે એક હાઇવેનો એક ભાગ તૂટી પડવાથી ઓછામાં ઓછા 36 લોકો માર્યા ગયા હતા, જેમાં ઘણી કાર ઢોળાવ પરથી નીચે પટકાઈ હતી. મેઇઝોઉ શહેરના વહીવટીતંત્રે…

દક્ષિણ ચીન (China)માં ભારે વરસાદને કારણે એક હાઇવેનો એક ભાગ તૂટી પડવાથી ઓછામાં ઓછા 36 લોકો માર્યા ગયા હતા, જેમાં ઘણી કાર ઢોળાવ પરથી નીચે પટકાઈ હતી. મેઇઝોઉ શહેરના વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, બુધવારે સવારે લગભગ 2 વાગ્યે હાઇવેનો 17.9 મીટર લાંબો ભાગ તૂટી પડ્યો હતો જેના કારણે 23 વાહનો ખાડામાં પડી ગયા હતા. સરકારી નિવેદન અનુસાર આ અકસ્માતમાં 30 લોકો ઘાયલ થયા છે. ગુઆંગડોંગ પ્રાંતના ભાગોમાં છેલ્લા 2 અઠવાડિયામાં વરસાદ અને પૂર તેમજ કરાનો અનુભવ થયો છે.

સ્થળ પર દેખાતા વાહનોના ઢગલા…

તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહના અંતમાં પ્રાંતીય રાજધાની ગુઆંગઝૂમાં તોફાનમાં 5 લોકોના મોત થયા હતા. અહેવાલો અનુસાર, એવું લાગે છે કે વરસાદના કારણે હાઇવેની નીચેની જમીન ખાડામાં ધસાઈ ગઈ હતી અને તેના કારણે રસ્તાનો એક ભાગ પણ અંદર ખાબક્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તેઓએ જોરદાર અવાજ સાંભળ્યો અને પછી તેઓએ ત્યાં એક મોટો ખાડો જોયો. સ્થાનિક મીડિયામાં જાહેર થયેલા વીડિયો અને તસવીરોમાં ઘટનાસ્થળે ધુમાડો અને આગ દેખાઈ રહી છે. આ સાથે સ્થળ પર વાહનોના ઢગલા જોવા મળી રહ્યા છે.

ગુઆંગઝૂમાં શનિવારે તોફાન આવ્યું હતું…

સામે આવેલી તસવીરોમાં હાઇવે પરથી નીચે જતી ઢાળ પર કાર પણ જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે આ પહેલા શનિવારે ગુઆંગઝૂના એક હિસ્સામાં એક દિવસ પહેલા આવેલા વાવાઝોડાએ પણ ઘણી તબાહી મચાવી હતી. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે ડઝનેક લોકો ઘાયલ થયા હતા. વાવાઝોડાને કારણે 140 થી વધુ ઈમારતોને નુકસાન થયું હતું. ચીન (China)ના સરકારી મીડિયામાં જાહેર થયેલા ફોટોઝ જોઈને તબાહીની કલ્પના કરવી મુશ્કેલ ન હતી . વાવાઝોડાને કારણે 33 લોકો ઘાયલ પણ થયા હતા અને સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

આ પણ વાંચો : Kim Jong Un Special Squad: 25 છોકરીઓ સાથે જાતીય સંબંધ બાંધી અમર બનવાની ઘેલછા

આ પણ વાંચો : Colombia: ચોરીની એક અજીબ વારદાત, સપને પણ ના વિચાર્યું હોય તેવી વસ્તુની ચોરાઈ!

આ પણ વાંચો : Pakistan Chandrayaan Mission: ખાવાના ફાંફા અને જવું છે ચંદ્ર પર! શું ભારતની સરખામણી કરશે પાકિસ્તાન?

Whatsapp share
facebook twitter