+

Gujarat Police : IPS અધિકારીઓની બઢતી-બદલીનું કોકડું ક્યાં ગુચવાયું ? જાણો

Gujarat Police : લોકસભા-2024 (Lok Sabha 2024) ની ચૂંટણીને લઈને પોલીસ વિભાગમાં મોટાપાયે અધિકારીઓની બદલી થવાની વાતો છેલ્લાં કેટલાય સપ્તાહથી થઈ રહી છે. સમયાંતરે મીડિયા અને સોશિયલ મીડિયામાં અધિકારીઓની બઢતી-બદલી…

Gujarat Police : લોકસભા-2024 (Lok Sabha 2024) ની ચૂંટણીને લઈને પોલીસ વિભાગમાં મોટાપાયે અધિકારીઓની બદલી થવાની વાતો છેલ્લાં કેટલાય સપ્તાહથી થઈ રહી છે. સમયાંતરે મીડિયા અને સોશિયલ મીડિયામાં અધિકારીઓની બઢતી-બદલી ટૂંક સમયમાં થશે તેમ જણાવાય છે. જો કે, આ બઢતી-બદલીના હુકમો (Promotion Transfer Order) ક્યારે થશે તેની જાણ ખુદ ગૃહ વિભાગ (Home Department) ના અધિકારીઓને પણ નથી. કારણ કે, કેટલાંક મહત્વના સ્થાન પર કયા અધિકારીને મુકવા અને કોની બદલી કરવી તેનો નિર્ણય દિલ્હીથી લેવાય છે. હવે જોવાનું રહ્યું કે, બદલી-બઢતીના હુકમોને દિલ્હીથી ક્યારે ઝંડી મળે છે.

ચૂંટણી પંચ પાસે મુદ્દત લીધી હોવાની ચર્ચા

ચૂંટણી પંચ (Election Commission) ના નિયમોનુસાર કરવામાં આવનારી બદલીઓમાં વિલંબ થઈ રહ્યો હોવાની ઘટના કોઈ નવી નથી. ભૂતકાળમાં અનેક વખત સિનિયર પોલીસ અધિકારીઓની બઢતી-બદલીમાં વિલંબ જોવા મળ્યો છે અને આ કોઈ નવી વાત પણ નથી. એક ચર્ચા અનુસાર ગૃહ વિભાગે (Home Department Gujarat) રાજ્ય પોલીસ બેડામાં ડીવાયએસપી (DySP) અને IPS અધિકારીઓની બદલી કરવા માટે સમય માંગ્યો હતો અને તેની અવધિ એકાદ દિવસ પહેલાં પૂર્ણ થઈ ગઈ છે.

કેમ ચર્ચામાં હોય છે પોલીસની બદલીઓ ?

ગુજરાત સરકાર (Government of Gujarat) માં અનેક વિભાગો અને અધિકારીઓ હોય છે, પરંતુ સૌથી વધુ ચર્ચા પોલીસ વિભાગ અને તેના અધિકારીઓ રહે છે. એક ચા વાળાથી લઈને બિઝનેસમેન સુધીના લોકો તેમના વિસ્તારમાં કયા પોલીસ અધિકારી આવશે અને કોણ જશે તેની ચર્ચા કરતા જોવા મળે છે. પોલીસ અધિકારીઓની બઢતી-બદલીમાં રસ લેવામાં અગ્ર સ્થાને વહીવટદારો હોય છે. નવા અધિકારીનો મલાઈદાર વહીવટ મેળવવા માટે વહીવટદારો અધિકારીની બઢતી-બદલીની સંભાવનાઓને ધ્યાને રાખીને પોતાનું લોબીંગ શરૂ કરી દેતા હોય છે.

બઢતી-બદલીના વિલંબની ખરાબ અસર

બદલીઓનો દોર આવવાની વાત શરૂ થતાંની સાથે જ પોલીસ અધિકારીઓ સ્થાન જાળવી રાખવા અથવા મેળવવા સક્રિય બની જાય છે. મનપસંદ સ્થાન મેળવવા તેમજ જાળવી રાખવા અધિકારીઓ હરિફાઈમાં ઉતરે છે અને તેની સીધી અસર પ્રજાકિય કામો તેમજ કાયદો-વ્યવસ્થા (Law & Order) ની સ્થિતિ પર પડે છે. જિલ્લા પોલીસ વડા (DSP) રેન્જ ડીઆઈજી-આઈજી (Range IG) અને અધિક મહા નિર્દેશક (Additional DGP) કક્ષા અધિકારીઓ જુદાજુદા બહાના હેઠળ ગાંધીનગર અને આકાઓના દરબારમાં દોડાદોડ કરવા લાગ્યા છે. સિનિયર પોલીસ અધિકારીઓની ગેરહાજરીની અસર સીધી પ્રજાની ફરિયાદોના નિકાલ પર પડે છે. સાથે જ તેમના તાબાના અધિકારી-કર્મચારી ગેરહાજરીનો ભરપૂર ગેરલાભ પણ ઉઠાવે છે. સંભવિત બદલીની યાદીમાં પોતાનું નામ હોવાનું અનુમાન લગાવીને મોટાભાગના અધિકારીઓ નીતિ વિષયક નિર્ણયો લેવાનું ટાળી રહ્યાં છે.

Gujarat Police માં મહત્વના સ્થાન ખાલી

ગુજરાત પોલીસ (Gujarat Police) માં એસીબી વડા (ACB Director) નો હોદ્દો અતિ મહત્વનો છે. આ હોદ્દો છેલ્લાં બે વર્ષથી વધારાના ચાર્જમાં ચાલે છે. હોદ્દો મહેસાણા જિલ્લા પોલીસ વડા (Mahesana SP) અચલ ત્યાગી (Achal Tyagi IPS) અને આણંદ જિલ્લા પોલીસ વડા (Anand SP) પ્રવિણ કુમાર (Praveen Kumar IPS) કેન્દ્રમાં પ્રતિ નિયુક્તિ પર ગયા ત્યારથી આ સ્થાન ચાર્જમાં ચાલી રહ્યાં છે. આ ઉપરાંત એડીશનલ ડીજી સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) સહિત અડધો ડઝનથી વધુ ખાલી હોદ્દા ચાર્જથી ચાલી રહ્યાં છે.

કોકડું આ સ્થાનો પર નિમણૂંકને લઈને ગુચવાયું ?

સુરત પોલીસ કમિશનર (Surat Police Commissioner) ના સ્થાનેથી અજય તોમર (Ajay Tomar IPS) નિવૃત્ત થયા હોવાથી જગ્યા ખાલી પડી છે. આ મહત્વના સ્થાન પર નિમણૂંક મેળવવા માટે સિનિયર IPS અધિકારીઓ છેલ્લાં કેટલાંક સપ્તાહથી પ્રયત્નશીલ છે. આ ઉપરાંત અમદાવાદ રેન્જ (Ahmedabad Range) અમદાવાદ ગ્રામ્ય એસપી (Ahmedabad Rural SP) અને DCP અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ના સ્થાને કોને નિમણૂંક આપવી તેનો નિર્ણય દિલ્હીના નેતા લેશે. વી. ચંદ્રશેખર (V Chandrasekhar IPS) પ્રતિ નિયુક્ત પર CBI માં જતાં ખાલી પડેલી સુરત રેન્જ (Surat Range) ખાતે અમદાવાદ રેન્જ DIG પ્રેમવીર સિંઘ (Prem Vir Singh IPS) ની નિમણૂંક નિશ્ચિત મનાય છે. અમદાવાદ ગ્રામ્ય SP અમિત વસાવા (Amit Vasava IPS) CBI માં પ્રતિ નિયુક્તિ પર ગયા હોવાથી તેમનું સ્થાન ખાલી છે. જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલિક (Chaitanya Mandlik IPS) નો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે.

આ પણ વાંચો – Ahmedabad Police : ફેરિયાની દીકરીનું હ્રદયનું ઓપરેશન કરાવનારા PSI ને CP એ શાબાશી આપી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter