+

ACB ની કચેરીમાં સામે પગલે ચાલીને ફરાર PI કેમ હાજર થયા ?

ACB : અમદાવાદના વ્યાજખોરની સોપારીથી ક્રિકેટ સટ્ટા બેટિંગનો કેસ કરી લાખોની લાંચ માગવાના કેસમાં ફરાર પીઆઈની એસીબી (ACB) એ ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. 10 લાખ રૂપિયાની લાંચ…

ACB : અમદાવાદના વ્યાજખોરની સોપારીથી ક્રિકેટ સટ્ટા બેટિંગનો કેસ કરી લાખોની લાંચ માગવાના કેસમાં ફરાર પીઆઈની એસીબી (ACB) એ ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. 10 લાખ રૂપિયાની લાંચ માગવાના કેસ (Bribery Case) માં Gujarat ACB અગાઉ અમદાવાદ સાયબર સેલના બે પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી ચૂકી છે. Ahmedabad Cyber Crime Branch ના પીઆઈ બી. એમ. પટેલ એક સપ્તાહ બાદ સામે ચાલીને એસીબી કચેરી (ACB Office) એ પહોંચ્યા હતા. પીઆઈ બી. એમ. પટેલે (B M Patel) શા માટે સામેથી ધરપકડ વ્હોરી તે જાણવા વાંચો આ અહેવાલ…

ક્રિકેટ સટ્ટાનો કેસ અને કલાકોમાં જામીન

ગત 12 એપ્રિલના રોજ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Cyber Crime Branch) જુગાર અટકાયતી અધિનિયમ 4, 5 હેઠળ એક શખ્સ સામે મોડી રાતે સવા અગિયાર કલાકે ફરિયાદ નોંધી હતી. ફરિયાદ અનુસાર કૉન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, બોડકદેવ સિંધુ ભવનની સામે રહેતો શખ્સ Bullet 24 એપ્લિકેશન થકી લાઈવ મેચ જોઈને સટ્ટો રમાડી-રમી રહ્યો છે. પીએસઆઈ બી. સી. રાજોરા (PSI B C Rajora) સ્ટાફે દરોડો પાડી એક લેપટોપ અને 4 મોબાઈલ ફોન કબજે લીધા હતા. પકડાયેલો શખ્સ ક્રિકેટના લાઈવ સેશનના ભાવ ફોન દ્વારા જણાવી સટ્ટો રમાડતો હોવાનું દર્શાવ્યું હતું. માહિતી અનુસાર ક્રિકેટ સટ્ટાના કેસમાં આરોપીને 12 એપ્રિલની રાતે નવેક કલાકે શાહીબાગ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (Cyber Crime Police Station) ખાતે લાવવામાં આવ્યો હતો. પીએસઆઈ રાજોરા, ASI ગૌરાંગ અને PI પટેલના કથિત વહીવટદાર HC અમથા પટેલે કેસ નહીં કરવા પેટે 50 લાખ રૂપિયા માગ્યા હતા. આરોપીએ આટલી મોટી રકમ આપવાની ના પાડતા આખરે નાની રકમમાં તુરંત જામીન મુક્ત કરવાનો સોદો થયો અને વહેલી પરોઢે 4 કલાકે આરોપીને ઘરે મોકલી આપ્યો હતો.

ચાર્જશીટ વહેલી કરવા 10 લાખની લાંચ

ક્રિકેટ સટ્ટાનો કેસ કર્યા બાદ સાયબર સેલના ભ્રષ્ટ પીઆઈ બાબુભાઇ માનસુંગભાઇ પટેલ એન્ડ કંપનીએ તોડનો સિલસિલો શરૂ કર્યો હતો. ક્રિકેટ બુકીના ફોનમાંથી મળી આવેલા સંપર્કો અને ચેટના આધારે એક પછી એક લોકોને અમદાવાદ સાયબર ક્રાઈમ બાંચ (Cyber Crime Branch Ahmedabad) ખાતે બોલાવવાની અને તોડ કરવાની શરૂઆત થઈ હતી. બુકીને કેસમાંથી જલદી રાહત મળે તે માટે વહેલી ચાર્જશીટ કરવા પેટે પટેલ એન્ડ કંપનીએ લાખો રૂપિયાની લાંચ માગી હતી અને આખરે 10 લાખ નક્કી થયા હતા. અમદાવાદના એક વ્યાજખોરના ઈશારે PI B M Patel એ ક્રિકેટ સટ્ટાનો કેસ કર્યો હોવાથી સાયબર ક્રાઈમના કેસના આરોપીએ Gujarat ACB નો સંપર્ક કર્યો હતો. ગત 3 જૂનના રોજ સાયબર ક્રાઈમ સેલ (Cyber Crime Cell) ના HC અમથા કુવરાભાઇ પટેલ અને ASI ગૌરાંગ દિનેશભાઇ ગામેતી 10 લાખની લાંચ લેવા સિંધુ ભવન હોલ પાસે પહોંચ્યા હતા. જ્યાં Team ACB એ બંને લાંચીયા પોલીસ કર્મચારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા. એસીબીએ ટ્રેપ કરી હોવાની ગંધ આવી જતાં તોડકાંડના મહારથી PI B M Patel ઑફિસ-ઘર છોડીને ફરાર થઈ ગયા હતા.

વકીલોને લાખોની ફી ચૂકવવા માગતા ન હતા

10 લાખની લાંચ લેવાના કેસમાં 3 જૂનની સાંજથી ફરાર થયેલા પીઆઈ બાબુભાઇ માનસુંગભાઇ પટેલ 10 જૂનની બપોરે સામે ચાલીને શાહીબાગ સ્થિત એસીબી કચેરી દોડી આવ્યા હતા. એસીબીને અન્ય કોઈ ઠોસ પૂરાવાઓ હાથ ના લાગે તે માટે પીઆઈ બી. એમ. પટેલે એક સપ્તાહ સુધી છુપાતા રહ્યાં. લાંચ કેસમાં કેટલી રાહત મળી શકે છે તેની જાણકારી મેળવવા પીઆઈ પટેલે પોતાના સાથી અધિકારીઓ અને વકીલો સાથે મીટિંગ કરી હોવાની એક ચર્ચા છે. લાંચ કેસમાં સીધી રીતે સંડોવણી હોવાથી બી. એમ. પટેલને અદાલત (Court) માં રાહત મળે તેવી કોઈ જ સંભાવના ન હતી. ભૂતકાળમાં એસીબીના અનેક આરોપીઓ અદાલતના દ્વાર ખખડાવી ચૂક્યાં છે અને મોટાભાગના આરોપીઓને નિષ્ફળતા જ હાથ લાગી છે. વકીલોને લાખો રૂપિયા ફી ચૂકવ્યા બાદ પણ નિષ્ફળતા હાથ લાગે તેમ હોવાથી પીઆઈ પટેલ સામે ચાલીને એસીબી કચેરીના તપાસ અધિકારી પાસે દોડી ગયા હતા.

આ પણ વાંચો – Gujarat ACB : વ્યાજખોરના ઈશારે PI પટેલે સટ્ટાનો કેસ કર્યો અને તોડ પણ…

આ પણ વાંચો – Rajkot Police : સ્થાનિક પોલીસ જ્યાં ફરકતી ન હતી ત્યાં SMC ની રેડ

Whatsapp share
facebook twitter