+

Bobby Patel : કુખ્યાત જુગારધામ મનપસંદ જીમખાના પર ED કેમ ત્રાટકી ?

Bobby Patel : માનવ તસ્કરી સાથે જોડાયેલા એક વિશાળ નેટવર્ક (Human Smuggling Network) ને ગુજરાત પોલીસે (Gujarat Police) વર્ષ અગાઉ તોડી પાડ્યું છે. વર્ષ અગાઉ SMC એ બોબી પટેલની ધરપકડ…

Bobby Patel : માનવ તસ્કરી સાથે જોડાયેલા એક વિશાળ નેટવર્ક (Human Smuggling Network) ને ગુજરાત પોલીસે (Gujarat Police) વર્ષ અગાઉ તોડી પાડ્યું છે. વર્ષ અગાઉ SMC એ બોબી પટેલની ધરપકડ કરી માનવ તસ્કરીના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ભરત પટેલ ઉર્ફે બોબી પટેલ (Bobby Patel) ઉપરાંત દોઢ ડઝન જેટલાં આરોપીઓના નામ તપાસમાં ખૂલ્યાં હતાં. આ મામલામાં કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) ઝંપલાવી દીધું છે. અમદાવાદ (Ahmedabad) દિલ્હી (Delhi) સુરત (Surat) અને મહેસાણા (Mahesana) માં ચાલેલા ઈડીના સર્ચ ઓપરેશન (ED Search Operation) દરમિયાન 1.50 કરોડ રૂપિયા જેટલી રોકડ, 21 લાખના મૂલ્યનું વિદેશી નાણુ અને કેટલાંક દસ્તાવેજો હાથ લાગ્યા છે. Gujarat Police ના કેસમાં ED એ કેમ ઝંપલાવ્યું વાંચો સમગ્ર અહેવાલ….

વર્ષ 2015થી ચાલતા નેટવર્કનો થયો પર્દાફાશ

ગુજરાતના પટેલ સમાજ (Patel Community) અને ચૌધરી સમાજ (Chaudhary Community) ના વિદેશ વાંચ્છુઓને ગેરકાયદે અમેરિકા મોકલવાનું કૌભાંડ ત્રણ દસકાથી ચાલતું આવે છે. છેલ્લાં એક દસકામાં અમદાવાદનો ભરત પટેલ ઉર્ફે બોબી (Bharat Patel alias Bobby Patel) સૌથી મોટો કબૂતરબાજ બની ગયો હતો. વર્ષ 2015થી લઈને વર્ષ 2022 દરમિયાન સેંકડો ગુજરાતી અને પંજાબીઓને મેકિસકો બોર્ડરથી અમેરિકા (US Mexico Border) માં ઘૂસાડી ચૂક્યો છે. ગુજરાત પોલીસના State Monitoring Cell એ ડિસેમ્બર-2022માં પોલીસ ચોપડે ફરાર બોબી પટેલને પકડી પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. કબૂતરબાજીના મામલામાં એક પછી એક એમ બે FIR (ફરિયાદ) નોંધાઈ હતી. બંને કેસની તપાસમાં મોટાપાયે માનવ તસ્કરી (Human Smuggling) તેમજ કરોડો રૂપિયાની ગેરકાયેદસર લેવડદેવડ અને હવાલાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. જેના આધારે ED એ તપાસ શરૂ કરી તાજેતરમાં દેશભરમાં દરોડા પાડ્યા. અત્રે નોંધનીય છે કે, પેસેન્જર દીઠ 60-75 લાખ, પતિ-પત્નીના 1 કરોડથી 1.25 કરોડ અને બાળક સાથેના દંપતિના સવાથી પોણા બે કરોડ રૂપિયા કબૂતરબાજો વસૂલતા હતા.

કબૂતરબાજ બોબી પટેલ વર્ષથી જેલમાં છે કેદ

ગુજરાતમાં કામ કરતા કબૂતરબાજોમાં પ્રથમ ક્રમે આવતો બોબી પટેલ (Bobby Patel) વર્ષથી જેલના સળિયા ગણી રહ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) બોબી પટેલ, ચરણજીતસિંઘ, અનિલ પટેલ મોખાસણ (Anil Patel Mokhasan) સહિત 18 શખ્સો સામે કબૂતરબાજીનો કેસ નોંધ્યો હતો અને તે કેસમાં અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ થઈ છે. અમેરિકા સ્થિત ચરણજીતસિંઘ (Charanjit Singh) ભારતીયોને US મેક્સિકો બોર્ડર થી ઘૂસણખોરી કરાવવાનું નેટવર્ક સંભાળી રહ્યો છે. બોબી પટેલ જેલમાંથી છૂટવા હાઈકોર્ટે (Gujarat High Court) અને સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના દરવાજા ખખડાવી ચૂક્યો છે. બોબી પટેલના જામીન ના મંજૂર કરી દીધા છે. બોબી પટેલ સાથેની સાંઠગાંઠના કારણે SMC ના તત્કાલિન પીઆઈ જવાહર દહિયા (PI J H Dahiya) ને સસ્પેન્ડ થવું પડ્યું અને જ્યારે અન્ય પીઆઈ ધવલ શિમ્પી (PI D D Shimpi) ને  SMC માંથી હાંકી કઢાયા.

મનપસંદ જીમખાના પર કેમ ED એ સર્ચ કર્યું ?

State Monitoring Cell ની તપાસમાં મોટાપાયે બેનંબરી આર્થિક વ્યવહારો મળી આવ્યા હોવાથી ED એ PMLA (Prevention of Money Laundering Act) હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. Bobby Patel અમદાવાદના દરિયાપુરમાં આવેલા મનપસંદ જીમખાના (Manpasand Gymkhana) નો એક સમયે માલિક રહી ચૂક્યો છે. મનપસંદ જીમખાનાનો એક સમયનો ભાગીદાર પંકજ ખત્રી ઉર્ફે મુન્નો (Pankaj Khatri alias Munno) પણ કબૂતરબાજીના કેસનો આરોપી છે અને તે હાલ વિદેશમાં છુપાયો છે. અન્ય ભાગીદાર ગોવિંદ પટેલ ઉર્ફે ગામા (Govind Patel alias Gama) અને તેના સાળાઓ હાલ મનપસંદ જીમખાના ચલાવે છે. કુખ્યાત જુગારધામ Manpasand Gymkhana સાથે કબૂતરબાજીના આરોપીઓ સંકળાયેલા હોવાથી ED ની ટીમે ગત 19 અને 20 જાન્યુઆરી દરમિયાન સર્ચ કર્યું હતું. અમદાવાદ સહિત દેશભરમાં સર્ચ દરમિયાન કુલ પોણા બે કરોડની મતા અને કરોડો રૂપિયાના વ્યવહારો તેમજ દસ્તાવેજો Team ED ને હાથ લાગ્યા છે.

આ પણ વાંચો – Junagadh Police : મહા તોડકાંડથી SP હર્ષદ મહેતા વાસ્તવમાં હતા અજાણ ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter