+

ગુજરાત સરકારે અગ્નિવીરોને આપી મોટી, આ સરકારી નોકરીઓમાં મળશે લાભ

Agniveer Scheme: ત્યારે Kargil Vijay Diwas પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Agniveer Scheme માં જરૂરી ફેરફાર કર્યા છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે, અમુક લોકો આરોપ લગાવી રહ્યા છે કે, પેંશનના…

Agniveer Scheme: ત્યારે Kargil Vijay Diwas પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Agniveer Scheme માં જરૂરી ફેરફાર કર્યા છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે, અમુક લોકો આરોપ લગાવી રહ્યા છે કે, પેંશનના પૈસા બચાવવા માટે આ યોજનાને શરૂ કરવામાં આવી છે. પરંતુ પ્રધાનમંત્રીએ આ વાતને ખોટી પુરવાર કરવા માટે એક અગ્નિવીર યોજનામાં ખાસ ફેરફાર કર્યા છે.

  • વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવેલી અફવાઓ ખોટી અને નિંદનીય

  • આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં ઘણા નવા સુધારા થઈ રહ્યા છે

  • વિપક્ષી દળોએ તેમના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે

અગ્નિપથ યોજના અને અગ્નિવીર અંગે વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવેલી અફવાઓ ખોટી અને નિંદનીય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેના અને આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં ઘણા નવા સુધારા થઈ રહ્યા છે. અગ્નિપથ યોજના પણ આવી જ એક પહેલ છે. અગ્નિવીરના કારણે ભારતીય સેના વધુ યુવા બનશે. આ યોજના દેશના આવા બહાદુર યુવાનોને તૈયાર કરશે, જેઓ સેનામાં સેવા કર્યા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપશે.

વિપક્ષી દળોએ તેમના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે

સશસ્ત્ર પોલીસ અને SRPની ભરતીમાં ગુજરાત સરકાર અગ્નિવીરને પ્રાથમિકતા આપશે. ત્યારે વડાપ્રધાન મોદીએ Kargil Vijay Diwas ની 25 મી વર્ષગાંઠ પર લદ્દાખ પહોંચ્યા હતાં. અહીં વડાપ્રધાન મોદીએ અગ્નિવીર યોજના અંગે સ્પષ્ટતા આપી હતી. તેમણે આ યોજનાને સેના માટે જરૂરી ફેરફાર ગણાવ્યો હતો. જોકે, વિપક્ષી દળોએ તેમના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગ્નિવીર અંગેના નિવેદનની ટીકા કરી છે. સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે કહ્યું છે કે ભારતની ગઠબંધન સરકાર સત્તામાં આવતાની સાથે જ આ યોજનાને ખતમ કરી દેવામાં આવશે.

 

આ પણ વાંચો: Agniveer Reservations : કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, ITBP માં પણ મળશે અનામતનો લાભ…

Whatsapp share
facebook twitter