+

Gujarat ATS : કયા IPS અધિકારી તરલ ભટ્ટ માટે અમદાવાદ દોડી ગયા ?

Gujarat ATS : ફરજ મોકૂફ પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટ (PI Taral Bhatt) ના કારનામાના કારણે ગુજરાત પોલીસનું માથું શરમથી ઝૂકી ગયું છે. એન્ટી ટેરરિઝમ સ્કવૉડે (Anti Terrorism Squad) જુનાગઢના મહા…

Gujarat ATS : ફરજ મોકૂફ પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટ (PI Taral Bhatt) ના કારનામાના કારણે ગુજરાત પોલીસનું માથું શરમથી ઝૂકી ગયું છે. એન્ટી ટેરરિઝમ સ્કવૉડે (Anti Terrorism Squad) જુનાગઢના મહા તોડકાંડના ફરાર આરોપી તરલ ભટ્ટને અમદાવાદ (Ahmedabad) માંથી ઝડપી લેવાયા છે. મહા તોડકાંડની તપાસ ગુજરાત એટીએસ (Gujarat ATS) માટે એક પડકાર ઉપરાંત બદનસીબી બની ગઈ છે. ભૂતકાળમાં પણ પોલીસ અધિકારીઓ તેમના જ વિભાગના ગુનાહિત માનસિકતા ધરાવતા અધિકારીઓ સામે કાર્યવાહી કરી ચૂકી છે. તરલ ભટ્ટે જુનાગઢ પોલીસ (Junagadh Police) ના PI, હથિયારી ASI અને અન્ય સાથે મળીને રચેલા કાવતરાના પ્રકરણમાં આગામી દિવસોમાં અનેક ઘટસ્ફોટ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આવતીકાલે શનિવારના રોજ Taral Bhatt ને જુનાગઢની અદાલત (Junagadh Court) માં રજૂ કરી રિમાન્ડ માગવામાં આવશે.

કેવી રીતે તરલ ભટ્ટની થઈ ધરપકડ ?

26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસે જુનાગઢ સાયબર ક્રાઈમ સેલ (Junagadh Cyber Crime Cell) ના પીઆઈ એ. એમ. ગોહિલ (PI A M Gohil), માણાવદર સીપીઆઈ (Manavadar CPI) તરલ ભટ્ટ અને એએસઆઈ દિપક જાની (ASI Dipak Jani) સામે બળજબરીથી વસૂલાત કરવા કાવતરૂ રચ્યો હોવાનો ગુનો નોંધ્યો હતો. FIR નોંધાતાની સાથે જ પીઆઈ ભટ્ટ અને પીઆઈ ગોહિલ ફરાર થઈ ગયા હતા. રાજ્ય પોલીસ વડા (Gujarat DGP) વિકાસ સહાયે (Vikas Sahay IPS) કેસની તપાસ Gujarat ATS ને સોંપતા બીજા દિવસે દસ્તાવેજો મળતા કાર્યવાહી શરૂ થઈ હતી. પ્રાથમિક તપાસમાં જ તરલ ભટ્ટ આરોપી હોવાના પૂરાવાઓ મળતા Gujarat ATS એ ફરાર આરોપીઓની શોધખોળ આરંભી આરોપીઓના ઘર-ઓફિસમાં સર્ચ કર્યું હતું. ફરાર આરોપીઓને Gujarat ATS શોધી રહી હતી તે દરમિયાન ચારેક દિવસ બાદ માહિતી મળી કે, તરલ ભટ્ટ અમદાવાદમાં છે. તરલ ભટ્ટ જે કારનો ઉપયોગ કરી રહ્યાં હતા તેનો નંબર અને માહિતી હાથ લાગતા Gujarat ATS તેમના સુધી પહોંચી ગઈ.

ધરપકડથી બચવા Taral Bhatt બે રાજ્યનો પ્રવાસ ખેડ્યો

મહા તોડકાંડની તપાસ ઉચ્ચ સ્તરેથી Gujarat ATS ને સોંપતા જ આરોપી તરલ ભટ્ટના હોશકોશ ઊડી ગયા હતા. પોલીસ ધરપકડથી બચવા તેમજ પૂરાવાઓનો નાશ કરવા-સગેવગે કરવા તરલ ભટ્ટે પાંચેક દિવસ પહેલાં ગુજરાત છોડી દીધું હતું. જુનાગઢથી નીકળેલા 627 કિમીનું અંતર કાપી તરલ ભટ્ટ સૌ પ્રથમ રાજસ્થાનના નાથદ્વારા (Nathdwara) ખાતે પહોંચ્યા હતા. ત્યાં એકાદ-બે દિવસનું રોકાણ કર્યા બાદ 428 કિમીનો પ્રાવસ ખેડી Taral Bhatt મધ્ય પ્રદેશ ઈન્દોર (Indore) પહોંચ્યા હતા. જ્યાં બે દિવસનું રોકાણ કર્યા બાદ તેઓ 387 કિમીનો પ્રવાસ ખેડી અમદાવાદ પહોંચ્યા હતા. ધરપકડથી બચવા Taral Bhatt એ 1400 કિમીથી વધુનો પ્રવાસ ખેડ્યો હતો.

કરોડોના મહા તોડકાંડનો શું હતો ખેલ ?

ગુજરાત પોલીસ (Gujarat Police) માં ફરજકાળ દરમિયાન અનેકકાંડ કરી ચૂકેલાં પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટ (PI Taral Bhatt) અને તેમની પડખે ચઢેલાં જુનાગઢ સાયબર ક્રાઈમ સેલ ના પીઆઈ એ. એમ. ગોહિલ અને એએસઆઈ દિપક જાનીએ એક કાંડ રચ્યો હતો. તરલ ભટ્ટએ આપેલી 335થી વધુ જુદાજુદા બેંક એકાઉન્ટની માહિતીના આધારે સાયબર ક્રાઈમ સેલના પીઆઈ એ. એમ. ગોહિલે CRPC 91 અને CRPC 102 હેઠળ નોટિસ કાઢી તમામ બેંક એકાઉન્ટ સ્થગિત (Bank Account Freeze) કરાવી દીધા હતા. બેંક એકાઉન્ટ કાર્યરત (Bank Account Unfreeze) કરવા માટે પ્રત્યેક બેંક એકાઉન્ટ ધારક પાસેથી 20-20 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ તમામ હક્કિત એક અરજદારની રજૂઆતમાં સામે આવી હતી. જુનાગઢ રેન્જ ડીઆઈજી (Junagadh Range DIG) નિલેશ જાજડીયા (Nilesh Jajadia IPS) એ આ મામલે તપાસ સોંપતા ત્રણેય પોલીસ અધિકારીઓ અને અન્ય સામે જુનાગઢ બી ડિવિઝન પોલીસે (Junagadh Police Station) 26 જાન્યુઆરીના રોજ ગુનો નોંધ્યો હતો.

Gujarat ATS ખાતે ખુદ DGP દોડી ગયા

છેલ્લાં કેટલાંક દિવસોથી આવી રહેલા મહા તોડકાંડના સમાચારોથી Gujarat Police ની છબી ખૂબ ખરડાઈ છે. તોડકાંડના સૂત્રધાર મનાતા ફરાર તરલ ભટ્ટ હાથમાં આવી જતાં Gujarat ATS એ હાશ અનુભવી હતી. આ સમાચાર મળતાની સાથે DGP વિકાસ સહાય ખુદ અમદાવાદ સ્થિત Gujarat ATS ની ઓફિસે બપોરે પહોંચી ગયા હતા. એકાદ કલાક સુધી Gujarat ATS ખાતે રોકાયેલા વિકાસ સહાયે (Deepan Bhadran IPS) સાથે કેસની તપાસને લઈને ચર્ચા કરી હતી. આ ઉપરાંત ખુદ DGP વિકાસ સહાયે આરોપી તરલ ભટ્ટની પણ પૂછપરછ કરી સમગ્ર મામલાનું મૂળ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો – Ahmedabad Police : એક સપ્તાહમાં બે PI ની બદલી, જાણો શું છે કારણો ?

આ પણ વાંચો – Warli Painting : બજેટની બેગ પર ‘વારલી પેઇન્ટિંગ’, જાણો પરંપરાગત અને હજારો વર્ષ જૂની ચિત્રકળા વિશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter