+

VADODARA : જરૂરીયાતમંદ મતદારોને પોલીસનો સહારો

VADODARA : વડોદરા (VADODARA) માં આજે લોકસભા (LOKSABHA) અને વિધાનસભા (VIDHANSABHA) ની ચૂંટણી માટે મતદાન (VOTING) યોજાઇ રહ્યું છે. ત્યારે વડોદરાના અનેક મથક પર પહોંચેલા જરૂરીયાતમંદ મતદારોને પોલીસ જવાનોએ સહારો…

VADODARA : વડોદરા (VADODARA) માં આજે લોકસભા (LOKSABHA) અને વિધાનસભા (VIDHANSABHA) ની ચૂંટણી માટે મતદાન (VOTING) યોજાઇ રહ્યું છે. ત્યારે વડોદરાના અનેક મથક પર પહોંચેલા જરૂરીયાતમંદ મતદારોને પોલીસ જવાનોએ સહારો આપીને મતદાન કરાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ચૂંટણી ટાણે બંદોબસ્તમાં હાજર પોલીસ (VADODARA POLICE) જવાનો દ્વારા કરવામાં આવતા સેવા કાર્યની લોકો સરાહના કરી રહ્યા છે.

સેવા કાર્યની સરાહના

આજે વડોદરામાં વહેલી સવારથી જ મતદાન મથકો પર મોટી સંખ્યામાં લોકોની કતારો જોવા મળી રહી છે. તેવા સમયે કેટલાક મતદાન મથકો પર પહોંચ્યા બાદ જરૂરીયાતમંદ લોકોને વાહનમાંથી બહાર કાઢવાથી લઇને મતદાન મથકમાં અંદરસુધી લઇ જવા માટે સહારાની જરૂર જણાતી હતી. આવા સમયે ફરજ પરના પોલીસ જવાનોએ ક્ષણભરનો વિચાર કર્યા વગર તેમને ટેકો આપ્યો છે. અને લોકો મતદાન કરી શકે તેવી સુવિધા કરી આપી છે. જેને લઇને પોલીસ જવાનોના સેવા કાર્યની સરાહના થઇ રહી છે.

સહારો બનીને પોલીસ જવાનો પહોંચી જતા

શહેરના સિટી પોલીસ મથક, કપુરાઇ પોલીસ મથક, રાવપુરા પોલીસ મથક અને નવાપુરા પોલીસ મથક વિસ્તારમાં આવતી શાળાઓમાં આ દ્રશ્યો સર્જાયા છે. ખાસ કરીને સિનિયર સીટીઝન અને દિવ્યાંગ મતદારોને અન્ય કોઇની સહાયની જરૂર પડતી હતી. તેવા સમયે મતદાન મથક પર તેમની માટે સહારો બનીને પોલીસ જવાનો પહોંચી જતા હતા. આમ, અનેક જરૂરીયાતમંદ મતદારોને પોલીસે સહારો આપીને શાંતિથી મતદાન કરી શકે તેવું વાતાવરણ પુરૂ પાડ્યું હતું. પોલીસના આ સેવાકાર્યની ખુબ સરાહના થઇ રહી છે.

પોલીસ પ્રજાનો મિત્ર

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ જવાનોનો મતદાન મથક પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાના કારણે તેઓનું પહેલા જ મતદાન થઇ ચુક્યું છે. પોતે મતદાન કરી લીધા બાદ હવે તેઓ અન્યને મતદાન કરવા માટે મદદ કરી રહ્યા છે. આમ, પોલીસ જવાનો વધુ એક વખત પ્રજાનો મિત્ર હોવાની પંક્તિ સાકાર કરતા નજરે પડ્યા છે.

આ પણ વાંચો — VADODARA : રાજવી પરિવારે મતદાન કર્યું, જાણો રાજમાતાએ શું કહ્યું

Whatsapp share
facebook twitter