+

VADODARA : હયાત મતદારનું નામ યાદીમાંથી ગાયબ થતા આગેવાનો દોડ્યા

VADODARA : વડોદરા શહેરના (VADODARA CITY) દાલિયાવાડીમાં મતદાર (VOTER) પોતે હયાત હોવા છતા યાદીમાંથી નામની બાદબાકી કરી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જેને લઇને મતદારે કોંગી આગેવાનોનો સંપર્ક…

VADODARA : વડોદરા શહેરના (VADODARA CITY) દાલિયાવાડીમાં મતદાર (VOTER) પોતે હયાત હોવા છતા યાદીમાંથી નામની બાદબાકી કરી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જેને લઇને મતદારે કોંગી આગેવાનોનો સંપર્ક કર્યો હતો. જે બાદ આગેવાનો શાળાએ પહોંચ્યા હતા. અને આ મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી.

તમારૂ નામ નથી

વડોદરાની દાલિયાવાડી વિસ્તારમાં આવેલી શાળામાં અચરજ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મતદાર હયાત હોવા છતા તેનું નામ યાદીમાંથી ગાયબ બતાવે છે. જેના કારણે તે આજે મતદાનથી વંચિત રહી ગયા છે. આ ઘટના અંગે કોંગી આગેવાનોને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જાગૃત નાગરિક જણાવે છે કે, હું અહિંયા આવ્યો ત્યારે તેમણે મને કહ્યું કે, તમારૂ નામ નથી. તમે મત નહિ આપી શકો. હું છેલ્લા 20 વર્ષથી મત આપું છું.

ગંભીર છબરડો

સમગ્ર ઘટનાને લઇને જશપાલસિંહ પઢીયાર જણાવે છે કે, આપણે બધા મતદાનની અપીલ કરી રહ્યા છે. કોઇ વ્યક્તિનું નામ અંદરથી નિકળે તો એક સિસ્ટમ અનુસરવાની હોય છે. બીએલઓ દ્વારા નામ નોંધવા માટે અથવા કમી કરવા માટે પ્રક્રિયા કરવાની હોય છે. મતદારનું નામ અગાઉ હોય અને કોઇ પણ જાતની પ્રક્રિયા વગર નિકળી જાય, તે ગંભીર છબરડો સામે આવ્યો છે. વ્યક્તિ વોટીંગ કરવા માટે આવ્યો ત્યારે તેને પોતાનું નામ જણાયું ન હતું. જેથી તેણે ભથ્થુ ભાઇને જાણ કરી હતી. જેથી અમે અહિંયા આવ્યા છે. તપાસ કરતા જાણ્યું કે, વ્યક્તિ હાજર છે, પણ તેનું નામ જણાતું નથી. આ પ્રકારના ગંભીર છબરડાની ફરિયાદો મળી રહી છે. આજે તેણે મત આપવો છે, પરંતું તે આપી નહિ શકે. ધીમું મતદાન થઇ રહ્યું છે, આ વાતો પણ સામે આવી રહી છે. આ અંગે કલેક્ટરને ટેલીફોનીક વાત કરી છે, અમે આ અંગેની ફરિયાદ પણ આપવા જઇ રહ્યા છે.

વોટ આપી શકતા નથી

શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વીજ જોશી જણાવે છે કે, બે દિવસથી સરકારી પાવતીઓ નથી પહોંચી હોવાની ફરિયાદો અમને મળી હતી. અમે જ્યાં જ્યાં ફર્યા સવારથી ત્યાં ચૂંટણી કાર્ડ હોવા છતા તેમનું મતદાર યાદીમાં નામ નથી. નામ ન હોવાના કારણે તેઓ વોટ આપી શકતા નથી. આવા અનેક કિસ્સાઓ અમારી સામે આવ્યા છે. ચંદ્રકાંત ભથ્થુભાઇના વોર્ડમાં બુથમાં તે વ્યક્તિ પાસે ચૂંટણી કાર્ડ પણ છે. તેમનું નામ યાદીમાં નથી. કોઇએ તેમને કહ્યું કે, તમારૂ નામતો મૃતકમાં છે. આ બાબતોનું ચૂંટણી પંચે ધ્યાન રાખવું જોઇએ.

આ પણ વાંચો — VADODARA : બટાકાપૌંઆ ખાધા બાદ અનેક બાળકોમાં ફૂડ પોઇઝનીંગની અસર

Whatsapp share
facebook twitter