+

Rajkot અગ્નિકાંડ મામલામાં 2 PI સસ્પેન્ડ, મોટા અધિકારીઓને બચાવી લેવાયા ?

Rajkot : શનિવારની સાંજે રાજકોટના છેવાડે બનેલી ઘટનાએ રાજ્ય સરકારને પણ હચમચાવી નાંખી છે. મુખ્યમંત્રી, ગૃહ રાજ્ય મંત્રી, મુખ્ય સચિવ સહિતના અનેક મહાનુભાવો રાજકોટ (Rajkot) જઈ આવ્યા અને કડક કાર્યવાહીના…

Rajkot : શનિવારની સાંજે રાજકોટના છેવાડે બનેલી ઘટનાએ રાજ્ય સરકારને પણ હચમચાવી નાંખી છે. મુખ્યમંત્રી, ગૃહ રાજ્ય મંત્રી, મુખ્ય સચિવ સહિતના અનેક મહાનુભાવો રાજકોટ (Rajkot) જઈ આવ્યા અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay DGP) બે PI ને સસ્પેન્ડ કરી દીધાં છે. જ્યારે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન જુદાજુદા વિભાગના અધિકારીઓ અને માર્ગ-મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. “પાઘડીનો વળ છેડે” કહેવત આજે પણ એટલી જ યથાર્થ છે. જુદાજુદા વિભાગોના વડાઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી ગુજરાત સરકાર (Gujarat Government) સંતુષ્ટ છે કે નહીં તે કહેવું હાલ મુશ્કેલ છે. જીવતા લોકોને આગની ભઠ્ઠીમાં ધકેલનારા લાંચીયા સરકારી બાબુઓ સામે સરકાર શું પગલાં લે છે તે આગામી સમય જ જણાવશે.

DGP વિકાસ સહાયે બે PI ને કર્યા સસ્પેન્ડ

Rajkot City માં સર્જાયેલા અગ્નિકાંડ બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. વિકાસ સહાયે નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર ઠેરવીને પીઆઈ વી. આર. પટેલ (PI V R Patel) અને પીઆઈ એન. આઈ. રાઠોડ (PI N I Rathod) ને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ (Raju Bhargava) ના રીડર પીઆઈ પટેલ ઓગસ્ટ-2023માં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન (Rajkot Taluka Police Station) ના ઈન્ચાર્જ હતા ત્યારે તેમણે TRP ગેમ ઝોનનો હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. જ્યારે ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડ લાયસન્સ શાખાનો વધારાનો ચાર્જ ધરાવતા હતા ત્યારે તેમણે ટેબલ કલાર્કની નોંધ ઉપરાંત ચકાસણી કર્યા વિના ફાઈલ પોલીસ કમિશનર સમક્ષ રજૂ કરી હતી. Fire NOC ફરજમોકૂફીની સાથે સાથે પીઆઈ વી. આર. પટેલને ડાંગ અને પીઆઈ એન. આઈ. રાઠોડને દાહોદ ખસેડવામાં આવ્યા છે.

DGP સહાયે કેમ અન્ય સામે પગલાં ના લીધા ?

Gujarat Police બેડામાં DGP વિકાસ સહાયની માનવતાવાદી અધિકારીની છાપ છે. બેડા ઉઠેલી ચર્ચા અનુસાર દર વખતની જેમ આ વખતે પણ નાની માછલીઓનો ભોગ લેવાયો છે. લાયસન્સની પ્રક્રિયામાં પોલીસ સ્ટેશનથી લઈને પોલીસ કમિશનર કચેરી સુધીના અધિકારીઓની જવાબદારી હોય છે. પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરે મોકલેલા ગેમ ઝોનના દસ્તાવેજો-ફાઈલ ACP DCP અને Rajkot CP એ કેમ ના ચકાસ્યા અને માત્ર અભિપ્રાયના આધારે લાયસન્સ આપી દીધું. રાજકોટ ટ્રાફિક વિભાગ (Rajkot Traffic Department) ના અધિકારીઓએ પણ ગેમ ઝોન સામે આંખ આડા કાન કર્યા છે. 4-4 વર્ષથી ધમધમી રહેલા TRP Game Zone ની અનેક IAS IPS અધિકારીઓ વ્યક્તિગત તેમજ પરિવાર સાથે મહેમાનગતિ માણી આવ્યા છે અને કાયદો જાણનારા અધિકારીઓને માલૂમ હતું કે, આ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે.

ભ્રષ્ટાચારના રૂપિયા કમિશનર કચેરી સુધી જતા

Rajkot પોલીસ કમિશનર કચેરી તેમજ RMC ઑફિસ સુધી ભ્રષ્ટાચારના રૂપિયા જતાં હોવાની વાતો વહેતી થઈ છે. પોલીસ હોય કે કોર્પોરેશન કે અન્ય વિભાગ સાચા કામ માટે પણ લાંચ આપવી પડે છે. માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એમ. આર. સુમા (M R Suma) એ સ્થળ ખરાઈ કર્યા વિના પ્રાથમિક બાંધકામ કરવાની શરતે રિપોર્ટ કર્યો હતો. આ રિપોર્ટના આધારે એકપણ NOC નહીં હોવા છતાં પોલીસ અધિકારીઓએ લાંચના પડીકા લઈને બુકીંગ લાયસન્સ આપી દીધું હતું. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર (Rajkot Municipal Commissioner) ઑફિસ સુધી ગેમ ઝોનની સેવાઓ પહોંચતી હતી.

આ પણ વાંચો – Rajkot CP ની અગ્નિકાંડના તથ્યો છુપાવવા, આરોપીઓને બચાવવા જહેમત

આ પણ વાંચો – High Court: ‘શું અઢી વર્ષથી ઊંઘમાં હતા’ અગ્નિકાંડ મામલે રાજકોટ મનપાને હાઈકોર્ટની ફટકાર

Whatsapp share
facebook twitter