+

Surat: પરવાના વગર ચાલતી હતી એલોપેથીક દવા બનાવતી ફેક્ટરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ માર્યું સીલ

Surat: સુરતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કોસ્મેટિકની આડમાં એલોપેથીક દવાના લેબલો લગાડીબનાવટી દવા વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો…

Surat: સુરતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કોસ્મેટિકની આડમાં એલોપેથીક દવાના લેબલો લગાડીબનાવટી દવા વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, શંકાસ્પદ એલોપેથીક દવાના 3 નમુના અને કોસ્મેટિકના 11 કુલ 14 નમુના લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા. 30 લાખની કિંમતનો બનાવટી એલોપેથીક દવા અને કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.

એલોપેથીક દવા બનાવટી ફેક્ટરીને સીલ કરાઈ

ખાસ કરીને વાત કરવામાં આવે તો આયુષી એન્‍ટરપ્રાઇઝ, સુરત દ્વારા DEMELAN Cream 50 gm બનાવટી એલોપેથીક દવાનું લેબલ લગાડી ઓનલાઇન એમેઝોન જેવા પ્લેટફોર્મ પર વેચાણ કરતા પકડી પાડેલ છે. નોંધનીય છે કે અહીં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડછાડ કરતી એલોપેથીક દવા બનાવટી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. તંત્ર દ્વારા આ એલોપેથીક દવા બનાવટી ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે.

તંત્ર આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કટિબ્ધ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ કહ્યું કે, રાજ્યના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર – બનાવટી દવાના વેચાણમા સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર કટિબ્ધ છે.

કોસ્મેટીકનું વેચાણ કરતી પેઢીઓ ચાલી હતી

નોંધનીય છે કે, ડૉ. એચ. જી. કોશીયાને માહીતી અને ફરીયાદ મળેલ કે DEMELAN Cream 50 gm દવા સુરતની કોઇ પેઢી દ્વારા એમેઝોન પર વેચાઇ રહી છે જે અન્વયે તેમના માર્ગદર્શન હેઠળ મુખ્ય કચેરી, ગાંધીનગરના શ્રી વાય. જી. દરજી. નાયબ કમિશ્નર (આઇ.બી.), શ્રીમતી બી. એન. વ્યાસ, મદદનીશ કમિશ્નર (આઇ.બી.), ડૉ. પી. બી. પટેલ, ઔષધ નિરીક્ષક, શ્રી પ્રકાશ પૃસનાની, મદદનીશ કમિશ્નર, સુરત અને સુરત કચેરીના અન્ય અધિકારીઓની સાથે રહી ગેરકાયદેસર વગર પરવાને દવાઓ / કોસ્મેટીકનું વેચાણ કરતી પેઢીઓ ચાલી રહીં છે.

વિગતે વાત કરવામાં આવે તો આયુષી એન્‍ટરપ્રાઇઝ, 209, શ્રી પુજન પ્લાઝા, એસ.એમ.સી. લિંબાયત ઓફિસ પાસે, સુરત દ્વારા DEMELAN Cream 50 gm પ્રોડક્ટ પર બજારમાં ઉપલબ્ધ એલોપેથીક ઓઇન્‍ટમેન્ટની કોપી કરી MNB/09/732 બનાવટી લાયસન્સ નંબર છાપી લેબલ બનાવી જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરી એમેઝોન પર ઓર્ડર પ્રમાણે રૂ. 999 વસુલ કરી સદર ઓઇન્‍ટમેન્‍ટ / ક્રિમ કેટેગરીની દવાનું વેચાણ સાવંત રાહુલ, રહે. 85, ઉમીયા નગર-1, ડિંડોલી, સુરત નામના વ્યક્તિને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

આ સાથે આર. જે. એન્‍ટરપ્રાઇઝ, 212, ધી પ્લેટીનીયમ પ્લાઝા, વીટી સર્કલ પાસે, જકાતનાકા, સુરત ના માલીક રુત્વીક જીવમભાઇ કથીરીયા દ્વારા લેબલ વગર આયુષી એન્‍ટરપ્રાઇ દ્વારા જે મુજબ દવાનું પેકિંગ અને બીલ બનાવી સપ્લાય કરતા તંત્રના અધિકારીઓએ પકડી પાડવામાં આવ્યું છે. વધુમાં આર. જે. એન્‍ટરપ્રાઇઝ ખુબ જ મોટા પ્રમાણમાં લેબલ વગરના કોસ્મેટીકનું ઉત્પાદન કરાવી તેઓના નિયમીત કસ્ટમરોને કોઇપણ જાતના ઉત્પાદનના લાયસન્‍સ વગર તેઓના ગોડાઉનમાં જ પેકીંગ કરી ટેસ્ટીંગ કર્યા વગર વેચાણ કરતા હોવાનું તપાસ દરમિયાન ખુલેલ છે. તેઓ તેઓની બહેન નીશા કથીરીયા કે જેઓ લેબલ બનાવવાના જાણકાર હોઇ તેઓની પાસેથી અલગ-અલગ બ્રાન્‍ડનું તથા બીજાના ઉત્પાદનનું ડુપ્લીકેટ લેબલ બનાવડાવતા હતા અને કોસ્મેટીકનું વેચાણ કરતા હોવાનું પકડી પાડેલ છે. તેઓ લેબલ વગરની દવા અને કોસ્મેટીક સુરતના ઉત્પાદક કાહીરા બાયોટેક સુરત પાસે મેળવેલ હોવાનું પણ તંત્રના અધિકારીઓએ પકડી પાડેલ છે.

નોંધનીય છે કે, તંત્રના અધિકારીઓ દ્વારા કાહીરા બાયોટેક, પીપોદરા તા. માંગરોળ, સુરત ખાતે તપાસ કરતા પેઢીના માલીક શ્રી કમલેશભાઇ ભાલોડીને ત્યાં દરોડો પાડતા DEMELAN Cream 50 gm એલોપેથીક બનાવટનો 494 x 50 gm ક્રિમ ભરેલા પેક મળી આવેલ અને તે ઉપરાંત લેબલ વગરના કોસ્મેટીકનો મોટી માત્રામાં જથ્થો તંત્રના અધિકારીઓએ પકડી પાડવામાં જેઓએ એલોપેથીક દવાના કોઇપણ જાતના પરવાના મેળવેલ નથી અને પ્રોડક્ટ ઉત્પાદનનું લાયસન્‍સ પણ ધરાવતા નથી. વધુ પૈસા કમાવવાની લાલચે એલોપેથીક દવાઓ લાયસન્સ વગર ઉત્પાદન કરતા હોવાનું પણ જણાઇ આવેલ છે.

વધુમાં શ્રી ડૉ. એચ. જી. કોશીયાએ જણાવ્યું હતું કે, સદર ફેક્ટરીની તપાસ દરમ્યાન હકીકત ખુલેલ છે કે, કોઇપણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે ગુણવત્તા વગરની દવાઓનું વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા સ્વાસ્થય જોખમાય તેવું ખુબ જ ગંભીર કૃત્ય કરેલ છે અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ તાજેતરમાં ગાંધીનગર ખાતે નકલી બનાવટી દવાના ઉત્પાદક તથા ગેરકાયદેસર દવાની ફેક્ટરી પર પાડેલ દરોડા અને સુરત ખાતે પણ ઉત્પાદક અને પેઢીઓ પર પાડેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે.

આ પણ વાંચો: Bharuch: અંકલેશ્વર ONGC બ્રિજ ની કામગીરીમાં થયો ભ્રષ્ટાચાર, પાણીમાં વહી ગયા 9 કરોડ

આ પણ વાંચો: Junagadh: માંગરોળમાં થયો જળબંબાકાર, ઓઝત નદી પરનો પાળો તૂટતા 18 ગામ સંપર્કવિહોણા

આ પણ વાંચો: Chhotaudepur: મસમોટા જમીન કૌભાંડનો પર્દાફાશ, કુકરદા ગામની 1238 એકર જમીન ‘શ્રી સરકાર’

Whatsapp share
facebook twitter