+

Team India Victory Parade: ભારતીય ક્રિકેટ ટીમના એરક્રાફ્ટ એરપોર્ટ ખાસ સલામી આપવામાં આવી

Team India Victory Parade: T20 ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને Indian Cricket Team આજરોજ ભારત પરત ફરી છે. ત્યારે તેમનું Airport થી લઈને Mumbai ના ખુણે-ખુણે ભાવભીનું સ્વાગત કરવામાં આવી રહ્યું…

Team India Victory Parade: T20 ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને Indian Cricket Team આજરોજ ભારત પરત ફરી છે. ત્યારે તેમનું Airport થી લઈને Mumbai ના ખુણે-ખુણે ભાવભીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત Indian Cricket Team ને એક સલામી આપવામાં આવી છે. જે ભારતના ઈતિહાસમાં આજ દીન સુધી કોઈ નેતા કે કોઈ રાષ્ટ્રીય વ્યક્તિ સહિત કોઈ ખેલાડીને આપવામાં આવી નથી. અત્યાર સુધી આ પરંપરાનો ઉપયોગ નવા Aircraft ને આવકરવા માટે અથવા નવા Airport પર પ્રથમ ફ્લાઈટની સેવા દરમિયાન કરવામાં આવે છે.

  • આ સલામી વિશ્વ સ્તરે સૌથી ખાસ અને અનોખી

  • ખેલાડીઓના સ્વાગત માટે ભવ્ય રોડ શોનું આયોજન

  • Water salute કોને-કોને આપવામાં આવે છે?

ત્યારે Indian Cricket Team ના Aircraft ને ચેન્નાઈના Airport પર પહોંચતાની સાથે તેમને એક ખાસ સલામી આપવામાં આવી હતી. Indian Cricket Team ના Aircraft ને Water salute થી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પરંપરા દેશ-વિદેશમાં અનેક વર્ષોથી પ્રચલીત છે. અને આ સલામી વિશ્વ સ્તરે સૌથી ખાસ અને અનોખી માનવામાં આવે છે. રોહિત શર્માની ટીમનું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું, આ પ્રકારનું સ્વાગત ભારતમાં ક્યારેય કોઈ વડાપ્રધાન કે મુખ્યમંત્રીને થયું ન હતું.

ખેલાડીઓના સ્વાગત માટે ભવ્ય રોડ શોનું આયોજન

આ પ્રકારની સલામી ભારતીય સેનાના Aircraft અથવા એરલાઈન સાથે સંકળાયેલા Aircraft ની સિદ્ધિઓ પર આપવામાં આવે છે. તો બાર્બાડોસથી દિલ્હી અને ત્યારબાદ દિલ્હીથી Mumbai પહોંચેલા ખેલાડીઓના સ્વાગત માટે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય પરેડ માટે લાખો લોકો Mumbai ના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ટીમ ઈન્ડિયાને લઈને વિસ્તારાનું સ્પેશિયલ પ્લેન Mumbai Airport પર પહોંચતા જ પ્લેનમાં બંને તરફથી પાણીનો વરસાદ કરીને ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Water salute કોને-કોને આપવામાં આવે છે?

Water salute વરિષ્ઠ પાઇલટ અથવા એર ટ્રાફિક કંટ્રોલરની નિવૃત્તિ, Airport પર એરલાઇનની પ્રથમ અથવા છેલ્લી ફ્લાઇટ, ચોક્કસ પ્રકારના Aircraft ની પ્રથમ અથવા છેલ્લી ફ્લાઇટ, કોઈ ઘટનામાં સૌનિકો માર્યા ગયા કે પછી કોઈ અમૂલ્ય ઘટના ઘટી હોય, ત્યારે આ Water salute આપવામાં આવે છે. પાણીની સલામીનો ઉપયોગ પાણીના જહાજો માટે પણ થાય છે, જેમાં ફાયરબોટ દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. તે મોટાભાગે વરિષ્ઠ કેપ્ટન અથવા નિવૃત્તની પ્રથમ અથવા છેલ્લી મુલાકાત, યુદ્ધ જહાજની મુલાકાત અથવા અન્ય ઔપચારિક પ્રસંગો માટે કરવામાં આવે છે.

આ પણ વાંચો: MUMBAI માં CHAMPIONS ના સ્વાગત માટે ઊમટ્યું માનવ મહેરામણ; સર્જાયા અવિશ્વનિય દ્રશ્યો!

Whatsapp share
facebook twitter