+

Rahul Gandhi Controvery: રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ, કહ્યું આનો જવાબ મળશે!

Rahul Gandhi Controvery: લોકસભાની ચૂંટણી વચ્ચે રાહુલ ગાંધી ફરી એકવાર મોટા વિવાદનું કારણ બન્યા છે. ચૂંટણીલક્ષી ભાષણ આપતી વિગતે તેમણે રાજા-મહારાજાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું.તેમણે કહ્યું હતું કે, ‘પહેલા…

Rahul Gandhi Controvery: લોકસભાની ચૂંટણી વચ્ચે રાહુલ ગાંધી ફરી એકવાર મોટા વિવાદનું કારણ બન્યા છે. ચૂંટણીલક્ષી ભાષણ આપતી વિગતે તેમણે રાજા-મહારાજાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું.તેમણે કહ્યું હતું કે, ‘પહેલા રાજાઓ અને મહારાજાઓ લોકોની જમીનો મરજી પ્રમાણે હડપી લેતા હતા.’ આ નિવેદનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વાક્ પ્રહારો કર્યા છે. નોંધનીય છે કે, ક્ષત્રિય સમાજ પણ અત્યારે ખુબ જ રોષે ભરાયો છે. રાજ્યભરમાં અત્યારે ક્ષત્રિયાણીઓએ પણ રાહુલ ગાંધીના નિવેદનને ખોટૂં ગણાવ્યું અને માફી માંગવા રહ્યું છે.

રાહુલ ગાંધીના નિવેદનને લઈને અત્યારે રાજકીય માહોલ ગરમાયો

તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીને લઈને રાજકોટ ક્ષત્રિય સમાજના સંકલન સમિતિ સાથે જોડાયેલ પી. ટી. જાડેજાનું પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘હું રાહુલ ગાંધીના નિવેદનને વખોડું છું’ નોંધનીય છે કે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ રાજા મહારાજા પર કરેલા નિવેદનને લઈને અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે. દાંતા તાલુકાના રાજવીએ પણ આ મામલે બયાન આપ્યું છે કે, ‘અમે કોઈની જમીનો પચાવી નથી પાડી! અમે તો અમારી જમીન અને રજવાડા આપી દીધા હતા.’ વધુમાં દાંતા તાલુકાના રાજવીએ કહ્યું કે, હાલમાં રાજકીય નેતાઓ અમારા રજવાડા બાબતે જે નિવેદન કરી રહ્યાં છે તેમને ધ્યાન રાખવું જોઈએ.’ તેમણે કહ્યું કે, શાંતિ ભંગ ના થવી જોઈએ, શાંતિ પૂર્વક ચૂંટણી પ્રચાર કરવો જોઈએ.

નિવેદન બાદ ભાવનગર ગોહિલવાડ સમાજ આકરા પાણીએ

ભાવનગરમાં પણ રાહુલ ગાંધીના નિવેદન બાબતે લોકોએ પ્રતિક્રિયાઓ આપી છે. તમને જણાવી દઇએ કે, રાહુલ ગાંધીના નિવેદનને લઈ ભાવનગર ગોહિલવાડ સમાજ આકરા પાણીએ જોવા મળ્યો છે. ભાવનગર ગોહિલવાડ સમાજે કહ્યું કે, ‘જે પ્રમાણે ક્ષત્રિય સમાજને કોંગ્રેસના રાહુલ ગાંધીએ ટીપણી કરી છે તેને સમાજ ચોકસ જવાબ આપશે. રાહુલ ગાંધી આવા નિવેદનો આપશે તે સાખી નહીં લેવામાં આવે.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘અમારી સંકલન સમિતિ અને સમાજના લોકો કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધીને આનો વળતો જવાબ આપશે. રાજકિય પક્ષો ક્ષત્રિય સમાજના લોકોને ટાર્ગેટ કરવાનું બંધ કરે નહીં તો સમાજ આનો જવાબ આપશે.’

રાહુલ ગાંધીને લઈને અત્યારે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો

નોંધયની છે કે, રાહુલ ગાંધીએ પોતાના ચૂંટણી ભાષણમાં રાજપૂત સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈને અત્યારે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. મળતી વિગતો પ્રમાણે રાહુલના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજની મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે. નોંધનીય છે કે, રાહુલ ગાંધીના આ નિવેદન બાદ મોટા વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. નોંધનીય છે કે, પરશોત્તમ રૂપાલાએ જ્યારે વિવાદિત નિવેદન આપ્યુ હતુ, તો તેમણે ક્ષત્રિય સમાજની પાંચ વખત માફી માંગી હતી. પરંતુ રાહુલ ગાંધી દ્વારા હજુ સુધી કોઈ માફી માંગી નથી. જેથી ક્ષત્રિય સમાજ વધારે રોષે ભરાયો છે.

આ પણ વાંચો: ક્ષત્રિયો પર નિવેદન મુદ્દે PM Modi એ કર્યા આકરા વાક્ પ્રહારો, જાણો કોંગ્રેસના શહેજાદાને શું કહ્યું?

આ પણ વાંચો: Rahul Gandhi નો રજવાડા પર બફાટ, ગુજરાતની રાજનીતિમાં જામ્યું ઘમાસાણ

આ પણ વાંચો: Rahul Gandhi: મોટા વિવાદના એંધાણ; રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિયાણીઓએ ઠાલવ્યો રોષ, જાણો શું કહ્યું?

આ પણ વાંચો: Rahul Gandhi: રાહુલ ગાંધી પોતાના ભાષણમાં એવું તો શું બોલ્યા કે રાજપૂત સમાજ ભડકી ઉઠ્યો?

Whatsapp share
facebook twitter