+

Morbi Police : પેટ્રોલ-ડીઝલ ચોરીમાં પોલીસ ભાગીદાર, SMC ને તપાસ સોંપાઈ

Morbi Police : મોરબી જિલ્લાના વિરપરડા ગામ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) પેટ્રોલ-ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. Team SMC ને દરોડા દરમિયાન હાથ લાગેલા 9 આરોપીઓમાં એક…

Morbi Police : મોરબી જિલ્લાના વિરપરડા ગામ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) પેટ્રોલ-ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. Team SMC ને દરોડા દરમિયાન હાથ લાગેલા 9 આરોપીઓમાં એક પોલીસ કોન્સ્ટેબલ છે. ગુજરાત પોલીસમાં દારૂ-જુગાર સહિતના બેનંબરી ધંધાઓમાં પોલીસની ભાગીદારી કે છુપા આર્શીવાદ એ કોઈ નવી વાત રહી નથી. ટીમ SMC એ કરેલા પર્દાફાશ બાદ સમગ્ર કૌભાંડમાં મોરબી એલસીબી (Morbi LCB) ના એક નામચીન વહીવટદારની સંડોવણીની ચર્ચા જોરશોરથી ઊઠી છે. Morbi Police ની સંડોવણીના પગલે રાજ્ય પોલીસ વડા (Gujarat DGP) વિકાસ સહાયે (Vikas Sahay IPS) આખા મામલાની તપાસ SMC ને સોંપવા આદેશ કરી દીધો છે.

SMC ને આવી અપેક્ષા ન હતી

સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) ના અધિકારીને બાતમી મળી હતી કે, મોરબી જિલ્લામાં એક ટોળકી હાઈવે પર ચોક્કસ સ્થળે ઓઈલ કંપનીઓના વાહનોમાંથી પેટ્રોલ-ડીઝલની મોટાપાયે ચોરી કરે છે. આ માહિતીના આધારે વિરપડા ગામ પાસે આવેલી એક ખાનગી જગ્યા પર SMC ના પીએસઆઈ સી. એન. પરમારે (PSI C N Parmar) ટીમ સાથે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન Team SMC ને એક ટેન્કર, કાર, જીપ અને 19 લાખ રૂપિયાનું 21,400 લીટર પેટ્રોલ-ડીઝલ તેમજ ચોરી માટેના સાધનો મળી આવ્યા હતા. રૂપિયા 47 લાખથી વધુ રકમના મુદ્દામાલ સાથે ચોર ટોળકીમાં એક કોન્સ્ટેબલ પણ મળી આવ્યો હતો. આરોપીઓના નામ-વિગતોની જાણકારી મેળવતી વખતે Team SMC ને માલૂમ પડ્યું કે, પકડાયેલા આરોપીઓમાં ભરત પરબતભાઈ મિયાત્રા Morbi Police હેડ ક્વાટરનો કોન્સ્ટેબલ છે. પોલીસ દરોડામાં કોન્સ્ટેબલ પાસેથી 8 બીયરના ટીન (Beer Teen) મળી આવતા તેનો અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉચ્ચ પોલીસ અધિકારીના આર્શીવાદ હોવાની ચર્ચા

મહિનાઓથી ચાલતી પેટ્રોલ-ડીઝલની ચોરીના કૌભાંડથી Morbi Police ના ઉચ્ચ અધિકારી ખૂબ સારી રીતે વાકેફ હતા. Morbi Police અને સ્થાનિક લોકોમાં ચાલી રહેલી ચર્ચા અનુસાર જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની ચોરી ઉપરાંત ખનિજ ચોરી સહિતના કાળા ધંધા “સાહેબ”ની કૃપાથી જ ચાલી રહ્યાં છે. Morbi Police ના ઉચ્ચ અધિકારી બદલાતા રહે છે, પરંતુ વહીવટદાર તમામને સરખી સેવા-સુવિધાઓ પૂરી પાડતો રહે છે. ચર્ચા અનુસાર Morbi Police નો કોન્સ્ટેબલ ભરત મિયાત્રા અને Morbi LCB નો વહીવટ કરતો નામચીન ASI ભાગીદાર છે અને મહિનાઓ અગાઉ પીપળીયા ચાર રસ્તાથી માળીયા-જામનગર હાઈવે જવાના રોડ પર વિરપરડા ગામની સીમમાં એક હોટલ ભાડે રાખી હતી. હોટલની આડમાં પેટ્રોલ-ડીઝલ ભરીને જતાં ટેન્કરને ખુલ્લી જગ્યામાં પાર્ક કરી ડ્રાઈવરના મેળાપીપણાથી ઓઈલ ચોરી (Oil Theft) કરવાનો ધંધો કેટલાંક મહિનાઓથી શરૂ કર્યો હતો.

કોની-કોની ધરપકડ અને કોણ છે ફરાર ?

Morbi Police ની ભાગીદારીથી ચાલતા પેટ્રોલ-ડીઝલ ચોરીના કોભાંડ (Petrol Diesel Theft Racket) માં પકડાયેલા 9 આરોપીઓમાં 5 નોકર, ટેન્કર માલિક, ટેન્કર ડ્રાઈવર, ચોરીનો માલ લેવા આવેલો કાર ચાલક અને કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. જ્યારે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રાજસ્થાનનો શ્રવણસિંહ રાજપૂત, ભાગીદાર ભાવેશ ધ્રાંગા ઉર્ફે મુન્નો અને ચોરીના માલનો હિસાબ રાખનાર મોરબીનો બીપીન હાલ પોલીસ ચોપડે ફરાર છે. અત્રે નોંધનીય છે કે, પાસા હેઠળ જેલમાં ગયેલો લિસ્ટેડ પ્રોહી બુટલેગર (Bootlegger) ભાવેશ ધ્રાંગા ઉર્ફે મુન્નો એકાદ સપ્તાહ અગાઉ જ બહાર આવ્યો છે.

આ પણ વાંચો – Gujarat Police : ફેરિયાની દીકરીના હ્રદયનું મોંઘુદાટ ઓપરેશન PSI એ કરાવ્યું

આ પણ વાંચો – Gujarat DGP : પોલીસ ભવનમાં પોલીસ કર્મચારીઓને નજર કેદ કરાયા પછી અંદાજ ન હતો તેવું થયું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter