+

Parshottam Rupala: પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયાણીઓએ નોંધાવ્યો વિરોધ, આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ

Parshottam Rupala: પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજકોટમાં વિરોદના સૂર વઘારે ઉગ્ર બની રહ્યાં છે. રાજકોટમાં ક્ષત્રિયાણીઓ કહીં રહીં છે કે, ‘રૂપાલાના ઓસરે અમારા સામે કાર્યવાહી થાય છે’ વધુમાં તેમણે…

Parshottam Rupala: પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજકોટમાં વિરોદના સૂર વઘારે ઉગ્ર બની રહ્યાં છે. રાજકોટમાં ક્ષત્રિયાણીઓ કહીં રહીં છે કે, ‘રૂપાલાના ઓસરે અમારા સામે કાર્યવાહી થાય છે’ વધુમાં તેમણે કહ્યું કે, અનેક રાજકીય પાર્ટીઓએ પૂતળાં દહન કર્યા પરંતુ તેની સામે કેમ ભારે કલમથી ફરિયાદ કરવામાં નથી આવી અને અમારા ભાઈઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહીં છે? નોંધનીય છે કે, પરશોત્તમ રૂપાલાના વિરોધમાં આ આંદોલન ઉગ્ર બનશે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.

ક્ષત્રિય સમાજ દ્વારા લડત સમિતિની રચના કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, પુરુષોત્તમ રૂપાલા (Parshottam Rupala)ના વિરોધમાં ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ આ બાબત અંગે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ વિરોધ નોંધાવી રહીં છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજ સંમેલનની તૈયારી કરી રહ્યં છે. આ સાથે સૌરાષ્ટ્ર ઝોનના ક્ષત્રિય સમાજના આગેવાનોની મહત્વની બેઠક પણ થવાની છે. નોંધનીય છે કે, ક્ષત્રિય સમાજ દ્વારા લડત સમિતિની રચના કરવામાં આવશે અને ગુજરાતભરમાં રૂપાલા સામે વિરોધના સૂર રેલાશે. તમને જણાવી દઈએ કે, હવે દેશભરમાં ક્ષત્રિય સમાજ એકત્ર થઈ વિરોધ કરે તેવી ચર્ચાઓ ચાલી રહીં છે.

પરશોત્તમ રૂપાલા સામે વિરોધનો મામલો વધુ ઉગ્ર

તમને જણાવી દઈએ કે, રાજકોટમાં પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) સામે વિરોધનો મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો હતો. જેથી પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના લોકોની અટકાયતને કરવામાં આવી હતી. સમાજના લોકોની અટકાયતને લઈને ક્ષત્રિય સમાજમાં મહિલાઓ પણ ઉગ્ર બની છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશને યુવાનો,આગેવાનો અને ક્ષત્રિયાણીઓ એકઠી થઈ હતી. નોંધનીય છે કે, ટોળુ એકઠું થતા ACP સહિતના અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. નોંધનીય છે કે, લોકશભાની ચૂંટણી પહેલા પરશોત્તમ રૂપાલા ભારે વિવાદમાં સપડાયા છે.

આ પણ વાંચો: Parshottam Rupala : પુરુષોત્તમ રૂપાલાને લોકસભા બેઠક પરથી હટાવવા મુદ્દે ચર્ચાઓ તેજ

આ પણ વાંચો: રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન પર હવે કોંગ્રેસ પણ કૂદી, જાણો શું કહ્યું

આ પણ વાંચો: Parshottam Rupala : પરષોત્તમ રૂપાલાનો વિરોધ હજી પણ યથાવત્, માફી બાદ પણ ક્ષત્રિય સમાજ લડાયક મૂડમાં

Whatsapp share
facebook twitter