Hanging Bridge : 136 લોકોના મોત માટે જવાબદાર Oreva Group ના માલિક જયસુખ પટેલ (Jaysukh Patel) ને સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે. શરતોને આધિન આપવામાં આવેલા જામીનની સાથે સાથે સુપ્રીમ કોર્ટે અવલોકનો પણ કર્યા છે. જયસુખ પટેલને પાસપોર્ટ જમા કરાવવા સહિતની શરતોનું પાલન કરવા આદેશ કરાયો છે. સાથે જ સર્વોચ્ચ અદાલતે (Supreme Court) જામીન આપતા કહ્યું છે કે, ટ્રાયલ કોર્ટે આ નિર્ણયથી પ્રભાવિત થવાની જરૂર નથી. Hanging Bridge કેસના પીડિત પરિવારોના એડવૉકેટ ઉત્કર્ષ દવે (Advocate Utkarsh Dave) ને અપાયેલી સુરક્ષા (Personal Security Officer) જારી રાખવા ગુજરાત સરકારને નિર્દેશ કર્યો છે.
દુર્ઘટના, FIR, ધરપકડ જામીન સુધીનો આ છે ઘટનાક્રમ
- Morbi Hanging Bridge નું 6 મહિનામાં સમારકામ પૂર્ણ કરાયું
- ઝૂલતો પુલ મરામત બાદ 26 ઑક્ટો-2022ના રોજ ખૂલ્લો મુકાયો
- 30 ઑક્ટોબર 2022ના રોજ ભીડના કારણે પુલ તૂટી ગયો
- પુલ પર એક સાથે 400 જેટલાં લોકોને પ્રવેશ અપાયો હતો
- મહિલા-બાળકો સહિત 136 પ્રવાસીઓના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત
- મોરબી પોલીસે માત્ર પોણા બે કલાકમાં ફરિયાદ નોંધી
- બચાવકાર્ય દરમિયાન પોલીસે નામ-ઠેકાણા વિનાની FIR નોંધી
- દુર્ઘટનાના બીજા દિવસે 9 આરોપીઓની કરાઈ ધરપકડ
- 1 નવેમ્બર-2022ના વડાપ્રધાન Narendra Modi એ મોરબીની મુલાકાત લીધી
- દુર્ઘટનાની તપાસ માટે SIT ની રચના, SIT એ સ્થળ તપાસ કરી
- Hanging Bridge ખાતેથી નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યાં
- નવેમ્બર-2022માં બ્રિજ તૂટવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
- ગુજરાત હાઈકોર્ટે ઝૂલતા પુલ મામલે Suo Motu
- આરોપીઓની પૂછપરછ પૂરાવા મળતા જયસુખ પટેલને આરોપી બનાવાયા
- 1262 પાનાની ચાર્જશીટમાં Jaysukh Patel ને ‘ભાગેડુ’ દર્શાવાયા
- Oreva Group MD જયસુખ પટેલે જાન્યુ-23માં આગોતરા જામીન માગ્યા
- જાન્યુ-2023ના અંતમાં મોરબી કોર્ટમાં જયસુખ પટેલે કર્યું આત્મસમપર્ણ
- મોરબી SDPO પી. એ. ઝાલાએ 7 દિવસના રિમાન્ડ મેળવ્યા
- 8 ફેબ્રુઆરી 2023ના અદાલતે જયસુખ પટેલને જેલમાં મોકલી આપ્યાં
- 1 એપ્રિલ 2023ના Morbi Court જયસુખ પટેલની જામીન અરજી ના મંજૂર કરી
- બે તબક્કામાં પીડિત પરિવારોને 15 કરોડનું ઓરેવા ગ્રૂપે વળતર ચૂકવ્યું
- વિશેષ સરકારી વકીલ એસ.કે.વોરા સતત 6 મુ્દ્દત સુધી ગેરહાજર રહ્યાં
- પિડીત એસોસિએશને પત્ર લખી વકીલ વોરાની કામગીરી અંગે સવાલો કર્યા
- પત્રના અનુસંધાને S K Vora એ 27 જુલાઈ 2023ના રોજ રાજીનામું આપ્યું
- રાજીનામાના પત્રમાં સરકારી વકીલ વોરાએ કામના ભારણનું કારણ દર્શાવ્યું
- સપ્ટે-2023માં મોરબી જિલ્લા સરકારી વકીલ વિજય જાનીને કેસની જવાબદારી સોંપાઈ
- ઑક્ટોબર-2023માં 5 હજાર પાનાનો SIT રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો
- SIT Report માં બ્રિજ તૂટવાના કેસમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થયાં
- નવેમ્બર-2023માં પીડિતોના વકીલ ઉત્કર્ષ દવેને સરકારે પોલીસ રક્ષણ આપ્યું
- ડીસેમ્બર-2023માં જયસુખ પટેલે હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરી
- સરકારી વકીલ મિતેષ અમીનને હટાવવાની માંગણી કરતો પત્ર લખાયો
- PM અને CM ને પત્ર લખી પીડિત પરિવારોએ રજૂઆત કરી
- સરકાર જામીનની તરફેણમાં હતી છતાં હાઈકોર્ટે અરજી ફગાવી દીધી
- 10 આરોપીઓ પૈકી 8ને High Court એ જામીન પર મુક્ત કર્યા છે
- જયસુખ પટેલે હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરી
- નવેમ્બર-2023માં Supreme Court માંથી વચગાળાના જામીન માગ્યા
- સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીનની અરજી ફગાવી દીધી
- ફેબ્રુઆરીમાં નિયમિત જામીન મેળવવા સુપ્રીમ કોર્ટમાં જયસુખ પટેલની અરજી
- Supreme Court એ જયસુખ પટેલને શરતોને આધિન આપ્યા નિયમિત જામીન
- 10 આરોપીઓ પૈકી 8ને હાઈકોર્ટે જામીન પર કર્યા છે મુક્ત
- બ્રિજની મરામત કરનાર દેવાંગ પરમાર હાલ જેલમાં છે કેદ
આ પણ વાંચો – Morbi : બ્રિજ દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને આપ્યા જામીન
આ પણ વાંચો – Morbi Bridge Tragedy : કોંગ્રેસના 3 પાટીદાર નેતા ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલના સમર્થનમાં આવ્યા, જાણો શું કહ્યું
આ પણ વાંચો – મોરબી પુલ દુર્ઘટનાના જવાબદાર ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલનું કોર્ટમાં સરેન્ડર