+

Loksabha Election : ચકચારી કેસમાં પોલીસ ચોપડે ફરાર પૂર્વ સાંસદે ઉમેદવારી નોંધાવી

Loksabha Election : લોકસભા 2024 (Loksabha Election) ના જંગમાં ઉતરવા માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. ભાજપ (BJP) કોંગ્રેસ (Congress) આપ (AAP) સહિતના પક્ષ તેમજ અપક્ષના અનેક ઉમેદવારોએ Gujarat…

Loksabha Election : લોકસભા 2024 (Loksabha Election) ના જંગમાં ઉતરવા માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. ભાજપ (BJP) કોંગ્રેસ (Congress) આપ (AAP) સહિતના પક્ષ તેમજ અપક્ષના અનેક ઉમેદવારોએ Gujarat ની 26 બેઠકો પર Loksabha Election માટે ઉમેદવારી નોંધાવી દીધી છે. આ સમાચારોની વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાત સહિત દેશભરમાં ફરાર આરોપીઓને પકડી લેવા પોલીસ ઝુંબેશ ચલાવી રહી છે અને વર્ષો જૂના કેસના અપરાધીઓને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે. ચર્ચાસ્પદ કેસમાં પોલીસ ચોપડે ફરાર એવા પૂર્વ સાંસદે લોકસભા 2024 ચૂંટણી (Loksabha Election 2024) લડવા માટે પોલીસ-કલેકટરની હાજરીમાં ઉમેદવારી નોંધાવી છે. એફિડેવિટમાં નેતાએ પોતાની સામે નોંધાયેલા કેસનો પણ ઉલ્લેખ કર્યો છે. શું છે સમગ્ર મામલો વાંચો આ અહેવાલમાં…

વૉન્ટેડ પકડવાની ડ્રાઈવ, ફરાર નેતા બિન્દાસ

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હાલ એક જ ચર્ચા છે કે, પોલીસ ચોપડે ગંભીર ગુનામાં ફરાર એવા ભાજપના પૂર્વ સાંસદે (Wanted BJP MP) ફરી વખત લોકસભા માટે ઉમેદવારી નોંધાવી છે. સમર્થકોના ટોળા સાથે તેમજ પોલીસ બંદોબસ્તની વચ્ચે આ પૂર્વ સાંસદ કલેકટર કચેરી (Collector Office) માં ફોર્મ પણ ભરી આવ્યા. ગુજરાત રાજ્યમાં પોલીસ ચોપડે ફરાર આરોપીઓની ધરપકડ કરવાની ડ્રાઈવ ચાલી રહી છે. બબ્બે ચાર-ચાર દસકથી ફરાર આરોપીઓને પોલીસ પકડીને જેલમાં પૂરી રહી છે ત્યારે એક વર્ષ જૂના ચકચારી આપઘાત કેસ (Suicide Case) ના આરોપીને પોલીસ છાવરી રહી છે. ચૂંટણી પંચને ભાજી મૂળા ગણતી પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ આરોપી એવા ભાજપના પૂર્વ સાંસદની ખાતીરદારીમાં જરા સરખી પણ કચાશ રાખવા તેયાર નથી.

Relief to Political Leader thanks to the Gir Somnath Police

Relief to Political Leader thanks to the Gir Somnath Police

નેતાજી સામે નોંધાયેલા કેસની હકિકત

ગત 12 ફેબ્રુઆરી 2023ના રોજ ડૉક્ટર અતુલકુમાર ચગે ગળાફાંસો ખાઈને (Dr Atul Chag Suicide) પોતાની જીવનલીલી સંકેલી લીધી હતી. ડૉ. ચગે લખેલી સ્યૂસાઈડ નોટ (Suicide Note) માં ‘હું નારણભાઈ અને રાજેશભાઈ ચુડાસમાના કારણે આત્મહત્યા કરૂ છું’ તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ ઘટના બાદ ગીર સોમનાથ જિલ્લા (Gir Somnath) ના વેરાવળ સિટી પોલીસના ચોપડે અકસ્માત મોતની નોંધ કરી હતી. મૃતકના પુત્ર હિતાર્થે વેરાવળ સિટી પોલીસ સ્ટેશન (Veraval City Police Station) માં ફરિયાદ આપતા તારીખ 17 ફેબ્રુઆરીના રોજ અરજી સ્વરૂપે પોલીસે તેનો સ્વીકાર કર્યો હતો. આ મામલો હાઈકોર્ટમાં પહોંચતા પોલીસને રાજેશ ચુડાસમા અને તેમના પિતા સામે ગુનો નોંધવાની ફરજ પડી હતી. છેલ્લાં બે દસકાથી નારણભાઈ ચુડાસમા અને રાજેશ ચુડાસમા સાથે સંબંધો હતા અને 10-15 વર્ષથી રૂપિયાની લેવડ-દેવડનો પણ વ્યવહાર હતો. નારણભાઈ ચુડાસમા અને તેમના ભાઈ હીરાભાઈ ખાણ, ખેતી અને જીંગા ફાર્મ વિગેરે વ્યવસાય કરી રહ્યા છે. અંદાજે વર્ષ 2008થી ચુડાસમા પરિવાર ડૉ. ચગ પાસેથી ઉછીના રૂપિયા લઈ જતા અને પરત કરતા હતા. રૂપિયા લેવા માટે નારણભાઈ, સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા (MP Rajesh Chudasma) અને તેમની ઓફિસના કર્મચારીઓ મુકેશભાઈ પાઠક, રાજુભાઈ વંશ અને ભાવેશભાઈ આવતા હતા. ચુડાસમા પરિવાર ધંધામાં રોકાણ અને નિકાસ માટે વર્ષ 2008થી છેલ્લે સુધીમાં રૂપિયા 1.50 કરોડથી 1.75 કરોડ સુધીની રકમ ઉછીની લઈ ગયો છે. આ પેટે સાંસદ સભ્યના પિતા નારણભાઈ ચુડાસમાએ ધી વેરાવળ પીપલ્સ કો.ઓ. બેંક (The Veraval Peoples Co Op Bank) ના પોતાની સહીવાળા 3-4 કોરા ચેક આપેલા પણ રૂપિયા પરત કરતા ન હતા. વર્ષ 2021ના તારીખ 29 નવેમ્બરના રોજ ડૉ. ચગે તેમની પત્ની સાથેના સંયુક્ત બેંક એકાઉન્ટમાં રૂપિયા 90 લાખનો ચેક જમા કરાવ્યો હતો, પરંતુ આ ચેક પરત (Cheque Bounce) થયો હતો. ડૉ. અતુલ ચગે રૂપિયાની ઉઘરાણી કરવાની સાથે સાથે ચેક રિર્ટન મામલે કેસ કરવાનું કહેતા ચુડાસમા પિતા-પુત્ર ભડક્યા હતા અને બેફામ ધમકીઓ આપી હતી. આથી ડરી ગયેલા અને આર્થિક સંકડામણ અનુભવતા ડૉ. અતુલ ચગે સ્યૂસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી હતી.

હાઈકોર્ટના આદેશ બાદ 3 મહિને FIR

ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા સામે ગંભીર આરોપ લાગતા પોલીસ તેમના પડખે આવી ગઈ હતી. ઉચ્ચ IPS અધિકારીથી લઈને પીઆઈ સુધીના તમામ ચુડાસમા પરિવારને બચાવી લેવા માટે સતત પ્રયત્નશીલ રહ્યાં હતાં. જો કે, આ મામલે મૃતકના પુત્રએ હાઈકોર્ટ (Gujarat High Court) ના દ્વારા ખખડાવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી કન્ટેમ્પટ પિટીશન (Contempt Petition) માં તત્કાલિન વેરાવળ સિટી પીઆઈ સુનિલ ઈશરાણી (PI Sunil Ishrani) ડીવાયએસપી ખેંગાર (DySP Khengar) ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા (Manoharsinh Jadeja IPS) અને તત્કાલિન જૂનાગઢ રેન્જ આઈજીપી (Junagadh Range IGP) મયંકસિંહ ચાવડાને પાર્ટી બનાવાયા હતા. આત્મહત્યા કરવા દુષ્પ્રેરણ કરવાના કેસમાં ત્રણ મહિના બાદ પોલીસે ચોપડે FIR નોંધી હતી.

Relief to Political Leader thanks to the Gir Somnath Police

Relief to Political Leader thanks to the Gir Somnath Police

પૂર્વ સાંસદ પર પોલીસ મહેરબાન, તપાસ ચાલુ

રાજ્યભરમાં ચકચાર મચાવનાર ડૉ. ચગ આપઘાત કેસમાં પોલીસની ભૂમિકા આંખે ઉડીને વળગે તેવી છે. હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાનું નાટક રચ્યું છે. ભાજપના સાંસદ (BJP MP) અને તેમના પિતાની વેરાવળ પોલીસે લગભગ એક વર્ષ થવા આવવા છતાં ધરપકડ કરી નથી. Gujarat First ના પ્રતિનિધિએ પોલીસે અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરી છે ? તેવો સવાલ પૂછતાં વેરાવળ પીઆઈ એચ. આર. ગોસ્વામી (PI H R Goswami) એ આ તપાસનો વિષય છે. પોલીસે કોઇ સમરી રિપોર્ટ ભર્યો છે કે કેમ ? તે સવાલના જવાબમાં પણ હજુ તપાસ ચાલુ છે તેવો જવાબ મળ્યો હતો.

Relief to Political Leader thanks to the Gir Somnath Police

Relief to Political Leader thanks to the Gir Somnath Police

એફિડેવિટમાં ભૂલ કે રમત ?

રાજેશ ચુડાસમાએ બે દિવસ અગાઉ Loksabha Election એફિડેવિટમાં પોતાની સામે વેરાવળ પોલીસ સ્ટેશનમાં IPC 306, 506(2) અને 114 હેઠળ નોંધાયેલા કેસનો ઉલ્લેખ કર્યો છે. જો કે, પોલીસ સ્ટેશનનું નામ નથી દર્શાવ્યું. આરોપ ઘડાયા હોવાની કોલમમાં ‘હા’ લખી છે અને તેની તારીખ 15 મે 2023 એટલે કે, ફરિયાદ નોંધાઈ તે દિવસનો ઉલ્લેખ કર્યો છે. જો, એફિડેવિટમાં દર્શાવેલી હકિકત સત્ય હોય તો ગીર સોમનાથ પોલીસે એક જ દિવસમાં ચાર્જશીટ કરી દીધું છે અને એક નવો કિર્તિમાન સ્થાપ્યો છે. કાર્યવાહી સામે કોઈ અપીલ/રિવીઝન અરજી કરવામાં આવી છે કે કેમ ? તે કોલમમાં ‘નામદાર કોર્ટમાં એક કેસ પેન્ડીગ છે’ તેવું દર્શાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર વર્ષ 2010 માં રાજેશ ચુડાસમા સહિતના આરોપીઓ સામે નોંધાયેલા એક ગંભીર ગુનામાં તેઓ નિર્દોષ મુક્ત થતાં ફરિયાદીએ ઉપલી અદાલતમાં ધા નાંખી છે.

આપઘાત કેસ મામલે ચાલતી ચર્ચાઓ

ડૉ. અતુલ ચગ આપઘાત કેસમાં ફરિયાદ નોંધાઈ ત્યારથી જ ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાએ સમાધાન માટે પ્રયાસો શરૂ કરી દીધા હતા. ચુડાસમાના પ્રયાસોમાં પોલીસ પણ સહકાર આપતી હોવાની એક ચર્ચા છે. રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણભાઇને કેસમાં રાહત મળે તે માટે પોલીસ શરૂઆતથી જ પ્રયત્નશીલ હતી અને એટલે બંને જણા નજર સામે હોવા છતાં તેમની ધરપકડ કરી નથી. નિયમાનુસાર સ્યૂસાઈડ નોટ હસ્તાક્ષર નિષ્ણાતને મોકલી તેનો અભિપ્રાય મેળવવાનો હોય છે, પરંતુ આ કેસમાં હજી સુધી કાર્યવાહી પૂર્ણ થઈ નથી. ચગ અને ચુડાસમા પરિવાર વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની ચર્ચા છે અને આગામી દિવસોમાં તે જાહેર પણ થઈ શકે છે. પોલીસે કઈ દિશા લેવી તે માટે સમાધાનની પ્રક્રિયા પૂર્ણ થાય તેની રાહ જોઈને બેઠી છે.

આ પણ વાંચો – Home Department : કોણે-કોણે નિમણૂકમાં ધાર્યા નિશાન પાર પાડ્યા ?

આ પણ વાંચો – In-charge IPS : ગુજરાત પોલીસમાં વર્ષોથી મહત્વના દોઢ ડઝન જેટલા સ્થાન ખાલી

Whatsapp share
facebook twitter