+

Lok Sabha Election 2024 : કુતિયાણામાં મનસુખ માંડવિયાએ કાર્યકર્તાઓને આપ્યો જીતનો મંત્ર

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ને લઇને ભાજપના ઉમેદવારોનો પ્રચાર શરૂ થઇ ગયો છે. પોરબંદર (Porbandar) થી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એ પણ…

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ને લઇને ભાજપના ઉમેદવારોનો પ્રચાર શરૂ થઇ ગયો છે. પોરબંદર (Porbandar) થી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એ પણ પોતાના વિસ્તારમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. કુતિયાણાની મુલાકાતે આવેલા મનસુખ માંડવિયાએ કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણીમાં જીતનો મંત્ર આપ્યો હતો. કાર્યકર્તાઓને સંબેધન કરતા મનસુખ માંડવિયાએ બુથ લેવલની કામગીરી કઈ રીતે કરવી તે અંગે માહિતી આપી હતી. તેમણે કાર્યકર્તાઓને કેન્દ્ર સરકારે કરેલા કામો અને યોજનાઓને લઈને લોકો વચ્ચે જવાનું કહ્યું. તેમણે પેજ પ્રમુખ અને બુથ લેવલના કાર્યકર્તા કઈ રીતે કામ કરે તે અંગે પણ માહિતી આપી હતી.

પોરબંદરમાં મનસુખ માંડવિડાયાએ શરૂ કર્યો પ્રચાર

કુતિયાણામાં કાર્યકર્તાઓને સંબોધન કરતા મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓની એક ચોક્કસ કાર્યપદ્ધતિ છે અને તે કાર્યપદ્ધતિને આપણે આત્મસાદ કરીએ તો કોઇપણ ચૂંટણીમાં આપણે ઓછી મહેનત વધારે મત લાવી શકીએ છીએ. તેમણે કહ્યું કે, મારો કાર્યકર્તા ચૂંટણી લડાવશે અને તે જ ચૂંટણીમાં જીત અપાવશે. આપણા વિધાનસભા વિસ્તારમાં 237 બુથ છે, જેના કાર્યકર્તાઓ અને પ્રમુખ જે સૌથી મહત્વનો એકાઈ છે. તેમણે આગળ કહ્યું કે, બુથના પ્રમુખના હાથમાં બુથ જીતાડવાની ક્ષમતા છે. તેમણે આ દરમિયાન સવાલ કર્યો કે, તમે શું માનો છો કે ચૂંટણી ક્યા લડાય છે દિલ્હીમાં, પોરબંદરમાં કે કુતિયાણામાં…? તેમણે તેનો જવાબ આપતા કહ્યું કે, ચૂંટણી બુથમાં લડાય છે. મારા મતે કાર્યક્રમમાં કે સભામાં કેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે છે અને કેટલા નથી રહેતા તે મહત્વનું નથી. મારા માટે તે મહત્વનું છે કે, મારો બુથનો પ્રમુખ કેટલો સશક્ત છે. તેના જ આધારે બુથની લીડ નક્કી થાય છે. ચૂંટણી પતે પછી મારે એક મીટિંગ રાખવી છે જેમા દરેક બુથનો પ્રમુખ પોતે કહેશે કે મારા બુથમાં કેટલા મત મળ્યા.

માંડવિયાએ ભાજપના કાર્યકર્તાઓના કર્યા વખાણ

કાર્યકર્તાઓના વખાણ કરતા તેમણે કહ્યું કે, ભાજપમાં જેવા કાર્યકર્તાઓ છે તેવા કોઇ પોલિટીકલ પાર્ટીમાં કાર્યકર્તાઓ નથી. આ વાતની ખરાઇ કરવા માટે તેમણે કહ્યું કે તમે ચાહો તો અર્જુનભાઈને પુછી શકો છો. આ એ ભાજપ છે જેમા કાર્યકર્તાઓ કામ માંગવા માટે આવે છે કે અમને કામ આપો. તેમણે આગળ કહ્યું કે, મારે આ ચૂંટણીમાં કોઇ સાંધો કરવાનો નથી. મારે મારા કાર્યકર્તાઓના ભરોસે જ ચૂંટણી લડવી છે. મારે કોઇની જીહજુરી કરવા જવું નથી. તેમણે આગળ કહ્યું કે, આ વખતે આપણે મતદાન 70 ટકા ઉપર કરાવવું છે અને આ કામ બુથ પ્રમુખ જ કરાવી શકશે. તેમણે એર ઉદાહરણ આપતા કહ્યું કે, જ્યારે માવઠું થાય તેની ચોમાસાના વરસાદના ઇંચમાં નોંધણી ન થાય. આ વર્ષે કેટલા ટકા વરસાદ થયો તે ચોમાસામાં પડેલા વરસાદ પ્રમાણે મપાય છે તેવી જ રીતે ચૂંટણી સમયે આપણે કરેલી મહેનત જ લેખે લાગતી હોય છે. તેમણે કહ્યું કે, જે કાર્યકર્તાઓ ચૂંટણી સમયે બુથમાં 70 ટકા મતદાન કરાવશે તે કાર્યકર્તાઓનું ભાજપમાં મહત્વ છે.

આ પણ વાંચો – પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવીયા જાહેર થતા લોકોમાં જશ્નનો માહોલ

આ પણ વાંચો – Porbandar : લોકસભા સીટ પર મનસુખભાઈ માંડવીયાના નામ પર મહોર લાગી, રમેશ ધડુકનું પતું કપાયું

આ પણ વાંચો – Mansukh Mandaviya in Rajkot : વીરપુરમાં જલારામ બાપાના દર્શન, કાગવડથી ગોંડલ પગપાળા યાત્રા

Whatsapp share
facebook twitter