+

સુરતમાં સાયબર સંજીવની અભિયાન 2.0 ની શરૂઆત 

અહેવાલ–આનંદ પટણી, સુરત જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થયો છે તેમ તેમ સાયબર ફ્રોડના ગુનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. સાયબર ફ્રોડ (Cyber fraud)ના ગુનાઓ બનતા અટકે અને…
અહેવાલ–આનંદ પટણી, સુરત
જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થયો છે તેમ તેમ સાયબર ફ્રોડના ગુનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. સાયબર ફ્રોડ (Cyber fraud)ના ગુનાઓ બનતા અટકે અને લોકોમાં અવેરનેસ આવે તે માટે સુરત (Surat) શહેર સાયબર ક્રાઇમ સેલ (Cyber Crime Cell) દ્વારા સાયબર સંજીવની અભિયાન 2.0 (Cyber Sanjeevani Abhiyan 2.0) ની શરૂઆત કરવામાં આવી છે. આ અંતર્ગત સુરત પોલીસ દ્વારા બે રથ બનાવવામાં આવ્યા છે જે રથ લોકોની વચ્ચે જઈને લોકોને સાયબર ક્રાઇમ અંગેની માહિતી આપવાની સાથે લોકોને તેનાથી બચવાના ઉપાય વિશે સમજાવે છે
સુરક્ષા માટે એક નવતર અભિગમ
સુરત શહેર પોલીસ દ્વારા લોકોની સુરક્ષા માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે વધતા જતા સાયબર ફ્રોડના ગુનામાં લોકો કેવી રીતે બચી શકે અને લોકોમાં અવરનેસ આવે તે માટે સાયબર સંજીવની અભિયાન 2.0 ની શરૂઆત કરી છે. સાયબર સંજીવને અભિયાન 2.0 અંતર્ગત સાયબર ક્રાઇમ સેલે બે સાયબર સંજીવની રથ બનાવ્યા છે. આ બંને રથો લોકોની વચ્ચે પહોંચીને લોકોને લોકોને સાઇબર થાકી થતાં ફ્રોડ થી બચવાના ઉપાયો વિશે માહિતી આપે છે અને લોકો આ માહિતીને સમજે સાથે અન્ય લોકોને પણ સાયબર થકી થતા ફ્રોડથી બચાવે તે માટે આ અભિયાન શરૂ કરાયું છે.
surat
ગુજરાતી હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં આ સૂત્રો લખવામાં આવ્યા છે
સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવેલા આ રથની સૌથી પહેલા આપણે વાત કરીએ તો આ બંને રથોમાં સાયબર ક્રાઇમના થતા ગુનાઓ અટકાવવા માટે સૂત્રો લખવામાં આવ્યા છે. ગુજરાતી હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં આ સૂત્રો લખવામાં આવ્યા છે. સુત્રો થકી લોકો પોતાના જેના જીવનના રોજબરોજ થાતા આવા ગુનાઓને અટકાવી શકે છે. જો લોકો પાસે માહિતી હશે તો તેઓ સાયબર ક્રાઇમથી બચી શકશે.
સાયબર ક્રાઇમ અવરનેસ માટેના વિડીયો બનાવવામાં આવ્યા
આ રથમાં બંને બાજુ કુલ ચાર એલઇડી ટીવી લગાડવામાં આવ્યા છે. આ એલ ઈ ડી ટીવીમાં સુરત શહેર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અવરનેસ માટેના વિડીયો બનાવવામાં આવ્યા છે એ વીડિયોને દર્શાવવામાં આવે છે સાથે જ એક નાટક પણ તૈયાર કરવામાં આવ્યું છે જે નાટક નો વિડીયો વ્યક્તિઓને બતાવીને કયા પ્રકારના ગુનાઓ તેમની સાથે થઈ શકે અને તે ગુનાઓથી રીતે બચી શકાય તે માટેની માહિતી આપવામાં આવે છે
 સાયબર ક્રાઈમને લગતી તમામ સમસ્યાઓનું સમાધાન
આ રથની અંદર એક હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા લોકોને માહિતી આપ્યા બાદ જો કોઈ પણ પ્રકારની એ વ્યક્તિને ક્વેરી હોય તો તે વ્યક્તિ આ હેલ્પલાઇન ઉપર થી વધુ માહિતી મેળવી શકે છે. હેલ્પ ડેસ્ક ઉપર બેસેલા કર્મચારી લોકોની મનની અંદર આવતી સાયબર ક્રાઈમને લગતી તમામ સમસ્યાઓનું સમાધાન પણ કરે છે
1930 પર ફોન કરીને ફરિયાદ કરો
સાયબર ક્રાઇમ ની ઘટના બનતી હોય છે ત્યારે 1930 પર ફોન કરીને ફરિયાદ લખાવવાની હોય છે. વ્યક્તિ દ્વારા ફરિયાદ આપ્યા બાદ નજીકનું પોલીસ સ્ટેશન સુરત જ જે તે વ્યક્તિનો સંપર્ક કરીને તેની ફરિયાદ નોંધ લેતું હોય છે પરંતુ જેટલી સાયબર ક્રાઇમના ગુનામાં ફરિયાદ આપવામાં આવે તેટલી જ જલ્દી તે વ્યક્તિની ગયેલા પૈસા કે અન્ય કોઈ માહિતી બચાવી શકાય છે.
Whatsapp share
facebook twitter