+

જાણો, કયા IPS અધિકારીના અડધો ડઝન Fake Social Media Account બન્યા

ગુજરાતના એક IPS અધિકારી Fake Social Media Account ની સમસ્યાથી ખૂબ જ પરેશાન છે. આ સમસ્યાથી સામાન્ય લોકો પણ એટલાં જ પરેશાન છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતના કેટ-કેટલાંય IAS IPS…

ગુજરાતના એક IPS અધિકારી Fake Social Media Account ની સમસ્યાથી ખૂબ જ પરેશાન છે. આ સમસ્યાથી સામાન્ય લોકો પણ એટલાં જ પરેશાન છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતના કેટ-કેટલાંય IAS IPS અધિકારીઓ અને નેતાઓના સોશિયલ મીડિયાના બનાવટી એકાઉન્ટ (Fake Social Media Account) બની ચૂક્યાં છે. સાયબર ગઠીયાઓ સોશિયલ મીડિયા એકાઉન્ટ થઈ અનેક લોકોને ચૂનો લગાવી ચૂક્યાં છે. જો કે, લગભગ તમામ કિસ્સાઓમાં પોલીસ છેતરપિંડીની જાળ રચતા ઠગ સુધી પહોંચી શકતી નથી.

તાજેતરમાં જારી કરાઈ છે એડવાઈઝરી

રાજ્યના IPS અધિકારીઓ માટે કાયદો અને વ્યવસ્થા (Law & Order) ના ડીજીપી સમશેરસિંઘે (Shamsher Singh IPS) ગત સપ્ટેમ્બર મહિનામાં સોશિયલ મીડિયા એકાઉન્ટની એડવાઈઝરી જાહેર કરી હતી. છેલ્લાં કેટલાક વર્ષોમાં અનેક પોલીસ અધિકારીઓના નામે બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ (Fake Social Media Account) બની ચૂક્યાં છે. અધિકારીઓના નામ-હોદ્દા ઓપન સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી જાણી તેમના ફોટો મેળવી લઈને ગઠીયાઓ નકલી એકાઉન્ટ બનાવે છે. આથી એડવાઈઝરીમાં સોશિયલ મીડિયા એકાઉન્ટને વેરિફાઈ કરાવી લેવા, એકાઉન્ટને લોક રાખવા, ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારતા પહેલાં ખરાઈ કરવા, પ્રોફાઈલ માત્ર ફ્રેન્ડસ જોઈ શકે તેવી રાખવા તેમજ સ્ટ્રોંગ પાસવર્ડ તથા પાસવર્ડ સમયાંતરે બદલવા સૂચન કરાયા છે.

આ IPS અધિકારીઓ બન્યાં છે ભોગ

ગુજરાતના IAS IPS Officer અને અનેક નેતાઓના બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ બની ચૂક્યાં છે. જાહેર થયેલા નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ કરતાં જાહેર નહીં કરાયેલા એકાઉન્ટની સંખ્યા અનેક ગણી છે. Gujarat IPS અધિકારીઓની વાત કરીએ તો, હસમુખ પટેલ (Hasmukh Patel IPS) અજયકુમાર ચૌધરી (Ajay Kumar Choudhary IPS) સંદીપસિંઘ (Sandeep Singh IPS) હરેશ દૂધાત (Haresh Dudhat IPS) અને પ્રેમસુખ ડેલુ (Premsukh Delu IPS) ના નકલી સોશિયલ એકાઉન્ટ બની ચૂક્યાં છે. આ તો એ અધિકારીઓ છે જેના ફેક એકાઉન્ટની જાહેરાત થઈ છે. કેટલાંક કિસ્સાઓમાં તો જે-તે અધિકારીના નામે મદદની જરૂર હોવાનું કહી ગઠીયાઓ રૂપિયા પણ પડાવી ચૂક્યાં છે. મોટાભાગના કિસ્સાઓમાં અધિકારીઓ ફરિયાદ કરવાનું ટાળી સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરાવવાનો આગ્રહ રાખે છે.

Hasmukh Patel ના કેસમાં આરોપીઓ નથી મળ્યા

ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન (Gujarat Police Housing Corporation) ના વડા હસમુખ પટેલ સોશિયલ મીડિયા પર સંખ્યાબંધ ફોલોઅર્સ ધરાવે છે. ભરતી વિવાદ અને પેપર ફૂટવાની ઘટનાઓ બાદ ગુજરાત સરકારે (Government of Gujarat) હસમુખ પટેલને વિશેષ જવાબદારીઓ પણ સોંપી છે. ગત સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં બબ્બે Fake FB Account બની ચૂક્યાં છે અને આ અંગે FIR પણ નોંધાવવામાં આવી છે. હસમુખ પટેલ (Hasmukh Patel IPS) ના અત્યાર સુધીમાં Facebook Twitter Instagram જેવા પાંચેક જેટલાં બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ (Fake Social Media Account) બની ચૂક્યાં છે, પરંતુ આરોપીઓ હજી સુધી પોલીસ પહોંચી શકી નથી.

પ્રેમસુખ ડેલુના સૌથી વધુ Fake Account બન્યા

IPS પ્રેમસુખ ડેલુ ઓગસ્ટ-2020થી અમદાવાદ શહેરમાં ઝોન-7ના નાયબ પોલીસ કમિશનર (Zone 7 DCP) પદ પર ફરજ બજાવતા હતા. તેમણે એપ્રિલ-2021માં સેટેલાઈટ પોલીસ સ્ટેશન (Satellite Police Station) ખાતે ફરિયાદ નોંધાવી હતી. ડેલુના નામ-હોદ્દાનો તેમજ ફોટાનો ઉપયોગ કરી જુદાજુદા 8 ટ્વીટર એકાઉન્ટ બનાવનારા અજાણ્યા શખ્સો BJP અને સરકાર વિરોધી વાતો ફેલાવતા હોવાનું તેમને જાણવા મળ્યું હતું. પ્રેમસુખ ડેલુએ તમામ ટ્વીટર એકાઉન્ટ બંધ કરવા સાયબર ક્રાઈમ (Cyber Crime) દ્ધારા માર્ચ-2021માં Twitter Inc. ને જાણ કરી હતી. જો કે, મહિના સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં IPS પ્રેમસુખ ડેલુએ IPC 419, 469, 471 અને IT Act 66 c હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં એકપણ આરોપી મળી નહીં આવતા તપાસ અધિકારીએ ગણતરીના મહિનાઓમાં જ કેસ બંધ કરવાનો રિપોર્ટ અદાલતમાં કરી દીધો હતો. જામનગર એસપી (Jamnagar SP) પ્રેમસુખ ડેલુના નામે બોગસ ઈન્સ્ટાગ્રામ આઈડી Instagram ID પણ બની ચૂકી છે. પ્રેમસુખ ડેલુ (Premsukh Delu IPS) નો યુનિફોર્મ પહેરેલા ફોટાનો ઉપયોગ કરી બનાવાયેલી Instagram ID થકી ગઠીયાએ અનેક મિત્રો બનાવ્યા હતા. એપ્રિલ-2022માં અમદાવાદના એક યુવકને ગઠીયાએ મેસેજ કરી 5 હજાર રૂપિયા માગ્યા હતા અને 2 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર (Online Transfer) પણ કરાવી લીધા હતા.

IPS હરેશ દૂધાતે ફોલોઅર્સ-મિત્રોને ચેતવ્યાં

બેએક વર્ષ પહેલાં પણ હરેશ દૂધાત (Haresh Dudhat IPS) ના નામે નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બની ચૂક્યું છે. ગાંધીનગર પોલીસ ભવન (Gandhinagar Police Bhavan) માં બેસતાં હરેશ દૂધાતના નામે અડધો ડઝન નકલી ફેસબુક એકાઉન્ટ (Fake FB Account) બની ગયાં છે. હરેશ દૂધાતને તેમના મિત્રો અને ફોલોઅર્સ દ્વારા નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટની જાણ થઈ છે. આ મામલે તેમણે સંબંધિત એજન્સીને જાણ પણ કરી છે. હરેશ દૂધાતના ફોટો અને નામનો ઉપયોગ કરી ઉત્તર ભારતના કેટલાંક સાયબર ગઠીયાઓએ અડધો ડઝન Fake FB Account બનાવી લીધા છે. હજાર, પંદરસો ફોલોઅર્સ-ફ્રેન્ડ ધરાવતા ફેસબુક એકાઉન્ટમાં નામ અને ફોટો બદલીને ગઠીયાઓ ઠગાઈ કરતાં હોય છે. IPS Haresh Dudhat ને આ મામલાની જાણ થતાં તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ જાહેરાત કરી છે કે, “હું ફેસબુક મેસેન્જર (Facebook Messenger) નો ઉપયોગ કરીને કોઈપણ મિત્રોને મેસેજ કરતો નથી એટલે જો તમને આવો કોઈ મેસેજ આવે તો તેને ખોટો માની ફેસબુક રિપોર્ટ (Facebook Report) કરજો.”

આ પણ વાંચો – Human Trafficking Racket : વિમાન ભાડે રાખનાર અને વિઝા કરાવનારની શોધ શરૂ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter