+

Jamnagar : અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું – ઘોડા અને ગધેડા વચ્ચે પણ ભેદ નથી કરી શકતા

Arjun Modhwadia : લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન (PM Modi) અને ગુજરાતના પનોતા પુત્ર રાજ્યના પ્રવાસે આવ્યા છે. તેઓ આજે જામનગર (Jamnagar) એક જાહેર સભાને સંબોધવાના છે,…

Arjun Modhwadia : લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન (PM Modi) અને ગુજરાતના પનોતા પુત્ર રાજ્યના પ્રવાસે આવ્યા છે. તેઓ આજે જામનગર (Jamnagar) એક જાહેર સભાને સંબોધવાના છે, જ્યા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માડવિયા, પૂનમ માડમ, મુળુભાઈ બેરા, અર્જુન મોઢવાડીયા, પબુભા માણેક, રિવાબા સહિતના મંચ પર હાજર છે. આ મંચ પરથી કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયાએ એકવાર ફરી કોંગ્રેસ પાર્ટી પર પોતાના વાક પ્રહાર કર્યા હતા. શું કહ્યું તેમણે આવો જાણીએ આ આર્ટિકલમાં…

કોંગ્રેસ પર મોઢવાડિયાના વાક પ્રહાર

અર્જુન મોઢવાડિયાએ પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે, આ લોકસભાની ચૂંટણીનું પરિણામ પહેલાથી જ નિશ્ચિત છે. આ વખતે ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવાના છે તે દિવાલો ઉપર લખાયેલું છે. તેમણે ભાજપના 400 પારના મિશન પર કહ્યું કે, 400 કરતા વધારે બેઠકોમાં ભાજપ જીત મેળવશે તે પણ નક્કી છે. ગુજરાતમાં કુલ 26 લોકસભાની બેઠકો છે. 2014 અને 2019 ની ચૂંટણીમાં આ 26 એ 26 બેઠકો ભાજપને મળી હતી. જેમાથી એક સુરતની બેઠક પર ભાજપ પહેલા જ જીત મેળવી ચુકી છે અને બાકીની 25 બેઠકોમાં પણ ભાજપ 5 લાખથી પણ વધુ મતોથી જીત મેળવી લેશે. તેમણે તે પણ ઉલ્લેખ કર્યો કે તેઓ કેમ ભાજપને 5 લાખથી વધુ મતોથી જીત મળશે તેમ કહી રહ્યા છે. તેમણે આગળ પોતાના સંબોધનમાં કહ્યું કે, હું કોંગ્રેસ પાર્ટીમાં વર્ષો સુધી મજૂરી કરીને આવેલો છું. અત્યારનું નેતૃત્વ સોનાની ચમચી સાથે જન્મેલાનું છે. તેમને AC સિવાય બહાર નીકળવું નથી. ગરીબી શું છે તેમને ખબર જ નથી. તેમણે આગળ કોંગ્રેસ પર મોટો કટાક્ષ કરતા કહ્યું કે, ઘોડો અને ગધેડો બંનેના કલર સફેદ હોય તો કોને ઘોડો કહેવાય અને કોને ગધેડો કહેવાય તે પણ તેમને ખબર નથી. આજે આવા લોકો પાસે કોંગ્રેસનું સુકાન છે.

ભાજપ પાસે છે પરસેવો પાડવાની ક્ષમતા : મોઢવાડિયા

અર્જુન મોઢવાડિયાએ વધુમાં કહ્યું કે, ભાજપના નાનામાં નાના કાર્યકર્તાઓથી લઇને ધારાસભ્યો, સાંસદો સુધી, વડાપ્રધાનથી લઇને મુખ્યમંત્રીઓ સુધી, પંચાયતથી લઇને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સુધી જે પરસેવો પાડવાની અને જનતા વચ્ચે રહેવાની ક્ષમતા અને તાલીમ છે તે ભાજપ સિવાય અન્ય કોઇ પાર્ટી પાસે નથી એટલે જ પરિણામ નિશ્ચિત છે. તેમણે આગળ કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણ માટે આપણા વડાપ્રધાન મોદીએ સંકલ્પ કર્યો છે કે, ભારતને વિકસિત ભારત બનાવવું છે અને વિકસિત ભારત બને તો વિકસિત ગુજરાત બનશે જ. ગુજરાત વિકસિત બને તો સાથે જામનગર અને પોરબંદર પણ વિકસિત બનશે. અને આ જામનગર અને પોરબંદર વિકસિત બનશે તો તમારા અને મારા ઘર પણ વિકસિત બનવાના છે. તેમણે આગળ કહ્યું કે, ગરીબથી ગરીબ માણસને પણ કરોડોની સુવિધા મળે તે માટેના પ્રયત્નો વડાપ્રધાન મોદી આજે કરી જ રહ્યા છે.

કચ્છના રણોત્સવ પર મોઢવાડિયાએ શું કહ્યું ?

વર્ષ 2004 માં નરેન્દ્રભાઈ મોદીએ કચ્છના રણની અંદર રણોત્સવ શરૂ કરવાનું શરૂ કર્યું. તે રણમાં હું જઇને આવ્યો હતો, જ્યા 100 કિમી સુધી કોઇ માણસ ન મળે, એક પશુ ન મળે. ઉનાળાની અંદર પાણી ઉકળી જાય તેવી ગરમી પડે અને શિયાળાની અંદર પાણીનો બરફ થઇ જાય તેવી ઠંડી પડે. ત્યા કોઇ રહે, ત્યા માત્ર ફોજના જવાનો જ રહે અને તે પણ બંકર બનાવીને રહે છે. આવી ખરાબ કંડિશન હતી ત્યા નરેન્દ્રભાઈએ કહ્યું કે, હું અહીં રણોત્સવ કરીશ અને દુનિયામાંથી પ્રવાસીઓને લઇને આવીશ. ત્યારે હું વિપક્ષનો નેતા હતો અને તેમની મજાક ઉડાવતો હતો પણ આજે 20 વર્ષ પછી કચ્છના રણમાં રણોત્સવ થાય છે, તે ત્રણ મહિનામાં મોટી સંખ્યમાં લોકો આવે છે. તેના કારણે રણ વિસ્તારની અર્થવ્યવસ્થા બદલાઈ ગઇ. લોકોનું જીવન બદલાઈ ગયું, લોકોને રોજગારી મળવા લાગી.

આ પણ વાંચો – અમિત શાહની સભામાં અર્જુન મોઢવાડીયાએ વાટ્યો ભાંગરો, એવી જીભ લપસી કે નેતા શરમમાં મુકાયા

આ પણ વાંચો – Arjun Modhwadia Exclusive Interview : ભાજપનો ખેસ પહેર્યા બાદ અર્જુન મોઢવાડિયાનું સૌથી પહેલું ઈન્ટરવ્યુ

Whatsapp share
facebook twitter