અહેવાલ : રાબિયા સાલેહ, સુરત
સુરત જિલ્લા પંચાયતના નવા ભવનનું આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. સુરત શહેરના વેસુ ખાતે 47.40 કરોડના ખર્ચે જિલ્લા પંચાયતના નવા ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ડુમ્મસ રોડ પર વેસુ ખાતે કરોડો ના ખર્ચે નવનિર્મિત કરાયેલા સુરત જિલ્લા પંચાયતના નવા ભવનનું આજે બપોરે 3.30 કલાકે લોકાર્પણ કરવામાં આવશે ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 4 વાગ્યે સરસાણા ખાતે આવેલા કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત સમારોહ માં હાજરી આપશે, આ લોકાર્પણ સમારોહમાં અન્ય મહાનુભાવોની પણ ઉપસ્થિતિ રહેશે.
1963 થી સુરત જિલ્લા પંચાયત કચેરી દરિયા મહલ સ્થિત કાર્યરત છે. જોત જોતા સુરત શહેરની વસ્તીમાં પણ વધારો થયો છે. શહેરનો વિકાસ થતાં નવા અધિકારી અને કંસારીઓ તેમજ પદાધિકારીઓ સહિતની વિવિધ શાખાઓમા પણ વધારો કરાયો છે. જેથી વસ્તી વધતા વિકાસ થતા જિલ્લા પંચાયત કચેરીની જગ્યા ઓછી પડતાં કચેરીએ આવતા લોકોને પડતી તકલીફને પગલે નવી કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, વર્ષ 2008માં સુરત જિલ્લા પંચાયતનું વિભાજન થયુ હતું અને તાપી જિલ્લો નવો અસ્તિત્વમાં આવ્યો હતો. છતાં વસ્તી વધવાને કારણે મુખ્ય સમસ્યા પકિંગની અગવડતાની હતી ત્યારે રાજયના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગે નવીન ભવનના નિર્માણ માટે રૂ. 29.40 કરોડ ફાળવ્યા હતા. જ્યારે સુરત જિલ્લા પંચાયતના સ્વભંડોળ માંથી 18 કરોડની ફાળવણી સાથે કુલ રૂ. 47.40 કરોડ નક્કી કરતાં આ નવું મકાન સાકાર થયું છે આ મકાનથી પદાધિકારીઓ, કર્મચારીઓ અને પોતાના કામ અર્થે આવતા અરજદારોની સુવિધામાં વધારો થશે.
કોર્પોરેટ લુક
સુરતના પીપલોદ વિસ્તાર ખાતે 10 હજાર ચો.મી. જગ્યા ઉપર પાંચ માળનું નવું પંચાયત ભવન તૈયાર કરવામાં આવ્યું છે. ભવનમાં કુલ 21 પ્રકારની વિવિધ શાખાઓ અને કચેરીઓના સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ સભાખંડ, મીટીંગ રૂમ, વેઇટિંગ રૂમ, લેબોરેટરી, લાઇબ્રેરી અને સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે. તેમજ આગ જેવી ઘટના સામે રક્ષણ મેળવવા માટે ફાયર સેફટી નો ખ્યાલ રાખવામાં આવ્યો છે.
ભૂકંપ પ્રૂફ બાંધકામ
સુરત જિલ્લા પંચાયત ભવનની ખાસિયતો અંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ તેમજ બાંધકામ ચેરમેન રોહિત પટેલે જિલ્લા પંચાયત ભવન અંગે માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે, ભૂકંપ પ્રતિરોધક આરસીસી ફ્રેમ સ્ટ્રકચર, ઈંટ ચણતર કામ કરવામાં આવ્યું છે સાથે જ ઇટાલિયન માર્બલ અને ગ્રેનાઇટ માર્બલ સ્ટોન ફ્લોરિંગ અને ફુલ બોડી વિટરીફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ ડિઝાઇન કરવામાં આવી છે. આ ઉપરાંત યુપીવીસી બારીઓ તેમજ ફ્લેશ દરવાજા અને મેઇન ડોર ગ્લાસ ડોર એલિવેશન સાથે ટેકસર પ્લાસ્ટર પેઈન્ટ ડિઝાઇન મુજબ એલીવેશન આપવામાં આવ્યું છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, આ પંચાયત ભવનમાં બે બેઝમેન્ટ સહિત 6 માળનું બાંધકામ કરવામાં આવ્યું છે, નિર્માણ થયેલ ભવનમાં સોલાર પેનલ સિસ્ટમ, આધુનિક ઇવીએમ અને ફાયર સેફટી સુવિધા, વોટર હાર્વેસ્ટિંગ, શાખા વાઇઝ રેકર્ડ રૂમ અને ચાર લિફ્ટમાં 40 માણસ એક સાથે જઇ શકે તેવી ચાર લિફ્ટ મૂકવામાં આવી છે. આ ઉપરાંત વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમથી ભવનના વરસાદી પાણીનો સંગ્રહ કરીને કેમ્પસમાં બગીચામાં વાવેતર કરેલા વૃક્ષોને પાણી આપીને સંકુલને હરિયાળુ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પુરતી પાર્કિંગ વ્યવસ્થા
નવા ભવનમાં આશરે 10,000 ચોરસ મીટર તેમજ પલીન્થ એરીયા 1627.69 ચોરસ મીટર જેમાં બાંધકામનો કુલ વિસ્તાર 9766.14 ચો.મી. અને ગ્રાઉન્ડ ફ્લોર તથા પાંચ માળ મળીને કુલ 6 માળનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. જમીન નીચે બે માળ બેઝમેન્ટ વાહન પકિંગ માટે રાખવામાં આવ્યા છે જેમાં કુલ 200 થી વધુ ફોર વ્હીલ અને 500 થી વધુ ટુ વ્હીલર વાહનની પકિંગની ક્ષમતા રાખવામાં આવી છે જેથી વાહન પાર્કિંગની સમસ્યા રહેશે નહીં. આ ભવનના બાંધકામ બાદ પણ વધુ બાંધકામની ભાવિ જરૂરિયાતને અનુલક્ષીને હજુ 8400 ચો.મી.નો ઓપન એરિયા ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. સુરત જિલ્લા પંચાયતમાં આવતા અરજદારોને યોજનાકીય માહિતી મળી રહે તે માટે ફોલ્ડેડ સ્ક્રીન બનાવવામાં આવશે તેમજ જિલ્લા પંચાયતની તમામ કચેરીઓ એક જ છત્ર હેઠળ આવી જશે જેથી કામગીરી ખૂબ જ સરળ બનશે.
આ પણ વાંચો : શું LPG બાદ પેટ્રોલ અને ડીઝલમાં પણ થશે ઘટડો ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.