+

સરકાર: કોંગ્રેસના સમયમાં GIDCના પ્લોટ એમના મળતીયાઓ ને જ આપવામાં આવતા

GIDC : GIDC માં અબજો રૂપિયાના જમીન કૌભાંડ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર કરેલા ગંભીર આક્ષેપને રાજ્ય સરકારે ફગાવી દીધા છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે…

GIDC : GIDC માં અબજો રૂપિયાના જમીન કૌભાંડ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર કરેલા ગંભીર આક્ષેપને રાજ્ય સરકારે ફગાવી દીધા છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં સતત સત્તા વિહોણી રહેલી કોંગ્રેસ મનઘંડત આરોપ કરી રહી છે. ભાજપ આગળ વધે અને સરકાર સારુ કામ કરે તેમાં કોંગ્રેસને પેટમાં દુઃખે છે. તેમણે વળતો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસના સમયમાં GIDC ના પ્લોટ એમના મળતીયાઓ ને જ આપવામાં આવતા હતા.

શક્તિસિંહ ગોહિલે અબજો રૂપિયાના ભ્રષ્ટ્રાચારનો આરોપ લગાવ્યો હતો

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કરતા ગંભીર આક્ષેપ કર્યાં હતા તેમણે કહ્યું કે, ભાજપના મળતીયાઓએ રાજ્યની GIDC સાથે મળી અબજો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર કર્યો છે. ગુજરાત સરકારનાં બે પરિપત્રો દર્શાવી તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ગુજરાતમાં GIDC ના નિયમ પ્રમાણે ઉદ્યોગકારોને નક્કી કરેલા બેઠા ભાવે જમીન આપવામાં આવતી હતી, જેનાથી સરકારની તિજોરીને રૂ. 12 અબજ 20 હજાર કરોડનું નુંકસાન થયું છે. આ મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ પાસે ન્યાયિક તપાસની માગ કરી હતી. સાથે જ ઈડીનાં (ED) અધિકારીઓને મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવા માગ કરી છે.

ગુજરાતમાં સત્તા વિહોણી રહેલી કોંગ્રેસ ખોટા આક્ષેપ કરી રહી છે

આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શક્તિસિંહ ગોહિલે લગાવેલા આરોપોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે GIDC માં લાખો કરોડોની ગોલમાલનો આક્ષેપ કર્યો હતો. પણ છેલા 29 વર્ષ થી ભાજપ સરકાર પર લોકોનો ભરોસો અકબંધ છે.
ગુજરાતમાં સત્તા વિહોણી રહેલી કોંગ્રેસ ખોટા આક્ષેપ કરી રહી છે. કોંગ્રેસ હકીકત અને તથ્ય તપસ્યા વગર ખોટા આક્ષેપ કરી છે અને ગુજરાતમાં વિકાસમાં કોંગ્રેસ ખોટા રોડા નાખી રહી છે.તેમણે કહ્યું કે ગુજરાતમાં ભાજપ આગળ વધે અને તેની સરકાર સારું કામ કરે તેમાં કોંગ્રેસને પેટમાં દુઃખે છે.

કોંગ્રેસના સમયમાં GIDCના પ્લોટ એમના મળતીયાઓ ને જ આપવામાં આવતા

તેમણે વળતો પ્રહાર કરતાં આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના સમયમાં GIDCના પ્લોટ એમના મળતીયાઓ ને જ આપવામાં આવતા હતા. ભાજપ સરકારે હરાજી દ્વારા પ્લોટ આપવાની શરૂઆત કરી છે અને ઉધોગો માટે GIDC ની નવી ઔધોગિક નીતિ લાવી છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યાં 90 ટકા કરતા ઓછા પ્લોટની વહેંચણી થઈ હોય તેવી જગ્યાઓ ને અનશેચ્યુરેટડ ગણવામાં આવે છે. જે બાદ GIDC ની મિટિંગમાં પ્લોટ ફાળવણી અંગે નિર્ણય લેવાય છે.

કોંગ્રેસને જ્યાં પણ આ ઘટના મુદ્દે દાદ માગવી હોય ત્યાં માગી શકે છે

ઋષિકેશ પટેલે કહ્યું કે ઉધોગગૃહોની માગણીઓ ને ધ્યાને રાખીને દહેજ GIDC ને અનસેચ્યુરેટ જાહેર કર્યો હતો. સખીયા GIDCમાં પ્લોટની ફાળવણી જ કરવામાં નથીઆવી. સેચ્યુરેટેડ ઝોનની પહેલી મીટીંગમાં નક્કી થયા પ્રમાણે મિક્સ ઝોન હતા. સાયખા અને દહેજ કેમિકલ અને એન્જીનીયરિંગના પ્લોટો અપાયા હતા. વસાહતમાં ૯૦ ટકા પ્લોટ વેચાણ થાય તો અમલમાં આવે છે. કોંગ્રેસને જ્યાં પણ આ ઘટના મુદ્દે દાદ માગવી હોય ત્યાં માગી શકે છે.તેમના આક્ષેપો પુરવાર થવાના નથી તેમ તેમણે કહ્યું હતું.

પારદર્શીતા સાથે પ્લોટની ફાળવણી કરાઇ છે

ઋષિકેશ પટેલે કહ્યું કે ઉદ્યોગોને જેટલી જરુર હોય તેટલી જ જમીન ફાળવાય છે. 90 ટકા પ્લોટથી વધુનું વેચાણ થાય ત્યાં જીઆઇડીસી બનાવાઇ છે. કોંગ્રેસ સમયે તપાસ વગર ફાળવણી થતી હતી. કોંગ્રેસ મનઘંડત આક્ષેપ કરે છે. હાલ પારદર્શીતા સાથે પ્લોટની ફાળવણી કરાઇ છે અને ગેરરીતીને ક્યાંય અવકાશ નથી. સાયખા, દહેજમાં પ્લોટ ફાળવણીમાં ગેરરિતી નથી થઇ. કોઇ કમિટી બેસાડવાની જરુર નથી. તેમનો આક્ષેપ પુરવાર થશે તો અભિનંદન આપીશ.

આ પણ વાંચો—– Shaktisinh Gohil : GIDC માં અબજો રૂપિયાનાં જમીન કૌભાંડ મામલે BJP સરકાર પર આકરા પ્રહાર

 

Whatsapp share
facebook twitter