+

Gandhinagar : સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાઈ, જાણો શું છે કારણ

રાજ્યના પાટનગર ગાંધીનગર (Gandhinagar) માં આજે સરકારી કર્મચારીઓ (Government Employees) પોતાની પડતર માંગણીઓને લઇને ધરણા કાર્યક્રમ કરશે તેવો મામલો સામે આવ્યો છે. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી (Satyagraha Camp) ખાતે ઘણા સરકારી…

રાજ્યના પાટનગર ગાંધીનગર (Gandhinagar) માં આજે સરકારી કર્મચારીઓ (Government Employees) પોતાની પડતર માંગણીઓને લઇને ધરણા કાર્યક્રમ કરશે તેવો મામલો સામે આવ્યો છે. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી (Satyagraha Camp) ખાતે ઘણા સરકારી કર્મચારીઓ આવી પહોંચ્યા છે. મળતી માહિતી અનુસાર, સંયુક્ત કર્મચારી મહામંડળ તરફથી આ વિરોધ (Protest) પ્રદર્શનની જાહેરાત કરવામા આવી છે.

સરકારી કર્મચારીઓની પડતર માંગણીઓને લઈ ધરણા કાર્યક્રમ

આજે ગાંધીનગર (Gandhinagar) ના સત્યાગ્રહ છાવણી ખાતે સરકારી કર્મચારીઓ ધરણા પ્રદર્શન કરશે. આ કર્મચારીઓની ઘણી પડતર માંગણીઓ છે જેને સરકાર પુરી કરે તે માટે તેઓ આજે ધરણા પ્રદર્શન કરવાના છે. ખાસ કરીને જુની પેન્શન યોજના, ફિક્સ પગાર નાબૂદ કરવાની માંગ સાથે તેઓ ધરણા પ્રદર્શન કરશે. જોકે, મળી રહેલી માહિતી અનુસાર, સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરવા અંગે પોલીસની મંજૂરી મળી નથી. આ મામલે હાલમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સત્યાગ્રહ છાવણી ખડકી દેવામાં આવ્યો. કોઇ મોટી ઘટના ન બને તે માટે પોલીસે બેરિકેડ પણ લગાવી દીધા છે.

ગુજરાત ફર્સ્ટની ટીમે સરકારી કર્મચારીઓને કર્યા આ સવાલ

ગુજરાત ફર્સ્ટની ટીમે જ્યારે ગાંધીનગર (Gandhinagar) ના સત્યાગ્રહ છાવણીએ આવી પહોંચેલા અમુક સરકારી કર્મચારીઓને વિરોધ પ્રદર્શનનું કારણ પુછ્યું તો તેમણે કહ્યું કે, સરકારે જે વાયદાઓ પહેલા કર્યા હતા તે વિશે હાલમાં તેઓ કોઇ પ્રત્યોત્તર નથી આપી રહ્યા.

ગુજરાત ફર્સ્ટ : શું છે મુખ્ય માંગણીઓ અને કેમ વિરોધના રસ્તે કર્મચારીઓ ?

સરકારી કર્મચારી : જુની પેન્શન યોજના લાગુ કરે, રાજ્ય પ્રમુખ દીગુભાસિંહની મંજૂરી બાદ અમે અમારો વિરોધ જાહેર કરીશું.

ગુજરાત ફર્સ્ટ : જુની પેન્શન યોજના સિવાય કઇ માંગણીઓ ?

સરકારી કર્મચારી : જુની પેન્શન યોજનામાં સમાવવા અને 10% ફાળા સામે સરકારએ 14% ફાળો ઉમેરવ

ગુજરાત ફર્સ્ટ : જો સરકાર દ્વારા તમારી માંગોને સ્વીકારવામાં નહીં આવે ત્યારે ?

સરકારી કર્મચારી : અમારા નેતાઓ જે નિર્ણય લેશે તે કરીશું.

ગુજરાત ફર્સ્ટ : આજે કેટલા કર્મચારીઓ ભેગા થશે ?

સરકારી કર્મચારી : 50 હજારથી વધુ કર્મચારીઓ ભેગા થશે

ગુજરાત ફર્સ્ટ : કયા સંવર્ગના કર્મચારીઓ ભેગા થશે તેવી ધારણા ?

સરકારી કર્મચારી : તમામ સંવર્ગના કર્મચારીઓ ભેગા થશે

સરકાર સામે કર્મચારીઓની મુખ્ય માંગણીઓ :-
  • સમગ્ર રાજ્યમાં તમામ કર્મચારીઓને જુની પેન્શન યોજના પુનઃ શરૂ કરવી
  • ફિક્સ પગારી યોજના (જ્ઞાન સહાયક, ફિક્સ પગાર, કરાર આધારિત ફિક્સ પે) મૂળ અસરથી દૂર કરી, પુરા પગારમાં ભરતી કરવી
  • તા.01/04/2005 પહેલાં ભરતી થયેલા કર્મચારીઓને GPF અને જુની પેન્શન યોજનાનો લાભ આપવો
  • CPF માં કર્મચારીના 10% ફાળા સામે સરકારએ 14% ફાળો ઉમેરવો
  • કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના બાકી ભથ્થાં (TADA, LTC ચાર્જ એલાઉન્સ, વતન પ્રવાસ) આપવા
  • કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થાનો દર 25% થાય ત્યારે ઘરભાડા ભથ્થું 9%, 18% અને 27% તેમજ મોંઘવારી ભથ્થાંનો દર 50% થાય ત્યારે ઘરભાડા ભથ્થું 10%, 20% અને 30%ના દરે આપવું.

આ પણ વાંચો – રાજકોટમાં ખાખીને ફરી લાગ્યો દાગ ? જાણો વિગત

આ પણ વાંચો – Surat : સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં, દર્દીના સગા જ બન્યા દર્દી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter