+

સુરતમાં વૃદ્ધ ઓનલાઇન હની ટ્રેપમાં ફસાયા, નિકીતા નામના ફેસબુક એકાઉન્ટને ફોલો કર્યું અને ફસાયા

અહેવાલ–રાબિયા સાલેહ, સુરત હીરા કારખાના સાથે સંકળાયેલ વૃદ્ધ ઓનલાઇન હની ટ્રેપમાં ફસાયા વૃદ્ધને ફસાવી ઠગ ટોળકીએ રૂપિયા પડાવી લીધા ઠગ ટોળકી એ રૂ ૮૩ હજાર પડાવી લીધા દિલ્હી સાયબર ક્રાઇમના…
અહેવાલ–રાબિયા સાલેહ, સુરત
 • હીરા કારખાના સાથે સંકળાયેલ વૃદ્ધ ઓનલાઇન હની ટ્રેપમાં ફસાયા
 • વૃદ્ધને ફસાવી ઠગ ટોળકીએ રૂપિયા પડાવી લીધા
 • ઠગ ટોળકી એ રૂ ૮૩ હજાર પડાવી લીધા
 • દિલ્હી સાયબર ક્રાઇમના IPSના નામે માંગણી કરી હતી
 • ફેસબુક પર સર્ફિંગ કરી રહ્યા હતા વૃદ્ધ
 • નિકીતા નામના ફેસબુક એકાઉન્ટને ફોલો કર્યું અને ફસાયા
 • વીડિયો કોલ રિસિવ કરતા જ વૃદ્ધ થયા શિકાર
 • વીડિયો કોલમાં સામેની મહિલા સંપૂર્ણ નિર્વસ્ત્ર અવસ્થામાં આવી હતી
 • સ્ક્રીન રેકોર્ડ કરી ન વૃદ્ધ ને ધમકાવ્યા, ડરાવ્યા
 • બદનામીમાં ડરે વૃદ્ધ રૂપિયા આપી બેઠા
 • બ્લેકમેલિંગ બાદ ઠગાઇનો અહેસાસ થતા વૃદ્ધે હિંમત કરી
 • મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
સુરતમાં (Surat) હીરાના કારખાનામાં સારી પોસ્ટ ઉપર કામ કરનાર વૃદ્ધને ઠગ ટોળકીએ હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતા મામલો મહિધર પુરા પોલીસ મથકે પહોંચ્યો છે.
૮૩ હજાર પડાવી લીધા
ફરી એક વાર લોકોને હનીટ્રેપમાં ઠગતી ટોળકી સક્રિય થઈ છે. ઠગ ટોળકી એ સુરતના મહિધરપુરા ખાતે રહેતા હીરા દલાલની કુંડળી કાઢી તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. વૃદ્ધને ઓનલાઇન હનીટ્રેપમાં ફસાવી ઠગ ટોળકીએ ૮૩ હજાર પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે,
કોલ રિસિવ કરતા જ વીડિયો કોલમાં સામેની મહિલા સંપૂર્ણ નિર્વસ્ત્ર  જોવા મળી
પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ ના આધારે ગત તા.૨૯-૬-૨૩ના રોજ ૬૦ વર્ષીય વૃદ્ધ પ્રદિપભાઇ ને તેમના ફેસબુક એકાઉન્ટ પર નીકીતા નામ ની રિક્વેસ્ટ આવી હતી,જે બાદ ફેસબુક એકાઉન્ટને ફોલો કર્યા બાદ થોડા સમયમાં જ ફેસબુક મેસેન્જર પર નિકિતા નામના આઇડી પરથી મેસેજ આવ્યો હતો.પ્રદીપ ભાઈને વાતોમાં ભેળવી યુવતીએ વોટ્સએપ નંબર માંગ્યો હતો. જો કે પ્રદિપભાઇએ નંબર આપ્યો ન હતો. દરમિયાન 2જી તારીખે મધરાત્રે દોઢેક વાગ્યે તેમના ફેસબુક પર ફરી નિકિતા ના આઇડી પરથી મેસેજ આવ્યો હતો અને વોટ્સએપ નંબર મંગાયો હતો. આ વખતે વોટ્સએપ નંબર તેમને નંબર આપી દીધો હતો. જેથી તુરંત જ પ્રદિપભાઇના વોટ્સએપ નંબર પર વીડિયો કોલ આવ્યો હતો. કોલ રિસિવ કરતા જ વીડિયો કોલમાં સામેની મહિલા સંપૂર્ણ નિર્વસ્ત્ર અવસ્થામાં હોવાનું વૃદ્ધ એ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
ન્યુડ વીડિયો થકી બ્લેકમેલિંગ કરવાનું શરૂ
જો કે ઠગ ટોળકી એ પહેલાં થી ગોઠવેલા સેટઅપ પ્રમાણે વિડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતુ.અને તરત જ બીજા દિવસે સવારે પ્રદિપભાઇના વોટ્સએપ પર ઠગો દ્વારા અશ્લીલ વીડિયો વૃદ્ધ ને મોકલાયો હતો. અને ત્યાર બાદ ન્યુડ વીડિયો થકી બ્લેકમેલિંગ કરવાનું શરૂ કરાયું હતુ. એટલું જ નહિ ઠગ ટોળકી એ દીલ્હી સાયબર ક્રાઇમમાંથી આઇપીએસ સંજયસિંગ બોલું છું કહી પ્રદીપ ભાઈને ડરવાનો પ્રયાસ કર્યો હતો, સાથે કહ્યું હતું કે આ વીડિયો ફેસબુક પર અપલોડ નહિ થવા દેવો હોય તો પેટીએમ મારફતે ૪૧,૫૦૦ મોકલવા કહી ધાક-ધમકી આપી પૈસા પડાવ્યા હતા,જે બાદ ગભરાઇને હીરા સાથે સંકળાયેલા પ્રદિપભાઇએ ૪૧,૫૦૦ ટ્રાન્સફર કરી દીધા હતા. પરંતુ વાત અહી પૂર્ણ નહિ થઈ હતી અને ત્યારબાદ ખોટા નંબર પર ટ્રાન્જેક્શન કર્યુ એમ કહીં બીજા નંબર પર વધુ રૂા. ૪૧.૫૦૦ ટ્રાન્સફર પડાવી લીધા હતા. અન્ય સંજયસિંગ નામની વ્યક્તિએ વધુ ૯૭ હજારની પ્રદીપ ભાઈ પાસે માંગ કરી હતી. બ્લેકમેલિંગ બાદ ઠગાઇનો અહેસાસ થતા વૃદ્ધે પોલીસ ની મદદ લેવાનું નક્કી કર્યું હતું, બાદ તેમણે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
પોલીસ તપાસ શરુ 
હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રદીપભાઈ ની હનીટ્રેપની  ફરિયાદ બાદ પોલીસે આ ઠગ ટોળકીની શોધખોળ શરૂ કરી છે. ઠગ ટોળકીએ હનીટ્રેપમાં માત્ર આ વૃદ્ધને ફસાવ્યા છે કે એ સિવાય પણ અન્ય કેટલાક લોકોને નિશાન બનાવ્યા છે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે..
Whatsapp share
facebook twitter