+

Surat: ધારાસભ્ય સંગીતા પાટીલના મત વિસ્તારમાં હલ્દી કંકુ કાર્યક્રમમાં નારી શક્તિનું દર્શન

Surat: Surat શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારની સૌભાગ્યવતી બહેનો માટે હલ્દી- કંકુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉત્તરાયણ પછીના 15 દિવસ સુધી કંકુ- હલદીની રસમ નિભાવવામાં આવે છે. ધારાસભ્ય સંગીતા પાટીલના મત…

Surat: Surat શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારની સૌભાગ્યવતી બહેનો માટે હલ્દી- કંકુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉત્તરાયણ પછીના 15 દિવસ સુધી કંકુ- હલદીની રસમ નિભાવવામાં આવે છે. ધારાસભ્ય સંગીતા પાટીલના મત વિસ્તાર (Surat) માં યોજાયેલા હલ્દી કંકુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી. સૌભાગ્યવતી બહેનો એકબીજાના કપાળે હલ્દી અને કંકુનો તિલક કરી તલ સાંકળી અને ગોળની આપલે કરે છે. પોતાનું અખંડ સૌભાગ્ય રહે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે. ગુજરાતમાં પણ આ તહેવારની ઉજવણી વર્ષોથી થતી આવી છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કહ્યું કે, ‘આજે મને નારી શક્તિના દર્શન થયા છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ નારી શક્તિનો ઉલ્લેખ થતો હતો. આપણી બહનો વધુ મહત્વ આપવા માટે આપણાં પ્રધાનમંત્રીએ નારીઓને વિધાનસભામાં અને લોકસભામાં પણ 33% સીટો અનામત આપી છે.’

ધારાસભ્ય સંગીતા પાટીલના મત વિસ્તારમાં હલ્દી કંકુ કાર્યક્રમ યોજાયો હતો. આ હલ્દી કંકુ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ 14મી જાન્યુઆરી બાદ કરવામાં આવતો હોય છે. હલ્દી કંકુ કાર્યકમમાં ધાર્મિક ભાવના રહેલી હોય છે.

આ દરમિયાન ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કહ્યું કે, ‘આજે મને નારી શક્તિના દર્શન થયા છે. પાટીલ સાહેબે વધુમાં કહ્યું કે, મકરસંક્રાંતિ બાદ આની શરૂઆત કરવામાં આવતી હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ નારી શક્તિનો ઉલ્લેખ થતો હતો. આપણી બહનો વધુ મહત્વ આપવા માટે આપણાં પ્રધાનમંત્રીએ નારીઓને વિધાનસભામાં અને લોકસભામાં પણ 33% સીટો અનામત આપી છે.’

વધુમાં પાટીલ સાહેબે કહ્યું કે, ‘પ્રધાનમંત્રીના કારણે આજે બહેનો સુરક્ષીત થઈ છે. આ વખતે દેશવાસીએ સહિત વિશ્વભરના લોકોએ 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી પરેડમાં નારીઓની શક્તિ જોઈ છે. પ્રધાનમંત્રીએ સતત બહેનોની સુરક્ષા માટે સતત પ્રયત્ન કર્યા છે.અત્યારે બહેનો દેશની અંદર અને ગુજરાતમાં સૌથી સુરક્ષિત હતી અને છે. રાતે 12 વાગ્યે 2 વાગ્યે પણ દીકરી એકલી જાય એવી સુરક્ષા પીએમ એ બહેંનોને આપી છે.’

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કહ્યું કે, ‘એક પિતાને દેવામાંથી મુક્ત કરવા માટે અને દહેજ પ્રથા જેવા કુરિવાજને દૂર કરવાની આપણે હલ્દી કંકુથી શરૂઆત કરી હતી. અત્યારે જ્યારે પણ લગ્નમાં કોઈનું આમંત્રણ આવે તો લોકો કહે છે કે, અમે દીકરીઓ પાસેથી દહેજ નથી લીધું એટલે તમે અમારા લગ્નમાં ચોક્કસ હાજરી આપજો.હલ્દી કંકૂના કાર્યક્રમ થકી આપણે ખુબ જ સારા પરિણામ મળ્યા છે.’

વધુમાં તેમણે કહ્યું કે, ‘માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ હંમેશા નારી શક્તિનો ઉલ્લેખ કરતા આવ્યા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે બહેનોને એમનો અધિકાર મળી રહે એ માટે એમણે ખૂબ કાર્ય કર્યું. તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકામાં પચાસ ટકા બહેનોને ટિકિટ આપી-અને બહેનો કોર્પોરેટર બની શકી, એમને એમનો અધિકાર મળ્યો-આ મોદી સાહેબની દેન છે. બહેનોનાં નામ પર દસ્તાવેજ કરવામાં આવે તો રજીસ્ટર કરાવવાની ફી ઓછી કરી, એને કારણે બહેનોની આર્થિક સુરક્ષિતતા વધી-આ પણ મોદી સાહેબની જ દેન છે. મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એ પછી એમણે આખા દેશની બહેનોની કાળજી લીધી. હવે સમગ્ર દેશની બહેનોને વિશ્વાસ છે કે મોદી છે તો આપણે સુરક્ષિત છીએ.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ‘જો કોઈ દીકરી ભણવા માગતી હોય, તેને કોઈ જાતની તકલીફ હોય તો જરુર અમારો સંપર્ક કરજો. અમે હંમેશા તમારા માટે તૈયાર છીએ. એ દીકરીઓ માટેની જવાબદારી લેવા માટે તૈયાર છીએ. કોઈ પણ બહેનોને કોઈ પણ તકલીફ હોય તો જરુર અમારો સંપર્ક કરજો અમે બધા તમારી સાથે છીએ.’

લિંબાયત વિધાનસભામાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા નીલગીરી મેદાનમાં યોજાયેલા હલદી કુમકુમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. ઉપસ્થિત સૌ બહેનોને હૃદયપૂર્વક શુભચ્છાઓ પાઠવી અને એમનાં અખંડ સૌભાગ્ય માટે પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરી. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી બહેનોએ વાતાવરણને ‘શક્તિમય’ બનાવી દીધું.

આ કાર્યક્રમમાં લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી મનુભાઇ પટેલ, પ્રદેશમંત્રી શ્રીમતી શીતલબેન સોની, surat શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, નવસારી જીલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઇ શાહ, યુથ ફોર ગુજરાતનાં પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઇ પાટીલ, હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

આ પણ વાંચો: BJP પ્રદેશ અધ્યક્ષ C.R.PATIL ની હાજરીમાં કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાયા

 

Whatsapp share
facebook twitter