+

Dahod: સાસરે પહોંચે તે પહેલા જ નવવધૂને પ્રેમી ઉઠાવી ગયો, વરરાજા દોડ્યો પોલીસ સ્ટેશન

Dahod: દાહોદમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે જેમાં યુવતીને પ્રેમ કરવો ભારે પડ્યો છે. પ્રેમી પરિણીત હોવાથી લગ્ન શક્ય ન બન્યા હતા. જ્યારે પ્રેમિકાના…

Dahod: દાહોદમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે જેમાં યુવતીને પ્રેમ કરવો ભારે પડ્યો છે. પ્રેમી પરિણીત હોવાથી લગ્ન શક્ય ન બન્યા હતા. જ્યારે પ્રેમિકાના અન્ય યુવક સાથે લગ્ન થતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ લગ્ન કરી જાન પરત ઘરે પહોંચે તે પહેલાં જ પોતાના મિત્રો સાથે મળી નવવધૂનુ અપહરણ કરી મધ્યપ્રદેશ તરફ ભાગી ગયો હતો. પોલીસે મુખ્ય આરોપી પ્રેમી મહેશ સહિત ચારની ધરપકડ કરી નવવધૂને પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

વરરાજાએ કતવારા પોલીસ મથકે નોધાવી ફરિયાદ

નોંધનીય છે કે, 19 મે ના રોજ દાહોદના ભાટીવાડા ગામના રોહિત આમલીયાર જાણ દાહોદના સાલાપાડા ખાતે ગઈ સમાજના રીતિરિવાજો મુજબ લગ્નની વિધિ સંપન્ન કરી નવવધૂને લઈને જાનૈયા પરત આવી રહ્યા હતા. આ દરમિયાન દાહોદના નવાગામ ચોકડી પાસે અલગ અલગ મોટરસાયકલો ઉપર ધસી આવેલા ટોળાંએ ગાડીમાં બેઠેલી નવવધૂને ખેચીને મોટરસાયકલ ઉપર બેસાડી ફરાર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ બનાવના પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. સમગ્ર મામલે વરરાજાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.

200 કિલોમીટર વિસ્તારના સીસીટીવી તપાસવામાં આવ્યા

આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી એલસીબી એસઓજી સહિત પોલીસે અલગ અલગ ચાર ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં હ્યુમન ઈન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ તેમજ પોલીસે વિસ્તારમાં આશરે 200 કિલોમીટર વિસ્તારના સીસીટીવી તપાસવામાં આવ્યા હતા. અંતે નવવધૂ તેમજ આરોપી ભોપાલ ખાતે હોવાની માહિતી મળી હતી. આરોપીએ ભોપાલના ગજાનંદ કોલોનીમાં પીજીમાં રહેતા મિત્રોને ત્યાં આશરો લીધો હતો. ત્યાથી નવવધૂ સહિત ચારની ધરપકડ કરી પોલીસે નવવધૂને પરિવારજનોને સોપવાની તજવીજ હાથ ધરી છે.

મહેશ ભૂરીયા સાથે નવવધૂને છેલ્લા છ વર્ષથી પ્રેમ સંબંધ હતો

મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના પતરા ગામના મહેશ ભૂરીયા સાથે નવવધૂને છેલ્લા છ વર્ષથી પ્રેમ સંબંધ હતો. પરંતુ મહેશ પહેલાથી જ પરિણીત હોવાના કારણે લગ્ન શક્ય નહોતા અને પોતાની પ્રેમિકાના અન્ય યુવક સાથે લગ્ન થતાં ઉશ્કેરાયેલા પ્રેમી મહેશે પોતાના મિત્રોની મદદ લઈ પ્રેમિકા સાસરે પહોચે તે પહેલા જ ઉઠાવી જવાનો પ્લાન ઘડ્ હતા. આ સમગ્ર ઘટનામાં નવવધૂનો પિતરાઇ ભાઈ જ મદદગારીમાં લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. યુવતીના પિતરાઈ ભાઈએ લગ્નની વિધિ તેમજ જાન નીકળવાની તમામ માહિતી આરોપીઓ સુધી પહોચાડી હતી.

આરોપીએ ભોપાલમાં પોતાના મિત્રોને ત્યા લીધો હતો આશરો

આરોપીઓ માહિતી મેળવતા ગયા અને નવાગામ ખાતે રોકાઈને રસ્તામાંથી નવવધૂનું અપહરણ કરી લીધું હતું. અપહરણ કરીને ભોપાલમાં અભ્યાસ કરતાં પોતાના મિત્રો પાસે આશરો માંગી ત્યાં રોકાયો હતો. જો કે, ફરિયાદ થતાની સાથે જ પોલીસે બે દિવસમાં આરોપીઓ તેમજ નવવધૂને શોધી કાઢી સમગ્ર ઘટનાનો પ્રદાફશ કર્યો હતો. ઘટનામાં કુલ 14 લોકો અત્યાર સુધી સંડોવણી સામે આવી છે. જેમાં ચારની ધરપકડ કરાઇ છે તેમજ તેમની પાસેથી દેશી પિસ્ટલ પણ કબ્જે કરવામાં આવી છે. જ્યારે બાકીના 10 આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

અહેવાલ: સાબીર ભાભોર, દાહોદ

આ પણ વાંચો: Vapi : ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રેલવે ટ્રેક પર ચઢી, સામેથી આવી ટ્રેન અને પછી…

આ પણ વાંચો: Ahmedabad : દીકરીને વારંવાર હેરાન કરતા જમાઇનું સસરાએ જ ઢીમ ઢાળી દીધું

આ પણ વાંચો: Morbi : વાઘપર ગામે ધૂણતા ધૂણતા અચાનક ભુવાજી ઢળી પડ્યા, થયું મોત

Whatsapp share
facebook twitter