+

બાગેશ્વર ધામ પહોંચ્યો ફિલ્મોનો ‘ખલનાયક’ Sanjay Dutt, બાલાજી મહારાજનાં કર્યાં દર્શન, પછી કહી આ વાત

બોલિવૂડના જાણીતા અભિનેતા સંજય દત્ત (Sanjay Dutt) ગઈકાલે એટલે કે 15 જૂનના રોજ મધ્યપ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામમાં (Bageshwar Dham) પહોંચ્યા હતા. સંજય દત્તે બાગેશ્વર ધામમાં બાલાજી મહારાજનાં દર્શન કરી…

બોલિવૂડના જાણીતા અભિનેતા સંજય દત્ત (Sanjay Dutt) ગઈકાલે એટલે કે 15 જૂનના રોજ મધ્યપ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામમાં (Bageshwar Dham) પહોંચ્યા હતા. સંજય દત્તે બાગેશ્વર ધામમાં બાલાજી મહારાજનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સંજય દત્તે બાલાજીની પ્રદક્ષિણા પણ કરી હતી. બાગેશ્વર ધામ પરિવારે સંજય દત્તનું સ્વાગત કર્યું હતું. દરમિયાન, અભિનેતાએ કહ્યું કે તે અહીં વારંવાર અહીં આવશે. આ એક અદ્ભુત સ્થળ છે, અહીં બાલાજી મહારાજનાં વિશેષ આશીર્વાદ છે.

‘લાગે છે કે હું વર્ષોથી ઓળખું છું’

સંજય દત્ત બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Pandit Dhirendra Krishna Shastri,) સાથે પણ મુલાકાત કરી હતી અને તેમના આશીર્વાદ લીધા હતા. બાદમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અભિનેતાને આખું બાગેશ્વર ધામ બતાવ્યું હતું, જેના વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. ‘આજ તક’ અનુસાર, સંજય દત્તે કહ્યું કે મહારાજજીને મળ્યા પછી તેમને લાગ્યું કે જાણે તેઓ તેમને વર્ષોથી ઓળખતા હોય. આ તેમના જીવનની શ્રેષ્ઠ અને યાદગાર ક્ષણોમાંની એક છે.

સંજય દત્તની આગામી ફિલ્મો

અભિનેતા સંજય દત્તે (Sanjay Dutt) આગળ કહ્યું કે, હવે તે અહીં એટલે કે બાગેશ્વર ધામ વારંવાર આવશે. સંજય દત્તની આવનારી ફિલ્મોની વાત કરીએ તો અભિનેતા પાસે હાલમાં ઘણી ફિલ્મો છે. ટૂંક સમયમાં તે ‘ઘુડચઢી’ (Ghudchadi) માં જોવા મળશે, આ ફિલ્મમાં રવિના ટંડન પણ જોવા મળી શકે છે. આ સિવાય તે તેલુગુ ફિલ્મ ‘માસ્ટર બ્લાસ્ટર’ અને ‘ડબલ આઈસ્માર્ટ’ (Double iSmart) માં પણ જોવા મળશે.

આ પણ વાંચો – ‘Maharaj’ ફિલ્મને લઈને હાઇકોર્ટમાં ફિલ્મ નિર્માતાઓ રજૂઆત સાથે પહોંચ્યા

આ પણ વાંચો – Border 2 : 27 વર્ષ બાદ સની દેઓલ ફરી સૈનિક બની ગર્જના કરશે, Border 2 નો પ્રથમ Video આવ્યો સામે

આ પણ વાંચો – Aamirના પુત્રની ફિલ્મ રિલીઝ કરવા ગુજરાત હાઇકોર્ટે આપ્યો મનાઇ હુકમ

 

Whatsapp share
facebook twitter