+

ELON MUSK ની ચોંકાવનારી ટિપ્પણી, કહ્યું – EVM મશીન થઈ શકે છે હેક!

Elon Musk About EVM Machine : દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાંથી એક  અને ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર Elon Musk વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે. હવે Elon Musk ની ઈલેક્ટ્રોનિક વોટિંગ…

Elon Musk About EVM Machine : દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાંથી એક  અને ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર Elon Musk વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે. હવે Elon Musk ની ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ઉપર કરાએલ ટિપ્પણી લોકોમાં ચર્ચાનો વિષય બની છે. એલન મસ્ક દ્વારા EVM અંગે કહેવામાં આવ્યું છે કે, EVM હેક થઈ શકે છે અને તેને ખતમ કરી દેવી જોઈએ.આ સાથે તેમણે અમેરિકન ચૂંટણીમાંથી EVM હટાવવાની માંગ કરી હતી.નોંધનીય છે કે, યુએસ પ્રમુખ માટે સ્વતંત્ર ઉમેદવાર રોબર્ટ એફ કેનેડી જુનિયરની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતી વખતે એલન મસ્ક દ્વારા આ વાત કહેવામાં આવી છે.

આપણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને દૂર કરવા જોઈએ – Elon Musk

યુએસ પ્રમુખ માટે સ્વતંત્ર ઉમેદવાર રોબર્ટ એફ કેનેડી દ્વારા હાલના X એટલે કે ટ્વિટર ઉપર પોસ્ટ કરવામાં આવી હતી જેમાં કેનેડીએ શરૂઆતમાં પ્યુર્ટો રિકોમાં ચૂંટણી દરમિયાન ઈવીએમમાં ​​થયેલી ગેરરીતિઓ વિશે લખ્યું હતું. હકીકતમાં, અમેરિકી રાષ્ટ્રપતિ પદના દાવેદાર રોબર્ટ એફ કેનેડી જુનિયરે એસોસિએટેડ પ્રેસને ટાંકીને પોસ્ટમાં લખ્યું છે કે, પ્યુઅર્ટો રિકોની પ્રાથમિક ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી સંબંધિત વોટિંગમાં ઘણી ખામીઓ સામે આવી છે.

કેનેડી જુનિયરની X પરની પોસ્ટનો જવાબ આપતા, એલોન મસ્કએ કહ્યું કે આપણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને દૂર કરવા જોઈએ. આ પોસ્ટ શેર કરતાં એલોન મસ્કે લખ્યું, “આપણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને ખતમ કરી નાખવું જોઈએ. માણસો અથવા AI દ્વારા હેક થવાનું જોખમ ભલે નાનું છે, તેમ છતાં ઘણું વધારે છે.

શું છે EVM મશીન

હવે આપણે જાણીએ કે EVM એટલે વાસ્તવમાં છે શું. EVM એક પ્રકારનું ઈલેક્ટ્રોનિક સાધન છે જેનો ઉપયોગ ચૂંટણીમાં મત કરવા અને તેની ગણતરી કરવા માટે થાય છે. ભારતમાં, EVM નો ઉપયોગ વિવિધ પ્રકારની ચૂંટણીઓ જેમ કે લોકસભા, વિધાનસભા અને પંચાયતની ચૂંટણીઓમાં થાય છે.ભારતમાં ઈવીએમએ ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક, સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવી છે, જેનાથી મતદારોનો વિશ્વાસ પણ વધ્યો છે. જો કે વિપક્ષ વારંવાર ઈવીએમને લઈને સવાલો ઉઠાવતો રહ્યો છે. વિપક્ષની માંગ છે કે ઈવીએમમાં ​​વધુ સુધારો કરીને તેને વધુ પારદર્શક બનાવવો જોઈએ.

આ પણ વાંચો : ISRAEL – HAMAS WAR : ગાઝામાં યુદ્ધનું ભયાવહ સ્વરૂપ, મૃત્યુઆંક 37 હજારને પાર

Whatsapp share
facebook twitter