+

BJP નેતાઓ સાથે ફોટા પડાવનારા મહાઠગે ભાજપને પણ ના છોડી ?

BJP : કાશ્મીરમાં PMO ના અધિકારી બનીને Z+ સુરક્ષા અને VVIP સવલતો ભોગવનાર ઠગ કિરણ પટેલ (Kiran Patel) બાદ એક નવા મહાઠગ દિપક ચંદ્રકાંત શાહ (Dipak C Shah) ના કારનામાઓ…

BJP : કાશ્મીરમાં PMO ના અધિકારી બનીને Z+ સુરક્ષા અને VVIP સવલતો ભોગવનાર ઠગ કિરણ પટેલ (Kiran Patel) બાદ એક નવા મહાઠગ દિપક ચંદ્રકાંત શાહ (Dipak C Shah) ના કારનામાઓ સામે આવી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) ના નેતાઓ સાથે કથિત રીતે ઘરોબો ધરાવતા દિપક શાહે BJP ને પણ છોડી નથી. અત્રે નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં નોંધાયેલા કેસ સિવાયના તમામ મામલાઓમાં દિપક શાહને તંત્ર તરફથી રાહત મળતી આવી છે. રોકાણકારો તેમજ બેંક સાથે ઠગાઈ, હાઈકોર્ટમાં ડૉક્ટરનું નકલી સર્ટિફિકેટ રજૂ કરનાર અને કેન્દ્રીય મંત્રીના પિતરાઈ તરીકે ઓળખ આપતા મહાઠગના રાજકીય જોડાણને જાણવા વાંચો આ અહેવાલ…

નેતા-ઉદ્યોગપતિ સાથે સંબંધ બતાવવા તસવીરોનો ઉપયોગ

Reliance CMD મુકેશ અંબાણી (Mukesh Ambani) સાથે તસવીર ખેંચાવી અનેક લોકોને બાટલીમાં ઉતારનારા મહાઠગ દિપક શાહે ભાજપના નેતાઓ (BJP Leaders) ને પણ છોડ્યા નથી. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થયા બાદ દિપક શાહે BJP નેતાઓ સાથે સંપર્ક બનાવવાનું શરૂ કર્યું હતું. જિલ્લા તેમજ રાજ્ય કક્ષાના નેતાઓને વાર તહેવારે ખુશ કરી દિપક શાહ દસેક વર્ષ અગાઉ દિલ્હી સુધી પહોંચી ગયો હતો. BJP ના રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓ સાથે કથિત રીતે ઘરોબો ધરાવતા દિપક શાહે તસવીરો થકી અનેક લોકોને જાળમાં ફસાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની હાલ ચર્ચા છે. મહાઠગ કિરણ શાહની પણ આવી જ કેટલીક તસવીરો તેની ધરપકડ બાદ સામે આવી હતી.

Conman created relationship with BJP leaders

Conman created relationship with BJP leaders

BJP નેતાઓ સાથે મહાઠગની અનેક તસવીરો

મહાઠગ દિપક શાહે તત્કાલિન રાષ્ટ્રીય પ્રવક્તા ભાજપ (BJP National Spokesperson) શાહનવાઝ હુસૈન, સુષ્મા સ્વરાજ (Sushma Swaraj) બિહાર BJP ના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી (Sushil Modi) ભાજપના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) મધ્યપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan) કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan) અને ગુજરાત BJP પ્રમુખ ચંદ્રકાંત પાટીલ સાથે તસવીરો ખેંચાવી છે. તસવીરોને જોતાં શાહનવાઝ હુસૈન (Shahnawaz Hussain) સાથે દિપક શાહની અનેક મુલાકાતો થઈ હોવાનું તેમજ સારો એવો ઘરોબો હોવાનું માની શકાય તેમ છે. એક ચર્ચા અનુસાર એક સમયે ચીટર દિપક શાહ દિલ્હી (Delhi) માં વચેટીયાની ભૂમિકા ભજવતો હતો. દિપક શાહને કેટલાંક રાજકીય નેતાઓનું પીઠબળ હોવાની સાચી-ખોટી વાતો પણ જે-તે સમયે થતી હતી.

Conman created relationship with BJP leaders

Conman created relationship with BJP leaders

Ahmedabad ના કેસમાં મહાઠગ દિપક સામે થઈ કાર્યવાહી

વર્ષ 2016માં યુનિયન બેંક ઑફ ઈન્ડિયા (Union Bank of India) સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરનારા દિપક સામે CBI એ કેસ કર્યો હતો. ગોવા સરકાર (Goa Government) સાથે છેતરપિંડી કરી ચૂકેલા દિપક સામે વર્ષ 2022માં અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન (Sola Police Station) માં બળાત્કારી નારાયણ સાઈ (Narayan Sai) ને જેલમાંથી છોડાવવા ડૉક્ટરનું બોગસ સર્ટિફિકેટ રજૂ કરવાનો કેસ થયો. સપ્ટેમ્બર-2022માં સુરત આર્થિક ગુના નિવારણ શાખા (Surat EOW) માં દિપક અને તેની ઠગ ટોળકીના સાગરીતો સામે લાખો રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધાયો. અમદાવાદના પ્રફુલ ઠાકરે અથાગ પ્રયાસો બાદ નોંધાવેલી લાખો રૂપિયાની ઠગાઈના કેસમાં Ahmedabad EOW એ દિપક અને તેના સાગરીતોને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જાન્યુઆરી મહિનાથી જેલમાં કેદ દિપક બહાર નીકળવા હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવી ચૂક્યો છે. દરમિયાનમાં ગત એપ્રિલ મહિનામાં બીજી એક ઠગાઈની ફરિયાદ થતાં દિપક શાહ અને તેની ટોળકી કાયદાના સકંજામાં બરાબરની આવી ગઈ છે.

Conman created relationship with BJP leaders

Conman created relationship with BJP leaders

BJP કાર્યાલય માટે આપેલો મહાઠગનો ચેક રિટર્ન ?

હાલ જેલના સળિયા ગણી રહેલાં મહાઠગ દિપક શાહે BJP ને છેતરી હોવાની એક ચર્ચા વહેતી થઈ છે. ભાજપના નેતાઓ સાથે તસવીર ખેંચાવનારા દિપક શાહે બેએક વર્ષ અગાઉ ભાવનગર કમલમ્ (Kamalam) કાર્યાલય માટે ચેકથી 11 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. ભાવનગર ખાતે નૂતન વર્ષ નિમિત્તે યોજાયેલા નવનિર્મિત ભાજપ કાર્યાલય સન્માન સમારોહમાં સી. આર. પાટીલે (C R Patil) મહાઠગ દિપક શાહના હારતોરા કર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર દિપક શાહે ભારતીય જનતા પાર્ટીને આપેલો લાખો રૂપિયાનો ચેક બેંકમાંથી રિર્ટન થયો હતો. આ મામલે ભાવનગર ભાજપ (Bhavnagar BJP) ના સ્થાનિક નેતાઓ પાસેથી જાણકારી મેળવવાનો Gujarat First એ પ્રયાસ કર્યો હતો. જો કે, કેટલાંક નેતાઓએ આવી વાત ધ્યાન પર નથી તો કોઈએ ચૂંટણીમાં વ્યસ્ત હોવાનું બહાનું આપ્યું હતું.

આ પણ વાંચો – Narayan Sai : જનમટીપના કેદીને જેલમાંથી કાઢવા મહાઠગે 65 કરોડમાં કર્યો હતો સોદો

આ પણ વાંચો – Goa Government સાથે છેતરપિંડી કરનારા મહાઠગ દિપક શાહ સામે અનેક કેસ

આ પણ વાંચો – PDEU : ઉદ્યોગપતિ Mukesh Ambani સુધી પહોંચનારા મહાઠગની ફરી ધરપકડ

Whatsapp share
facebook twitter