+

Rajkot: હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની કેનોપી તૂટી પડતા સર્જાઈ દુર્ઘટના

Rajkot: રાજકોટમાં આવેલા હિરાસર એરપોર્ટ (Hirasar International Airport)પર ચોમાસાની શરૂઆતમાં જ એક દુર્ઘટના સર્જાઈ હોવાની વિગતો સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો હિરાસર એરપોર્ટ (Hirasar International Airport)ની કેનોપી…

Rajkot: રાજકોટમાં આવેલા હિરાસર એરપોર્ટ (Hirasar International Airport)પર ચોમાસાની શરૂઆતમાં જ એક દુર્ઘટના સર્જાઈ હોવાની વિગતો સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો હિરાસર એરપોર્ટ (Hirasar International Airport)ની કેનોપી તૂટી પડવાની ઘટના બની છે. મળતી જાણકારી પ્રમાણે ટર્મિનલ બહાર પેસેન્જર પીકઅપ ડ્રોપ એરિયામાં આ ઘટના બની છે. નોંધનીય છે કે, ચોમાસાની શરૂઆતમાં જ દુર્ધટના સર્જાઇ છે. જો કે, અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

દિલ્હી જેવી દુર્ઘટના બનતા બનતા રહીં ગઈ

નોંધનીય છે કે, રાજકોટ (Rajkot) એરપોર્ટમાં આજે દિલ્હી જેવી દુર્ઘટના બનતા બનતા રહીં ગઈ છે. વિગતે વાત કરવામા આવે તો હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ (Hirasar International Airport0ના ટર્મિનલમાં ચોમાસાની શરૂઆતમાં જ મોટી દુર્ઘટના સર્જાતી રહી ગઈ છે. નોંધનીય છે કે, ટર્મિનલની બહાર પેસેન્જર પીકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડવાની ઘટના સામે આવી છે. હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં કેનોપી તૂટી પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. હમણાં થોડા સમય પહેલા દિલ્હી એરપોર્ટ પર પણ આવી જ એક દુર્ઘટના સર્જાઈ હતી.

આ પણ વાંચો: NEET EXAM SCAM: પેપર લીક કેસમાં Gujarat ના 4 જિલ્લામાં CBIના દરોડા, કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ

આ પણ વાંચો: Navsari: બીલીમોરામાં પાલિકાની ઘોર બેદરકારી; ખુલ્લી ગટરમાં પડી નિર્દોષ બાળકી, 12 કલાકથી છે લાપતા

આ પણ વાંચો: Gujarat ના ઈતિહાસમાં સૌથી મોટા કૌભાંડના આરોપી Naresh Jani ને લઈને વધુ એક મહત્વનો ખુલાસો

Whatsapp share
facebook twitter