+

બોટાદના MLA નો અનોખો પત્ર વાયરલ, સરકાર શું કરશે ?

વર્ષોથી ભ્રષ્ટાચાર સિસ્ટમનો એક ભાગ થઈ ગયો છે અને આ વાત CM (Common Man) થી CM (Chief Minister) સુધીના સૌ કોઈ જાણે છે. આમ છતાં ભ્રષ્ટાચારના વધતા જતા સડાને અંકુશમાં…

વર્ષોથી ભ્રષ્ટાચાર સિસ્ટમનો એક ભાગ થઈ ગયો છે અને આ વાત CM (Common Man) થી CM (Chief Minister) સુધીના સૌ કોઈ જાણે છે. આમ છતાં ભ્રષ્ટાચારના વધતા જતા સડાને અંકુશમાં રાખવા ACB, CBI સહિતની એજન્સીઓ કાર્યરત છે. Gujarat ની બોટાદ વિધાનસભા (Botad Assembly) બેઠકના MLA ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) ને લખેલો પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પત્ર Gujarat First પાસે આવતા અમે તેની ખરાઈ કરી અને ઉમેશભાઈનો સંપર્ક કર્યો. BA, B.ED સુધીનો અભ્યાસ કરનારા અને ભાવનગર યુનિવર્સિટી (Bhavnagar University) માં ગોલ્ડ મેડલ મેળવનારા ઉમેશ મકવાણા (Umesh Makwana) એ પત્ર સંદર્ભે કરેલી વાતો અમે અહીં રજૂ કરીએ છીએ.શું લખ્યું છે પત્રમાં ? : ઉમેશ મકવાણા ધારાસભ્ય, ગુજરાત 107 – બોટાદ વિધાનસભાના સરકારી લેટર પેડ પર ગત 8 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીને સંબોધીને મારા ઉપર એસીબીની તપાસ મુકવા બાબત વિષયે લખવામાં આવ્યું છે. મારા ધારાસભ્ય તરીકે એકવર્ષ પૂર્ણ થાય છે. જેના અનુસંધાને મારા ઉપર આવક અને સંપત્તિની એસીબી (ACB Gujarat) દ્ધારા તપાસ કરવામાં આવે. સાથે સાથે ગુજરાતના તમામ ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદ સભ્યો (IAS Gujarat) અને ગુજરાતના તમામ આઈપીએસ (IPS Gujarat) તથા આઈએએસ (IAS Gujarat) કક્ષાના અધિકારીઓ ઉપર પણ એસીબી દ્ધારા તપાસ કરવામાં આવે. જેનો અહેવાલ ઓનલાઈન ગુજરાત સરકારની વેબ સાઈટ પર મુકવામાં આવે. જેને ગુજરાતની જનતા જાણી શકે.કેમ લખ્યો પત્ર ? : પત્ર લખવાનો વિચાર કેવી રીતે આવ્યો તે બાબતે પૂછતાં તેમણે કહ્યું કે, હું જ્યારે ધારાસભ્ય ન હતો ત્યારે “MLA રોડ ખાઈ ગયો – MLA પુલ ખાઈ ગયો” આવી વાતો થતી હતી. જ્યારે હું ધારાસભ્ય બન્યો ત્યારે જાણ થઈ કે, લોકશાહીમાં ધારાસભ્ય પાસે તો કોઈ સત્તા જ નથી. સત્તા તો IAS અને IPS પાસે જ છે. દરેક ધારાસભ્યે મતક્ષેત્રમાં કરેલી કામગીરીનું સરવૈયું દર વર્ષે આપવું જોઈએ. હું આગામી 26 ડિસેમ્બર (ધારાસભ્યના શપથ લીધા તે તારીખ) ના રોજ એક વર્ષમાં મેળવેલો પગાર, અન્ય કમાણી અને મારી મિલકત જાહેર કરીશ. હું બાકી ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદ સભ્યો અને ખાસ કરીને IAS – IPS અધિકારી પાસે આવી જ અપેક્ષા રાખું છું.

આ પણ વાંચો – Ankleshwar : ડીસન્ટ રેસ્ટોરન્ટના ભોજનમાં મકોડા નીકળતા ગ્રાહકનો હોબાળો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter