+

ચોંકાવનારી ઘટના, રાજકોટમાં ધંધાકીય હરિફાઇમાં ટાઇમ બોમ્બથી બ્લાસ્ટ…!

અહેવાલ–રહિમ લાખાણી, રાજકોટ ગુંદવાડી બજારમાં રમકડાં નહિ પણ ટાઈમ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો ધંધાકીય હરીફાઈમાં સાળા બનેવી ટાઈમ બૉમ્બ ત્યાર કર્યો.. યુ ટ્યુબમાં જોઈ ટાઈમ બૉમ્બ તૈયાર કરવામાં આવ્યો બૉમ્બ…
અહેવાલ–રહિમ લાખાણી, રાજકોટ
ગુંદવાડી બજારમાં રમકડાં નહિ પણ ટાઈમ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો
ધંધાકીય હરીફાઈમાં સાળા બનેવી ટાઈમ બૉમ્બ ત્યાર કર્યો..
યુ ટ્યુબમાં જોઈ ટાઈમ બૉમ્બ તૈયાર કરવામાં આવ્યો
બૉમ્બ બનાવવા માટે ફટાકડાનો દારુગોળો, ઘડિયાળ, મોબાઇલ બેટરી અને વાયરથી બનાવ્યો બોમ્બ 
રાજકોટ તાજેતરમાં ગુંદાવાડી વિસ્તારમાં આવેલી એક મોબાઇલની દુકાનમાં અજાણી મહિલા થેલી મૂકી ગયા બાદ તેમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી હતી. પ્રાથમિક તપાસમાં થેલીમાં રહેલ રમકડાનું લિકવિડ લીક થતા આગ લાગ્યાનું સામે આવ્યું હતું. જોકે આ બનાવની ઊંડાણપૂર્વક તપાસ કરતા આ બ્લાસ્ટ ધંધાની હરીફાઈમાં ટાઈમ બોમ્બ મૂકીને કરાયો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પોલીસે થેલી મૂકીને જનાર મહિલા ડોલી તેમજ બીજી મોબાઈલની દુકાનના માલિક કાલરામ ઉર્ફે કલ્પેશ ચૌધરી અને તેના સાળા સહિત ત્રણને સકંજામાં લાઇ વધુ તપાસ હાથ ધરી છે.
દુકાનના સંચાલકે પોલીસને શંકા વ્યકત કરી
જાણવા મળતી વિગત મુજબ ગુજરાત મોબાઇલ નામની દુકાનનાં સંચાલક ભવારામ ચૌધરીએ ગત તા.7ને શુક્રવારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે, ગુરુવારે મધરાતે તેની દુકાનમાં લાગેલી આગ એ અકસ્માત નહીં પરંતુ ષડ્યંત્ર હતું. ગુરુવારે સાંજે એક મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવી હતી અને પોતાની સાથે લાવેલી પાર્સલ ભૂલી ગયાનું નાટક કર્યું હતું. રાત્રે દુકાન બંધ કરતી વખતે ભવારામ તે પાર્સલ દુકાનની અંદર રાખી દીધું હતું અને મધરાતે તે પાર્સલમાંથી ધડાકા બાદ આગ ભભૂકી ઊઠી હતી.
Image preview
સીસી ટીવીમાં મહિલા દેખાઇ
પોલીસે દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં પાર્સલ મૂકી જનાર મહિલા કેમેરામાં દેખાઇ હતી. તેણે મોઢે દુપટ્ટો વીંટ્યો હોવાથી તેની ઓળખ મુશ્કેલ બની હતી. જોકે ક્રાઇમ બ્રાંચે ચોક્કસ બાતમીના આધારે એસટી બસપોર્ટ નજીક મોબાઇલ એસેસરીઝની દુકાન ચલાવતા કાલરામ ઉર્ફે કલ્પેશ ચૌધરી અને તેના સાળાને ઉઠાવી લીધા હતા.
Image preview
ધંધાકીય હરિફાઇમાં રચ્યું કાવતરું
આ બંનેની પૂછપરછમાં પાર્સલ મૂકી જનાર ત્યક્તા ડોલી નામની એક યુવતીનું નામ ખુલતા પોલીસે તેને પણ ઉઠાવી લીધી હતી. આરોપીઓની કબૂલાત મુજબ ભવારામ અને કાલારામ બંને રાજસ્થાની છે અને બંને વ્યક્તિ ભાડાની દુકાન ધરાવે છે. બંનેની દુકાનનો માલિક એક જ વ્યક્તિ હોય ધંધાકીય હરીફાઇમાં ગુજરાત મોબાઇલના સંચાલક ભવારામે બસપોર્ટ પાસેની દુકાન કાલારામ પાસેથી ખાલી કરાવી તે દુકાન પોતાને ભાડે આપવા દુકાન માલિક પાસે પ્રયાસ કર્યા હતા. ભવારામે ધંધો છીનવવાનો પ્રયાસ કરતા ભવારામને આર્થિક નુકસાન પહોંચાડવા કાલારામ અને તેના સાળા શ્રવણે કાવતરું રચ્યું હતું. આ બંનેએ સૂતળી બોમ્બનો દારૂગોળો કાઢી તેને એક કોથળીમાં નાખ્યો હતો અને અને તેમાં મોબાઇલની બેટરી, ઇલેક્ટ્રિક વાયર અને ઘડિયાળનો ઉપયોગ કરી દેશી બનાવટનો બોમ્બ બનાવી તેમાં ટાઇમ સેટ કર્યો હતો.
ડોલીએ બોમ્બ પ્લાન્ટ કર્યો
બોમ્બ તૈયાર થઇ ગયા બાદ કાલારામે પોતાની દુકાનેથી છૂટકમાં મોબાઇલ એસેસરી લઇ જઇને પોતાની રીતે વેપાર કરતી ડોલીને પોતાના કાવતરામાં સામેલ કરી અને બોમ્બવાળું પાર્સલ ગુજરાત મોબાઇલમાં મૂકી આવવાનું કામ સોંપ્યું હતું. ડોલી ગુરુવારે સાંજે પાર્સલ મૂકીને જતી રહી હતી અને મધરાતે તે બોમ્બ ફૂટ્યો હતો. આ બ્લાસ્ટ થતા ગુજરાત મોબાઈલમાં રહેલ સામાનમાં મોટું નુકસાન થયું હતું. અને તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
ત્રણ પકડાયા
પોલીસે તપાસ કરતા પ્રથમ તો રમકડાંનાં લિકવિડને લઈ બ્લાસ્ટ થયાનું જણાયું હતું. પરંતુ ઝીણવટભરી તપાસમાં આ બ્લાસ્ટ ટાઈમબોમ્બ દ્વારા થયાનું સામે આવતા હાલ પોલીસે મહિલા સહિત ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Whatsapp share
facebook twitter