+

રાજકોટમાં 8 વર્ષની બાળકી પર પથ્થરના ઘા મારી હત્યા કરતા ચકચાર મચી

અહેવાલ – રહિમ લાખાણી રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં રહેતા સોની પરિવારની 8 વર્ષની દીકરી બહાર રમતી હતી, ત્યારે અચાનક ગુમ થતાં પરિવાર દ્વારા આસપાસ શોધખોળ શરૂ કરવામાં આવી. બાળકી ન મળતાં…

અહેવાલ – રહિમ લાખાણી

રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં રહેતા સોની પરિવારની 8 વર્ષની દીકરી બહાર રમતી હતી, ત્યારે અચાનક ગુમ થતાં પરિવાર દ્વારા આસપાસ શોધખોળ શરૂ કરવામાં આવી. બાળકી ન મળતાં બાળકીના પરિવારજનો માલવિયાનગર પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યા તેમણે પોલીસને જાણ કરી અને અરજી પણ આપી હતી. પોલીસ દ્વારા અરજીના આધારે બાળકીની શોધખોળ પણ શરૂ કરવામાં આવી હતી. આસપાસ પોલીસ મથક વિસ્તારમાં પણ પોલસે શોધખોળ કરી. જોકે બાળકી મળી નહી અને હાલમાં બાળકીનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે.

બાળકીનો મૃતદેહ મળતા પોલીસ લાગી કામે

રાજકોટ ભક્તિનગર સ્ટેશન પાસે આવેલ રેલ્વે સ્ટેશનની અવાવરું જગ્યામાંથી બાળકી મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં રાજકોટ માલવિયાનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પોહચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. બાળકીનો મૃતદેહ મળતા બાળકી ગુમ થયેલ તેના પિતાને બોલાવતા બાળકી ગત રાત્રે ગુમ થયેલી હોય એ જ તેની બાળકી હોવાનું સામે આવ્યું હતું. બાળકીના મોઠાના ભાગે બોથડ પદાર્થ ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે 8 વર્ષની બાળકી હત્યા પાછળ કારણ શું ? તેને લઈને પણ પોલીસ તપાસ હાથ ધરી છે. બાળકીનું અપહરણ કોણે કર્યું અને બાળકી અપહરણ પાછળ કારણ શું સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. તો બાળકી સાથે કોઈ દુષ્કર્મ થયું છે કે નહિ તેને લઈને બાળકી મૃતદેહ ફોરેન્સિક પી.એમ.કરવામાં આવી. હાલ તો પોલીસ દ્વારા ઘટનાસ્થળે ફોરેન્સિક અધિકરીઓ અને ડોગ સ્ક્વોડની મદદ લઈ તપાસ હાથ ધરી છે.

બાળકીની હત્યારા જપડી પાડવા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો લાગી કામે

ક્રાઇમ બ્રાન્ચ.SOG અને માલવિયાનગર પોલીસ ની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે એક ટીમ દ્વારા આસપાસ ના વિસ્તાર માં CCTV ચકાસણી કરી રહી છે એક ટીમ ધટના સ્થળે સર્ચ ની કામગીરી હાથ ધરી છે એક ટીમ દ્વારા લોકલ સોર્સિસ કમે લાગડતા છે એક ટીમ દ્વારા ટેકનિકલ એનાલીસિસ કરી રહી છે રાજકોટ શહેર આખા ની પોલીસ ને પણ એલર્ટ કરી તપાસ જોડી દેવામાં આવી છે.

રેલવે ની 50 એકર જમીન છે આવારું જગ્યા જે રાજકોટ પોલીસ માટે અવારનવાર બને છે પડકાર રૂપ રેલવે વિભાગ દ્વારા આ જગ્યા સાફ કરવામાં આવે તો આવી ધટના બનતા એટલે કારણકે રેલવે ની આ આવરું જગ્યા માં પ્રવેશ આસાની થી થાય છે એટલુજ નહિ આહી આસપાસ વિસ્તારમાં મજૂર વર્ગ પણ વધારે રહે છે તો ઓદ્યોગિક વિસ્તાર પણ આવેલ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter