+

Ahmedabad: દારૂ ભરેલી કાર અને પોલીસ વચ્ચે થઈ રેસ, કારચાલકનું મોત

Ahmedabad : 19 જૂન 2024 ના વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ નરોડા રેલવે ઓવરબ્રીજ પાસે થયેલ અકસ્માતે (Accident)વિવાદ ઊભો થયો છે. આ અકસ્માતમાં અમિત ચંદવાણી નામનાં કારચાલકનું મોત થયુ હતું.…

Ahmedabad : 19 જૂન 2024 ના વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ નરોડા રેલવે ઓવરબ્રીજ પાસે થયેલ અકસ્માતે (Accident)વિવાદ ઊભો થયો છે. આ અકસ્માતમાં અમિત ચંદવાણી નામનાં કારચાલકનું મોત થયુ હતું. અકસ્માતમાં થયેલું મોત કે હત્યા તેને લઈને તપાસની મૃતકની પત્નીએ માંગ કરી છે.

પોલીસે માત્ર અકસ્માતે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી

અરજદાર મૃતક ની પત્નીએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. અક્સ્માત બાદ પોલીસ તપાસમાં કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસ વિદેશી દારૂની બોટલો લઈ ગઈ પરંતુ મૃતકને કારમાંથી કાઢી અને સારવાર ન અપાવી જેથી તે મૃત્યુ પામ્યો હોવાનું મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. જોકે પોલીસે માત્ર અકસ્માતે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે.

કારચાલક મૃત્યુ પામ્યો હોવાનો મૃતની પત્નીએ આક્ષેપ

સીસીટીવી ફૂટેજમાં પોલીસની ગાડીઓ મૃતકની કારનો પીછો કરી રહી હતી તેવું દેખાઈ આવે છે . ત્યારે મૃતક ની ગાડી ના પાછળના ભાગે ગાડી ઠોકાવાથી જ સ્વિફ્ટ કાર ઝાડને અથડાઈ અને કારચાલક મૃત્યુ પામ્યો હોવાનો મૃતની પત્નીએ આક્ષેપ કર્યો છે. ત્યારે સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ થાય તે માટે સીપી, ડીજીપી સહિત પીએમઓ સુધી ફરિયાદ કરવામાં આવી છે. ઉપરાંત મૃતક ની પત્નીએ એવા પણ આક્ષેપ કર્યા છે કે પોલીસે ફરિયાદમાં અકસ્માતનો સમય સાડા ત્રણ વાગ્યાનો બતાવે છે જ્યારે સીસીટીવી મેળવ્યા મુજબ એમાં સવારે ચાર વાગી ત્રણ મિનિટે ગાડી પીછો કરતી દેખાય છે. ત્યારે ચારને ત્રણ પછીનો અકસ્માત છે એટલે ત્યાંથી શંકા ઉભી થાય છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ ખોટું કરી રહી છે.

 સમગ્ર ઘટનાની તટસ્થ તપાસની માંગ કરી

અરજદાર તથા સ્થાનિક લોકો તરફથી મળતી માહિતી પ્રમાણે સરદાર નગર, નરોડા, કૃષ્ણનગર વિસ્તાર માં દારૂની રેલમ છેલ છે અને અહીં મોટેભાગે દારૂની હેરાફેરી થતી હોય છે. સરદારનગરનું છારાનગર તેના માટે પ્રખ્યાત છે. પ્રવીણસિંહ ચૌહાણ હાલમાં આ વિસ્તારોના વહીવટ કરે છે અને તેમના નેજા હેઠળ ધંધો અહીં બહુ ફુલયો ફાલ્યો છે અને પરિણામે દારૂની હેરાફેરી સતત ચાલતી હોય છે. અકસ્માતમાં મૃતકના પત્નીએ કહ્યું કે પોલીસને દારૂમાં જ રસ હતો અને પરિણામે જ મારા પતિ અકસ્માતમાં ગંભીર હાલતમાં તરફડીને મરવા પામ્યા છે. અરજદાર ની પત્નીએ કહ્યું કે દારૂની લ્હાયમાં પોલીસે મારા પતિનો જીવ ન બચાવ્યો જો તે ધારત તો બચાવી શકી હોત. સરદાર નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે જેને ગાડી પાછળથી ઠોકી અને ત્યારબાદ ફરાર થઈ ગઈ. સમગ્ર ઘટનાની તટસ્થ તપાસની મૃતક ની પત્ની અંજલીએ માંગણી કરી છે.

 

અરજદારના વકીલ ભાવેશ બારોટે જણાવ્યું હતું કે અક્સ્માત નો સમય અને પોલીસ ફરિયાદ માં નોંધેલ સમયમાં વિસંગતતા જોવા મળી રહી છે તેથી સમગ્ર ઘટનામાં તટસ્થ તપાસ થવી જરૂરી બને છે. વારંવાર કુબેરનગર છારાનગર વિસ્તારમાં એજન્સીઓની રેડ પડતી હોય છે પરંતુ ત્યારબાદ ફરી દારૂની રેલમછેલ શરૂ થઈ જતી હોય છે ત્યારે અહીં દારૂની થતી હેરાફેરી સદંતર અટકે તે પણ જરૂરી છે.

અહેવાલ  સંજય  જોષી -અમદાવાદ 

આ પણ  વાંચો  – Bhavnagar : તળાજા ST ડેપો ખાતે બસના પૈડાં થંભી જતાં 1500 મુસાફરો અટવાયા!

આ પણ  વાંચો  ‘Ease of Doing ‘ બિઝનેસને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

આ પણ  વાંચો  – Allen Institute : આરોગ્ય વિભાગે ફટકાર્યો દંડ, ઈન્સ્ટિટ્યૂટ સંચાલકે પણ કરી કેન્ટીન કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી!

Whatsapp share
facebook twitter