+

ગુજરાતમાં ડ્રગ્સ પ્રવેશતા પહેલા સુરત પોલીસની મોટી કાર્યવાહી

અહેવાલ – રાબિયા સાલેહ સુરત પોલીસ ને અત્યાર સુધી ની સૌથી મોટી સફળતા મળી છે.સુરત પોલીસ દ્વારા ત્રણ મોટા સ્પેશ્યલ ઓપરેશન કરાયા હોવાની સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર એ…

અહેવાલ – રાબિયા સાલેહ

સુરત પોલીસ ને અત્યાર સુધી ની સૌથી મોટી સફળતા મળી છે.સુરત પોલીસ દ્વારા ત્રણ મોટા સ્પેશ્યલ ઓપરેશન કરાયા હોવાની સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર એ માહિતી આપી છે.ગુજરાત માં ડ્રગ્સ લાવતા પહેલા સુરત પોલીસે પકડી કાર્યવાહી કરી છે.સુરત પોલીસે શહેર ને ડ્રગ્સ અને નશીલા પ્રદાથ થી સુરક્ષિત રાખવા સ્પેશ્યલ ઓપરેશન કરી ગુજરાત થી બહાર જય આરોપી ઓને સબક આપ્યો છે.

સુરત પોલીસ ને ડ્રગસ રેકેટ નો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનમાં ગુપ્ત ઓપરેશન હાથ ધરી અંદાજીત ૮ કરોડની કિંમતના એમ.ડી ડ્રગ્સ બનાવવાનો જથ્થો સહિત રો-મટીરીયલ કબજે કરી તપાસ હાથ ધરી છે.એટલું જ નહીં પણ ડ્રગ્સ માફિયા સુનિલ કૌશિકના લાજપોર જેલમાંથી બેઠા બેઠા ઓપેરટ થતા ઍમ.ડી ડ્રગ્સના રેકેટનો પણ પર્દાફાશ કરી એક મોટા રેકેટને ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે. પોલીસે ત્રણની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.આ અંગે સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર એ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઍનડીપીઍસના ગુનામાં લાજપોર મધ્યસ્થ જેલમાં કેદ સુનિલ કૌશિક ની ઝડતી લીધી હતી,તેઓ જેલમાંથી મોબાઈલ ફોન ઓપરેટ કરી હરિયાણા ખાતે રહેતા તેના પિતા ગજાનંદ શર્મા સાથે સંપર્ક કરી પડોશી રાજય રાજસ્થાનની હદમાંથી ગુજરાતના સુરત સહિત અન્ય શહેરો અને મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઘુસાડવાનું કાવતરુ ઘટડતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.જે બાદ પોલીસે ગુપ્ત ઓપરેશન કરી સફળતા મેળવી છે.

ઉચ્ચ અધિકારીઓએ ૧૯મીના રોજ સુનિલ કૌશિક અને તેના પિતા ગજાનંદ શર્મા સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. તેમજ એક ટીમ બનાવી રાજસ્થાનમાં ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. જ્યાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ ને પાલી જિલ્લા ના રોહત તાલુકાના પાતી ગામમાં આવેલા વાડાની ઓરડીમાં પડેલી પ્લાસ્ટીકની બેગોમાંથી ઍમ.ડી. ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૦ કિલો ૯૦૧ ગ્રામ રો મટીરીયલનો જથ્થો મળી આવ્યો હતો.આ જથ્થામાંથી અંદાજીત ૮ કરોડનો ઍમ.ડી ડ્રગ્સ બનાવી માર્કેટમાં વેચાણ કરવા માટે તૈયાર કરાયો હતો, ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘનશ્યામ અશ્વીન મુલાણી, સુનિલ કૌશિક ગજાનંદ શમા, ગજાંનંદ શર્માની ધરપકડ કરી હતી.જ્યારે પોલીસે વીરામણી ઉર્ફે અન્ના પાંડુરંગને વોન્ટેડ બતાવ્યો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં સુનિલ કૌશિક લાજપોર જેલમાંથી બેઠો બેઠો ડ્રગ્સનો નેટર્વક ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસની પુછપરછમાં આરોપી ઘનશ્યામ મુલાણી, સુનીલ કૌશિક અને વીરામણી ઉર્ફે અન્ના પાંડુરંગ લાજપોર જેલમાં સાથે હતા.સુનિલ શર્મા સામે ડીઆરઆઈઍ સન ૨૦૧૯માં, ૭.૬૯૪ કિલો ઍમ.ડી ડ્રગ્સનો કેસ કર્યો હતો. વીરામણી ઉર્ફે અન્ના સામે ૨૦૨૦માં ડીસીબીઍ ૧ કિલો ઍમ.ડી ડ્ર્ગ્સનો જયારે ઘનશ્યામ મુલાણી સામે સન ૨૦૧૯માં કતારગામ પોલીસે હત્યાના કેસમાં ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓ લાજપોર જેલમાં સાથે હતા ત્યારે ઍમ.ડી ડ્ગ્સ બનાવવાનો પ્લાન બનાવ્યો હતો જેના ભાગરૂપે ઘનશ્યામ મુલાણી અને વીરામણી પેરોલ જમ્પ કરી હતી..

હાલ સુરત ની ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંદાજીત ૮ કરોડના ઍમ.ડી ડ્રગ્સનો જથ્થો બનાવી શકાય તેટલો રો -મટીરીયલનો જથ્થો કબજે કરી તેમનો પ્લાન નિષ્ફળ બનાવ્યો છે. જાકે પુછપરછમાં સુનિલ , ઘનશ્યામ અને વીરામણીઍ અગાઉ સુનિલ કૌશિકના પિતા ગજાનંદ શર્મા પાસેથી 12 કિલો જેટલો એમ.ડી. ડ્રગ્સની બનાવટમાં વપરાતા રો મટીરીયલનો જથ્થો મેળવી રાજસ્થાનમાં ઍમ.ડી. ડ્રગ્સ બનાવી વેચાણ કયું હોવાની કબુલાત કરી છે,આ ઉપરાંત સુરત ડ્રગ્સ કેસમાં સૌથી મોટો ખુલાસો કર્યો છે.ડ્રગ્સ કેસનો આરોપીનો કનેક્શન સિમીના સક્રીય કાર્યકર્તા સાથે નીકળ્યો છે.સુરત બોમ્બ પ્લાન્ટ 2008ના આરોપી ઝહિરના સગા ભાઈ ડ્રગ કેસનો આરોપી નીકળ્યો છે.સુરત અને અમદાવાદ બોમ કેસમાં સક્રિય ભૂમિકા ભજવનાર આરોપી ના ભાઈ ઝાકીર ની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી છે.આઈએમ થી સિમી બનેલા પ્રતિબંધિત સંગઠનમાં આરોપી ઝહીરની મુખ્ય ભૂમિકા હતી.

સુરતમાં 29 બોમ્બ પ્લાન્ટ આરોપી ઝહીર અને તનવીર બન્ને એ સાથે મળી કર્યા હતા.જો કે ડ્રગ્સ કેસમાં ઝાકિર ભાઈ ઝાહિર પણ સામેલ છે કે નહીં તે અંગે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરશે,હાલ જહીર જેલની બહાર છે અને તેનો જ સગો ભાઈ સુરતમાં ડ્રગ્સ નો વેપલો કરે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter