+

Surat : મહુવાના વસરાઈ ગામે મકાન તૂટી પડ્યા બાદ માતા-પુત્રી આખી રાત કાટમાળમાં દબાયેલા રહ્યા

સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઈ ગામે મધ્યરાત્રીએ એક મકાન તૂટી પડતા એક વૃદ્ધ માતા સાથે રહેતી પુત્રી કાટમાળમાં દબાઈ ગયી હતી. સવાર સુધી માં-દીકરી કાટમાળમાં દબાઈ રહ્યા હતા તો બીજી…

સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઈ ગામે મધ્યરાત્રીએ એક મકાન તૂટી પડતા એક વૃદ્ધ માતા સાથે રહેતી પુત્રી કાટમાળમાં દબાઈ ગયી હતી. સવાર સુધી માં-દીકરી કાટમાળમાં દબાઈ રહ્યા હતા તો બીજી તરફ સવારમાં અન્ય રહીશોને જાણ થતા કાટમાળ ખસેડી માતા-પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

વરસાદમાં મકાન ધરાશયી

સુરત જિલ્લામાં મેઘ મહેર જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઈ ગામે દર્દનાક ઘટના સામે આવી છે. વસરાઈ ગામે બબલીબેન ગમનભાઈ નાયકા [ઉ. 65] તેમની દીકરી રેખા [ઉ. 42] સાથે રહે છે. ઘરમાં માતા-પુત્રી બંને એકલા હતા આ દરમ્યાન બુધવારે રાતે વરસેલા વરસાદમાં કોઈ સમયે અચાનક તેમનું મકાન તૂટી પડ્યું હતું જેમાં નિંદ્રા માણી રહેલા માતા-પુત્રી કાટમાળમાં દબાઈ ગયા હતા. વરસાદના કારણે અન્ય લોકોને પણ બનાવની જાણ થઇ ન હતી.

માતા-પુત્રી આખી રાત કાટમાળમાં દબાયેલા રહ્યા

વહેલી સવારે ગામજનોને ઘટનાની જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સરપંચ રીંકલબેનને ગામજનોએ જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે આવ્યા હતા. અને લોકોએ કાટમાળ ખસેડી સવાર સુધી કાટમાળમાં દબાઈ રહેલા માતા-પુત્રીને બહાર કાઢ્યા હતા અને બંને માતા-પુત્રી ઈજાગ્રસ્ત હોય તેઓને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ ઘટના અંગે તંત્રને જાણ થતાં મહુવા તાલુકા વિકાસ અધિકારી મહુવા પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

શું કહે છે સ્થાનિકો?

સ્થાનિક રહેવાસી કેતન પટેલે જણાવ્યું હતું કે, રાત્રીના 12 વાગ્યા બાદ કાકીનું ઘર ધરાશાહી થયું હતું અને તેઓ 5 થી 6 વાગ્યા સુધી કાટમાળમાં દબાઈ રહેલા હતા. તેઓનું ઘર આખું જર્જરિત જ થઇ ગયું હતું, તેઓનું ઘરવખરી પણ વરસાદમાં પલળી ગયી હતી. અમારા ગામજનો તરફથી સરકારને વિનંતી છે કે કાકીને પુરતી સહાય આપવામાં આવે.

શું કહ્યું સરપંચે?

સરપંચ રીંકલબેન પટેલે જણાવ્યું હતું કે, રાત્રીના 12 વાગ્યા બાદ મકાન ધરાશાહી થયું હતું. સવારે ૫ વાગ્યા બાદ અમને ગામજનોએ જાણ કરી હતી જેથી અમે ઘટના સ્થળે આવ્યા હતા. અમે માતા-દીકરીને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. માતા-દીકરી સવારે 5 વાગ્યા સુધી કાટમાળમાં દબાઈ રહેલા હતા. હાલ તેઓને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અહેવાલ : ઉદય જાદવ, સુરત

આ પણ વાંચો : AHMEDABAD ACCIDENT CASE : આરોપી તથ્ય પટેલની DG એ કરી પૂછપરછ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter