+

Gujarat ACB : ગૃહમંત્રી સંઘવીએ કેમ ચિંતન શિબિરમાં આવા વાક્યો કહેવા પડ્યા ?

ગાંધીનગર ખાતે યોજાયેલી ભ્રષ્ટાચાર વિરોધી દળ એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો (Anti Corruption Bureau) ની ચિંતન શિબિરમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ ઓછા શબ્દોમાં ઘણું બધું કહી…

ગાંધીનગર ખાતે યોજાયેલી ભ્રષ્ટાચાર વિરોધી દળ એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો (Anti Corruption Bureau) ની ચિંતન શિબિરમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દીધું. છેલ્લાં બે વર્ષ દરમિયાન કેટલાંક અધિકારીઓના કારણે ACB ખાડે ગઈ છે. પોતાની ફરજ ભૂલીને વ્યક્તિગત હિતમાં રચ્યા પચ્યા અધિકારીઓના કારણે ગુજરાત (Gujarat) ના નાગરિકોને ન્યાય નથી મળી રહ્યો. લાંચ કેસ કે ભ્રષ્ટાચારના કેસની તપાસ છેક સુધી થવી જોઈએ અને બોસ જવાબદાર હોય તો તે પણ બચવો ના જોઈએ તેમ સંઘવીએ જણાવ્યું હતું. ભ્રષ્ટાચાર અને નાગરિકોના હક્કને લઈને હર્ષ સંઘવીએ આપેલું નિવેદન રાજ્ય સરકાર (Government of Gujarat) ના પ્રામાણિક અને ભ્રષ્ટાચારી બાબુઓમાં ચર્ચાનો મોટો વિષય (big topic of discussion) બન્યો છે.ફરિયાદો મારી પાસે આવે છે, પણ કેસ નથી થતા : હર્ષ સંઘવીએ કહ્યું કે, એસીબીના રિપોર્ટ (ACB Report) નો અભ્યાસ કર્યો તો અનેક શહેર-ડિવિઝનમાં તેમની અદ્ભૂત કામગીરી જોવા મળી છે. ઘણાં ડિવિઝન એવા હતા કે, મારા પર ઈમેઈલ આવે છે પણ તે ડિવિઝનમાં કેસ નથી થયા. એ ડિવિઝનવાળા ઠંડી ઉડાડીને થોડી ગરમી આવે તેવું જોજો નહીંતર મારે ચિંતા કરવી પડશે. મારી ઓફિસમાં આવતા હજારો ઈમેઈલમાંથી ટ્રાફિક, મહેસૂલ કે યોજનાના લાભાર્થીની ફરિયાદના ઈમેઈલ કયા વિસ્તાર-ડિવિઝનમાંથી આવે છે તેની સરખામણી મારી ઓફિસમાં કામગીરી સાથે થાય છે. મને જાહેરમાં ખરાબ ભાષામાં વાત કરવાની મારી ટેવ નથી. જેથી જવાબદાર લોકો આ બાબતનું ગંભીરતાપૂર્વક ધ્યાન રાખે. 200 રૂપિયાના લાંચ કેસને લઈને હર્ષ સંઘવીએ એસીબીને અભિનંદન આપવાની સાથે કહ્યું કે, એસીબી દરેકને ખુશ નથી રાખી શકવાની.

ACBને CMએ આપી છૂટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (Bhupendra Patel) એસીબી અધિકારીઓ સાથેની વાતચીતમાં એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે. રાજ્યના પ્રત્યેક નાગરિકના હક્ક છીનવવાની કોઈ કોશિષ કરતા હોય તો ACB ને કાર્યવાહી કરવા માટે કોઈની મંજૂરીની જરૂર નથી. સંઘવીએ કહ્યું કે, જે કામ નથી કરતા તેની ઉપર પણ ધ્યાન રાખનારી સિસ્ટમ હોય છે. સિસ્ટમની ઉપર સિસ્ટમ હોય છે તે તમે સૌ કોઈ જાણો છો અને મને વિશ્વાસ છે કે તમે આને ગંભીરતાથી લેશો.વાસ્તવિક્તા HM જાણે છે : નાના-મોટા સંબંધો સાચવવાની ટેવ છોડી દેવી તેવી સલાહ કહો કે ચીમકી એસીબીના ચોક્કસ અધિકારીઓને હર્ષ સંઘવીએ આપી છે. છેલ્લાં બે વર્ષમાં ACB ના ભ્રષ્ટ અધિકારીઓએ કેવા-કેવા ખેલ પાડ્યા છે તેની તમામ જાણકારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ધરાવે છે. GPCB કાંડ હોય કે સમરી રિપોર્ટ કે અરજી ફાઈલ કરવામાં ચાલતા તમામ ખેલ અને તેના પાત્રો વિશેની માહિતી સંઘવી પાસે છે.અઢી વર્ષથી ઈન્ચાર્જ ડિરેક્ટર : એસીબી ચીફ (ACB Chief) ના પદ પરથી કેશવકુમાર (Keshav Kumar IPS) નિવૃત્ત થયા ત્યારથી આ મહત્વનું ગણાતું સ્થાન મે-2021 વધારાના હવાલાથી ચાલી રહ્યું છે. શરૂઆતમાં ACB ડિરેક્ટરની જવાબદારી સંજય શ્રીવાસ્તવ (Sanjay Srivastava IPS) ને સોંપાઈ હતી. એક ચર્ચા અનુસાર ગંભીર કારણોસર તેમની પાસેથી રાજ્ય સરકારે વધારોના ચાર્જ છીનવી લઈ મે-2022માં સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્રાંચના તત્કાલિન વડા (State IB Chief) અનુપમસિંઘ ગેહલોત (Anupam Singh Gahlaut IPS) ને સોંપવામાં આવ્યો હતો. અનુપમસિંઘને વડોદરા પોલીસ કમિશનર (Vadodara Police Commissioner) તરીકે ઓગસ્ટ-2023માં નિમણૂંક અપાયા બાદ ઓક્ટો-2023માં તેમની પાસેથી આ ચાર્જ લઈ લેવાયો અને ACB નો બહોળો અનુભવ ધરાવતા સમશેરસિંઘ (Shamsher Singh IPS) ને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો.

આ પણ વાંચો—-DAWOOD IBRAHIM : જામીન મેળવી વડોદરાથી ભાગેલો દાઉદ પછી ક્યારેય ભારતમાં આવ્યો જ નથી

Whatsapp share
facebook twitter