+

IAS S K Langa Scam : પંચમહાલ SP ના ઈન્સ્પેક્શનમાં ભાંડો ફૂટ્યો, પોલીસ અધિકારીઓનું ષડયંત્ર સામે આવ્યું

ગુજરાત સરકારના એક મોટા ગજાના પૂર્વ મંત્રીના આર્શીવાદથી કરોડોના જમીન કૌભાંડ આચરનારા પૂર્વ કલેક્ટર શંકરદાન કેશુદાન લાંગા (S K Langa IAS) ના મામલામાં હવે પોલીસ પણ ભેરવાઈ છે. ગંભીર પ્રકારના…

ગુજરાત સરકારના એક મોટા ગજાના પૂર્વ મંત્રીના આર્શીવાદથી કરોડોના જમીન કૌભાંડ આચરનારા પૂર્વ કલેક્ટર શંકરદાન કેશુદાન લાંગા (S K Langa IAS) ના મામલામાં હવે પોલીસ પણ ભેરવાઈ છે. ગંભીર પ્રકારના કેસમાં એસ કે લાંગાને છાવરી રહેલા ગોધરાના SDPO અને PI ની પોલ એસપી ઈન્સ્પેક્શન (SP Inspection) માં ખૂલી ગઈ છે. ગાંધીનગરના બહુચર્ચિત જમીન કૌભાંડના કેસ વૉન્ટેડ લાંગાને પંચમહાલ પોલીસ (Panchmahal Police) છાવરી રહી હોવાના પૂરાવાઓ હાથ લાગ્યા છે. ગોધરા બી ડિવિઝનના પીઆઈ રાહુલ રાજપૂત (Godhra PI Rahul Rajput) ને તાત્કાલિક હટાવી દેવાયા છે. આગામી દિવસોમાં બે DySP અને PI સામે કાર્યવાહી કરવામાં આવે તો નવાઈ નહીં.

શું છે સમગ્ર મામલો ?

જિલ્લામાં બોગસ ખેડૂતો સામે કાર્યવાહી કરવાના બદલે લાભ કરાવનારા તત્કાલિન પંચમહાલ કલેકટર (Panchmahal Collector) લાંગા સામે ગત વર્ષે ગુનો નોંધાયો હતો. ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન (Godhra Police Station) ખાતે ગુનો નોંધાતા એસ કે લાંગાની ધરપકડ કરવામાં આવી હતી. લાંગા સામે આરોપ હતા કે, બોગસ ખેડૂતોના લાભાર્થે SDM પાસેથી સત્તા આંચકી લીધી હતી. કૌભાંડ માટે Pick & Choose અપનાવતા લાંગાને અદાલતે જામીન પર મુક્ત કરતી વખતે દર મહિને પોલીસ સ્ટેશનમાં હાજરી પૂરાવવાની શરત રાખી હતી.

પોલીસની મીલીભગત આવી સામે

તાજેતરમાં પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી (Panchmahal SP Himanshu Solanki) ગોધરા બી ડિવિઝનના પોલીસ સ્ટેશનનું ઈન્સ્પેક્શન હાથ ધર્યું હતું. દરમિયાનમાં એક રજીસ્ટર SP Himanshu Solanki ના હાથમાં આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. જામીન મેળવેલા આરોપીઓએ હાજરી પૂરવાના રજીસ્ટરમાં એક અલગ કાગળ મળી આવ્યો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર જિલ્લા પોલીસ વડાને કાગળમાં ત્રણેક સહી જોવા મળી હતી. આ મામલે પ્રાથમિક તપાસ થતાં કૌભાંડી એસ કે લાંગા સતત 10 મહિના હાજરી પૂરાવા આવ્યો જ ન હતો. ગાંધીનગર જિલ્લાના જમીન કૌભાંડ (Gandhinagar Land Scam) માં લાંગા બે મહિનાથી ફરાર હોવા છતાં પોલીસ સ્ટેશનમાં હાજરી પૂરતો હતો. હાથ લાગેલા કાગળમાં લાંગાએ જૂન-2023 અને 5 જુલાઈ 2023ના રોજ હાજરી દર્શાવવા સહી કરી છે. એસ કે લાંગા પોલીસ અધિકારીઓની મીલીભગતથી કાયદાની ઐસીતૈસી કરતો હોવાના ઠોસ પૂરાવા ઉચ્ચ અધિકારીઓને મળ્યા છે.

બે DySP અને PI નું શું થશે ?

અદાલતે કેટલીક શરતોને આધીન શંકરદાન કેશુદાન લાંગા (Shankardan Keshudan Langa) ને જામીન પર મુક્ત કર્યા હતા. જેમાં એક શરત એવી હતી કે, દર મહિને તારીખ 1થી 5માં ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાજરી પૂરાવવી. પ્રાપ્ત માહિતી અનુસાર એસ કે લાંગાએ ગત જુલાઈ-2022, જૂન-2023 અને જુલાઈ-2023માં હાજરી પૂરાવી હતી. જુલાઈ-2022 બાદ સતત 10 મહિના સુધી એસ કે લાંગા પોલીસ સ્ટેશનમાં હાજરી પૂરાવવા આવ્યા ન હતા. જો, આરોપી નિયમિત હાજરીના પૂરાવે તો તેનો રિપોર્ટ પોલીસ અધિકારીએ અદાલતમાં રજૂ કરી જામીન રદ્દ કરાવવાના રહે છે. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ગોધરા ડીવાયએસપી તરીકે સી સી ખટાણા (Dysp C C Khatana) અને ત્યારબાદ ડીવાયએસપી પી આર રાઠોડ કાર્યરત છે. ગોધરા બી ડિવિઝનના પીઆઈ રાહુલ રાજપૂત (PI Rahul Rajput) આ મામલામાં જવાબદાર હોવાથી તેમને હટાવી દઈ લીવ રિઝર્વમાં મુકી દેવાયા છે. લાંગાની તપાસ DySP P R Rathod પાસેથી આંચકી લઈને પંચમહાલ હેડકવાટર્સ DySP S B Kumpavat ને સોંપી દેવાઈ છે. જ્યારે લાંગાના હાજરી પ્રકરણની તપાસ Halol DySP V J Rathod ને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો : History of Gujarat : વર્ષ 2012ના ISI Agent કેસમાં અદાલતનું સખ્ત વલણ, ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવાઈ

Whatsapp share
facebook twitter