+

Paris Olympic 2024 માં ભારતને લાગ્યો ઝટકો, 10 મીટર એર રાઈફલ શૂટિંગમાં ટીમ બહાર

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકની શરૂઆત થઇ ગઇ છે. આજે 27 જુલાઈના રોજ અર્જુન બબુતા-રમિતા (Arjun Babuta-Ramita) અને સંદીપ સિંહ-ઈલાવેનિલ વાલારિવાન (Sandeep Singh-Elavenil Valarivan ) શૂટિંગ (Shooting) માં ભાગ…

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકની શરૂઆત થઇ ગઇ છે. આજે 27 જુલાઈના રોજ અર્જુન બબુતા-રમિતા (Arjun Babuta-Ramita) અને સંદીપ સિંહ-ઈલાવેનિલ વાલારિવાન (Sandeep Singh-Elavenil Valarivan ) શૂટિંગ (Shooting) માં ભાગ લીધો હતો. જ્યાથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

શૂટિંગમાં બંને ટીમો બહાર

પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympics 2024) ના 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ (10m air rifle mixed team medal round) શૂટિંગમાં ખરાબ સમાચાર સામે આવ્યા છે. રમિતા જિંદાલ અને અર્જુન બબુતાની ભારતીય જોડી શનિવારે પેરિસ ઓલિમ્પિકમાં છઠ્ઠા સ્થાને રહીને 10 મીટર એર રાઈફલ મિશ્રિત ટીમ મેડલ રાઉન્ડ માટે ક્વોલિફાય થવાથી ચૂકી ગઈ હતી. બંને શૂટર્સના 30 શોટની શ્રેણીમાં, જોડીએ કુલ 628.7 પોઈન્ટ બનાવ્યા. ઈલાવેનિલ વાલારિવાન અને સંદીપ સિંહ ફાઇનલમાં જગ્યા બનાવી શક્યા નથી અને તેઓ 626.3ના સ્કોર સાથે 12મા સ્થાને રહી. રમિતા અને અર્જુન બબુતા પણ છઠ્ઠા સ્થાને રહ્યા હતા. માત્ર ટોપ-4 ટીમો મેડલ રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ હતી.

10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ શૂટિંગમાં ચીને મારી બાજી

10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ શૂટિંગમાં ચીનની હુઆંગ યુટિંગ અને શેંગ લિહાઓની જોડી 632.2ના સ્કોર સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ત્યારબાદ કોરિયાની કેયુમ જિહ્યોન અને પાર્ક હાજુનની જોડી 631.2ના સ્કોર સાથે બીજા ક્રમે રહી હતી. આ બંને ટીમો ગોલ્ડ મેડલ માટે રમશે. બીજી તરફ કઝાકિસ્તાનની લે એલેક્ઝાન્ડ્રા અને સતપાયેવ ઇસ્લામ (Le Alexandra and Satpayev Islam) ની જોડી 630.8ના સ્કોર સાથે ત્રીજા ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે જર્મનીની જેન્સેન અન્ના અને અલ્બ્રિચ મેક્સિમિલિયન (Janssen Anna and Ulbrich Maximilian) ની જોડી 629.7ના સ્કોર સાથે ચોથા ક્રમે રહી હતી. ત્રીજા અને ચોથા ક્રમે રહેલી ટીમો બ્રોન્ઝ મેડલ માટે ટકરાશે.

આ પણ વાંચો: Paris Olympics 2024 ના પ્રથમ દિવસે આ ખેલમાં ભારતીય ખેલાડીઓ પદક મેળવી શકે છે!

Whatsapp share
facebook twitter