+

Assylum: ગુજરાતી-પંજાબીઓ અમેરિકામાં ઘૂસવા મોદી સરકારને કરે છે બદનામ

Assylum : ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી (Infiltration of America) કરવામાં જો કોઈ મોખરે આવતું હોય તો અગ્ર ક્રમે ગુજરાતી અને પંજાબીઓ છે. કોરાના મહામારી (Covid 19) ના સમયગાળાને બાદ કરતા…

Assylum : ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી (Infiltration of America) કરવામાં જો કોઈ મોખરે આવતું હોય તો અગ્ર ક્રમે ગુજરાતી અને પંજાબીઓ છે. કોરાના મહામારી (Covid 19) ના સમયગાળાને બાદ કરતા છેલ્લાં કેટલાંય દસકાઓથી ઘૂસણખોરીની પ્રક્રિયા નિરંતર ચાલતી આવી છે. ડૉલરિયા દેશ USA માં ઘૂસ મારવાની પદ્ધતિઓ સમયાંતરે બદલાતી રહે છે. અમેરિકાની સરહદ પર પહોંચી ગયા બાદ ગુજરાતી-પંજાબી સહિતના ભારતીયો Assylum મેળવવા ભારત દેશ અને મોદી સરકાર (Modi Government) ને બદનામ કરે છે. ઘૂસણખોરી કરનારા ભારતીયોને એજન્ટો અમેરિકન એજન્સી (American Agency) સામે શું જવાબ રજૂ કરવો તે પહેલેથી જ શીખવાડી દેવામાં આવે છે. અમે તમને જણાવીશું કે, ઘૂસણખોર ભારતીયો કેવી તરકીબ અને કેવા જવાબ અમેરિકન એજન્સીને આપે છે.

કોની-કોની સામે કયો ગુનો નોંધાયો

CID Crime એ IPC 370, 201 120 (b) માનવ તસ્કરી (Human Trafficking) આરોપીને મદદ કરવાનો તેમજ પૂરાવા નાશ કરવાનો અને કાવતરૂં રચવાના આરોપ હેઠળ 14 એજન્ટો સામે ગુનો નોંધ્યો છે. જેમાં દિલ્હી (Delhi) નો જોગીન્દ્ર ઉર્ફે જગી પાજી, જોગીન્દ્ર માનસરામ, દુબઈ (Dubai) નો સલીમ, સેમ પાજી, મુંબઈ (Mumbai) નો રાજા, રાજુ પંચાલ, મહેસાણા (Mahesana) નો કિરણ પટેલ, ચંદ્રેશ પટેલ, સંદીપ પટેલ, ગાંધીનગર (Gandhinagar) નો ભાર્ગવ દરજી, પિયુષ બારોટ, અપ્રિતસિંહ ઝાલા, બિરેન પટેલ અને જયેશ પટેલનો સમાવેશ થાય છે.

Defame Modi Government for USA Entry

Defame Modi Government for USA Entry

માનવ તસ્કરીમાં ચાર દેશના એજન્ટો સામેલ

વાયા UAE Europe Mexico થઈને ભારતીયોને અમેરિકામાં ઘૂસાડવામાં આવે છે. માનવ તસ્કરીના આંતરરાષ્ટ્રીય કૌભાંડ (International Racket) માં ભારતના જુદાજુદા રાજ્યોના એજન્ટની ભૂમિકા ઉપરાંત દુબઈ, મેક્સિકો અને અમેરિકા સ્થિત પંજાબી એજન્ટોની ભૂમિકા સામે આવી છે. અમેરિકા વાંચ્છુઓના પ્રતાપે કબૂતરબાજીનો ધંધો વર્ષોથી ધમધોકાર ચાલે છે. આજથી બે દસકા અગાઉ માત્ર ઉત્તર ગુજરાતનો પટેલ સમાજ અમેરિકા જવા કોઈ પણ રીત અજમાવતો હતો. આજે અન્ય સમાજ પણ USA જવા માટે પ્રયત્નશીલ છે. અમેરિકા વાંચ્છુઓ મનોકામના પૂરી કરવા માટે કબૂતરબાજીનું નેટવર્ક ચલાવતા એજન્ટોને જરા સરખો પણ વિચાર કર્યા વિના લાખો રૂપિયા ચૂકવી આપે છે. તાજેતરમાં ફ્રાંસ (France) ના વેટ્રી એરપોર્ટ (Vatry Airport) પર એન્ટી-ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટ “જુનાલ્કો’ (Anti-Organized Crime Unit JUNALCO) એ માનવ તસ્કરીનો ભાંડો ફોડી એક આખે આખું પ્લેન પકડ્યું હતું અને ત્યારથી તમામ એજન્ટો ભૂર્ગભમાં ચાલ્યા ગયા છે.

ખાલિસ્તાની અને પાટીદારના નામે ઘૂસણખોરી

અગાઉના વર્ષોની જેમ અમેરિકન એજન્સીથી બચીને ઘૂસણખોરી કરવાનો ટ્રેન્ડ હવે બદલાઈ ગયો છે. ઘૂસણખોરો હવે સામે ચાલીને અમેરિકન એજન્સીના ઘૂંટણિયે પડી Assylum મેળવી લે છે. એજન્ટોએ આપેલી તાલીમ અનુસાર એકપણ ભારતીય પોતાની પાસે પાસપોર્ટ કે ઓળખનો પૂરાવો સાથે રાખતો નથી. જ્યારે અમેરિકન એજન્સી તેમની પૂછપરછ કરે છે ત્યારે એજન્ટોએ ભાડે રાખેલો વકીલ તેમના વતી એજન્સી સમક્ષ રજૂ થાય છે. પંજાબી ખાલિસ્તાની ચળવળના નામે તેમજ પટેલો પાટીદાર અનામત આંદોલનના નામે ભારત સરકાર (Government of India) તથા રાજ્ય સરકાર (State Government) થી તેમને ખતરો હોવાના ખોટી રજૂઆતો કરી રાજ્યાશ્રય (Assylum) મેળવી લે છે.

આ પણ વાંચો : Gujarat Police : ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાંથી બમણો દારૂ પકડાયો

Whatsapp share
facebook twitter