+

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કેમ કર્યો ચૂંટણી લડવાનો ઇન્કાર..? વાંચો

ગુજરાત કોંગ્રેસ (GUJARAT CONGRESS) માં રોજ તુટી રહી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. તે વચ્ચે વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. પાટણ બેઠક પરથી લોકસભા (LOKSABHA) ની…

ગુજરાત કોંગ્રેસ (GUJARAT CONGRESS) માં રોજ તુટી રહી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. તે વચ્ચે વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. પાટણ બેઠક પરથી લોકસભા (LOKSABHA) ની ચૂંટણી (GENERAL ELECTION – 2024) લડવાની તૈયારીઓ કરી રહેલા જગદીશ ઠાકોરે (JAGDISH THAKOR) રહસ્યમય રીતે ચૂંટણી લડવાની ના પાડી દેતા સૌ ચોંકી ઉઠ્યા છે. તેમની જગ્યાએ ઠાકોર સમાજના અન્ય અગ્રણીને જ મોકો મળે તેવી શક્યતાઓ હાલ સેવાઇ રહી છે.

અચાનક ચૂંટણી લડવાની ના પાડી દેતા રાજકીય મોરચે અનેક તર્ક-વિતર્ક સર્જાયા

લોકસભા (LOKSABHA – 2024) ની ચૂંટણીને લઇને ભાજપ, ઇન્ડિયા ગઠબંધન અને તૃણમુલ કોંગ્રેસ દ્વારા પોતપોતાના ઉમેદવારોના નામોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જે બાદ અન્ય બેઠકો પર ઉમેદવારોના નામોની જાહેરાત થાય તે પહેલા જ સંભવિત ઉમેદવારો દ્વારા પૂર્વ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ જ રીતે ગુજરાત કોંગ્રેસના જૂના નેતા જગદીશ ઠાકોર પાટણ લોકસભા બેઠક પરથી પાર્ટી પોતાને ઉમેદવાર જાહેર કરશે તેવી આશાએ તૈયારીઓ કરી રહ્યા હતા. તેવામાં અચાનક તેમણે ચૂંટણી લડવાની ના પાડી દેતા રાજકીય મોરચે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જો કે, કયા કારણોસર જગદીશ ઠાકરો ચૂંટણી લડવાની ના પાડી તે માટેની કોઇ સ્પષ્ટતા હાલ તબક્કે સામે આવ્યી નથી.

જગદીશ ઠાકોરના ગઢ ગણાતા વિસ્તારમાં સમયજતા રાજકીય સમીકરણો બદલાયા

તો બીજી બાજુ સમાજના અગ્રણી ચંદનજી ઠાકોરે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારીઓ આરંભી હોવાનું રાજકીય સુત્રો જણાવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પાટણ લોકસભા બેઠક પરથી ચંદનજી ઠાકોરની પસંદગી કરવામાં આવે તેવી રાજકીય મોરચે પ્રબળ ચર્ચા છે. ચંદનજી ઠાકોર સિદ્ધપુરથી ધારાસભ્ય રહી ચુક્યા છે. સાથે જ ભરતસિંહ ડાભી પણ લોકસભાની ટીકીટની રેસમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. એક સમયે જગદીશ ઠાકોરના ગઢ ગણાતા વિસ્તારમાં સમયજતા રાજકીય સમીકરણો બદલાયા છે. અને હવે તેમની જગ્યાએ લોકસભાની ટીકીટ મેળવવા માટે અન્ય નામો રેસમાં આગળ હોય તેવી સ્થિતી સર્જાઇ છે.જગદીશ ઠાકોર ઠાકોર સમુદાયના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સિનીયર આગેવાન છે. જગદીશ ઠાકોર આક્રમક નેતા તરીકે ઓળખખાય છે.

હાઇકમાન્ડનો નિર્ણય મારા માટે શિરોમાન્ય

આ બાબતે કોંગ્રેસના ઉમેદવાર ગણાતા ચંદનજી ઠાકોરે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કહ્યું કે હાઇકમાન્ડનો નિર્ણય મારા માટે શિરોમાન્ય રહેશે. મને ચૂંટણી લડવાનું કહેશે કે તો હું લડીશ. તે અમારા સમાજના અગ્રણી નેતા છે.તેમનો કોંગ્રેસ સાથે મતભેદ નથી. અન્ય બેઠકો કઇ રીતે જીતવી તે માટે પણ તેઓ પ્રયાસ કરે છે. ઉત્તર ગુજરાતમાં તેમણે જે વાવેતર કરેલું છે અને સર્વ સમાજમા નામના કરેલી છે જેથી તે પ્રચાર પ્રસારમાં આવશે તેવો મને ભરોસો છે. એમણે પહેલેથી જ મન મનાવી લીધું છે કે હાઇકમાન્ડ જે ઉમેદવારો મુકે તેમને જીતાડવાના છે.

આ પણ વાંચો — MAHESH VASAVA : આદિવાસી રાજનીતિમાં મોટો ઉલટફેર! મહેશ વાસવા 1200 થી વધુ કાર્યકર્તા સાથે કેસરિયો ખેસ ધારણ કરશે!

Whatsapp share
facebook twitter